Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુસાફરે SpiceJetના કર્મીને માર્યો માર, કરોડરજ્જુ તૂટી જતા એરલાઈને સરકારને લખ્યો પત્ર

આ હુમલામાં કર્મચારીઓને એટલી ગંભીર ઈજાઓ પહોંચી છે કે એક કર્મચારીની કરોડરજ્જુ તૂટી ગઈ છે અને બીજાના જડબામાં ગંભીર ઈજાઓ થઈ છે
મુસાફરે spicejetના કર્મીને માર્યો માર  કરોડરજ્જુ તૂટી જતા એરલાઈને સરકારને લખ્યો પત્ર
Advertisement
  • સ્પાઈજેટના કર્મચારી પર મુસાફરનો હુમલો
  • શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઈટમાં કર્યો હુમલો
  • એક કર્મીની કરોડરજ્જુ તો બીજાનું જડબુ તૂટી ગયુ
  • સમગ્ર મામલે સ્પાઈસ જેટે સરકારને લખ્યો પત્ર

સ્પાઈસજેટ 26 જુલાઈ, 2025ના રોજ તેની શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટના એક મુસાફરે તેના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્મચારીઓને એટલી ગંભીર ઈજાઓ પહોંચી છે કે એક કર્મચારીની કરોડરજ્જુ તૂટી ગઈ છે અને બીજાના જડબામાં ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલ કર્મચારીઓની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એરલાઇને આ મામલે સરકારને પત્ર લખીને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે, "શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઈટ નંબર SG-386ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસજેટના ચાર કર્મચારીઓ પર હુમલો કર્યો. આરોપીએ લાત-ઘૂંસા અને લાઈન ગોઠવવા માટે વપરાતા સ્ટેન્ડથી હુમલો કર્યો હતો.

Advertisement

આ હુમલામાં એક કર્મચારીની કરોડરજ્જુ તૂટી ગઈ અને બીજાને જડબામાં ગંભીર ઈજાઓ થઈ. એક કર્મચારી બેહોશ થઈને જમીન પર પડ્યો, તેમ છતાં મુસાફર તેને મારતો રહ્યો. અન્ય એક કર્મચારી તેને મદદ કરવા ગયો ત્યારે તેના જડબા પર જોરદાર લાત વાગી, જેના કારણે તેના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. ઘાયલ કર્મચારીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે." એરલાઇને ખુલાસો કર્યો કે હુમલો કરનાર મુસાફર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો.

Advertisement

&

nbsp;

ચાર્જ ચૂકવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો

સ્પાઈસજેટના જણાવ્યા મુજબ, "આ મુસાફર બે કેબિન બેગેજ લઈને જઈ રહ્યો હતો, જેનું કુલ વજન 16 કિલો હતું. આ વજન 7 કિલોની મર્યાદા કરતાં બમણું હતું. જ્યારે કર્મચારીઓએ તેને નમ્રતાપૂર્વક વધારાના સામાન વિશે જણાવ્યું અને લાગુ પડતો ચાર્જ ચૂકવવા કહ્યું, ત્યારે તેણે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ બળજબરીથી વિમાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો.

ગ્રાઉન્ડ સ્ટાફના ચાર સભ્યો સાથે ગેરવર્તણૂંક

આ સ્પષ્ટપણે એવિએશન સિક્યુરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. ત્યારબાદ CISFના સુરક્ષા કર્મચારીઓ મુસાફરને પાછો ગેટ પર લઈ આવ્યા. ગેટ પર તેનું વર્તન વધુ આક્રમક બન્યું અને તેણે ગ્રાઉન્ડ સ્ટાફના ચાર સભ્યો સાથે ગેરવર્તણૂક કરી અને હુમલો કર્યો."

નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવ્યો પત્ર

સ્થાનિક પોલીસે આ મામલે પ્રાથમિકી (FIR) નોંધી છે અને એરલાઇને સિવિલ એવિએશન નિયમો મુજબ મુસાફરને 'નો-ફ્લાઈ લિસ્ટ'માં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સ્પાઈસજેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને આ ગંભીર ઘટનાની જાણ કરી છે અને મુસાફર સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે. એરલાઇને એરપોર્ટ અધિકારીઓ પાસેથી ઘટનાના CCTV ફૂટેજ પણ મેળવીને પોલીસને સોંપ્યા છે.

આ પણ વાંચો: Premanand Maharaj: 'હું તો તેમનું ગળુ કાપી નાંખુ' કોણે આપી સંત પ્રેમાનંદ મહારાજને મારી નાંખવાની ધમકી?

Tags :
Advertisement

.

×