ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મૂને કહ્યા Poor Lady, BJP એ કહ્યું આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન

Union Budget 2025: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંયુક્ત રીતે બંન્ને સદનોને સંબોધિત કરતા કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કર્યો. ભાજપે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.
02:27 PM Jan 31, 2025 IST | KRUTARTH JOSHI
Union Budget 2025: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંયુક્ત રીતે બંન્ને સદનોને સંબોધિત કરતા કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કર્યો. ભાજપે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.
Union Budget 2025

નવી દિલ્હી : Union Budget 2025: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંયુક્ત રીતે બંન્ને સદનોને સંબોધિત કરતા કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કર્યો. ભાજપે કહ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પુઅર લેડી ગણાવ્યા

સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સોનિયા ગાંધીએ કહ્યું, "તે એક ગરીબ મહિલા છે (પુઅર લેડી) અને સંબોધન પછી થાકી ગયા હતા." દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું હતું. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.

આ પણ વાંચો : Budget Session 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી

ભાજપના નેતાઓ કોંગ્રેસ પર વરસી પડ્યા

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "સોનિયા ગાંધીનું નિવેદન સર્વોચ્ચ પદ પર બેઠેલી આદિવાસી મહિલાનું અપમાન છે. રાષ્ટ્રપતિનું સંબોધન ગત્ત વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ હતો. ગત્ત બજેટ અને સરકારની કાર્ય યોજનાઓથી ફાયદો થયો છે." સમાજના દરેક વર્ગને ફાયદો થયો છે. તે એક એવો હિસાબ હતો જે અદભુત હતો."

રાહુલ ગાંધી અનેક વખત લોન્ચિંગમાં નિષ્ફળ રહ્યા

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "ભાષણ અંગે સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલું નિવેદન અયોગ્ય છે. રાષ્ટ્રપતિએ હિંમતભેર પોતાના વિચારો રજૂ કર્યા છે. સોનિયા ગાંધીએ તેમની ટિપ્પણી બદલ માફી માંગવી જોઈએ." રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા, ભાજપના સાંસદે કહ્યું કે, તેઓ વારંવાર પોતાને લોન્ચ કરી શકતા નથી.જેના કારણે તેઓ હવે લોન્ચિંગ માટે વિવાદિત નિવેદનો આપતા રહે છે.

આ પણ વાંચો : યમરાજ સાથે થપ્પો રમતા Aunty ! રેલ્વે ટ્રેક ક્રોસ કરતો વીડિયો વાયરલ

બજેટ પહેલા રાષ્ટ્રપતિએ આપ્યું અભિભાષણ

શુક્રવારે (31 જાન્યુઆરી 2025) ના રોજ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો. આ પછી, લોકસભાની કાર્યવાહી 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Mahakumbh: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવી

Tags :
BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsPoor LadyTrending NewsUnion Budget 2025
Next Article