Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી, ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી

સંભલમાં હિંસા અને વીજળી ચોરીના મામલામાં સંડોવાયેલા સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે કાર્યવાહી તેજ
સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી  ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી
Advertisement
  • સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી
  • ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી
  • સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે કાર્યવાહી તેજ
  • સાંસદ બર્કના ઘરમાં લગાવેલા મીટરનું રીડિંગ શુન્ય

સપાના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક પર કાર્યવાહી

સંભલમાં હિંસા અને વીજળી ચોરીના મામલામાં સંડોવાયેલા સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે કાર્યવાહી તેજ થઈ ગઈ છે. હવે તેમના દ્વારા કરાયેલા અતિક્રમણ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના ઘરની બહારની સીડીઓ તોડી દેવામાં આવી છે. સંભલમાં હિંસા અને પછી વીજળી ચોરીમાં સામેલ સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કેના અતિક્રમણ પર પણ કાર્યવાહી શરૂ થઈ છે. વહીવટીતંત્ર અને નગરપાલિકાની ટીમે બુલડોઝરની મદદથી ઘરની બહારના નાળા ઉપરની સીડીઓ તોડી પાડી છે.

Advertisement

બુલડોઝર દ્વારા ડિમોલિશનની કામગીરી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વહીવટીતંત્ર અને નગરપાલિકાની સંયુક્ત ટીમ સપા સાંસદ બર્કના ઘરે પહોંચી હતી. ત્યાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી અને સાંસદના ઘરની બહાર ગટર પર બનાવેલ સીડીઓ તોડી પાડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક પર વીજળી ચોરીનો આરોપ છે. વીજળી વિભાગે તેમના પર વીજળી ચોરી બદલ 1 કરોડ 91 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય વિજળી વિભાગે તેમની સામે એફઆઈઆર પણ નોંધાવી છે. એટલું જ નહીં સપા સાંસદ બર્કના ઘરની વીજળી પણ કાપી નાખવામાં આવી છે.

સાંસદ બર્કના ઘરમાં લગાવેલા મીટરનું રીડિંગ શુન્ય

વિદ્યુત વિભાગના એસડીઓ સંતોષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યુત વિભાગની ટીમે સાંસદ બર્કના ઘરમાં લગાવેલા મીટરનું રીડિંગ લીધું તો તે શૂન્ય હોવાનું બહાર આવ્યું. જે બાદ વિભાગ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવશે. જો નોટિસના 15 દિવસમાં રકમ જમા કરવામાં નહીં આવે તો વિભાગ દ્વારા આરસી જારી કરવામાં આવશે.

સાંસદના પિતા મામલુક વિરુદ્ધ પણ FIR

જ્યારે વીજળી વિભાગની ટીમ સાંસદ બર્કના ઘરે દરોડો પાડવા પહોંચી હતી, ત્યારે સાંસદના પિતા મામલુક ઉર્રહમાન બર્કે વીજળી કર્મચારીઓને ધમકી આપી હતી. તેમણે વીજળી વિભાગના કર્મચારીઓને કહ્યું હતું કે, અમારી સરકાર આવશે ત્યારે અમે તમને બતાવી દઈશું. તેમના નિવેદનના સંદર્ભમાં, વીજળી કર્મચારીઓની ફરિયાદ પર નખાસા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

સંભલ હિંસામાં પણ સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો 

આ પહેલા 24 નવેમ્બરે સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન થયેલી હિંસામાં પોલીસે એફઆઈઆરમાં સપા સાંસદ બર્કનું નામ પણ સામેલ કર્યું છે. પોલીસનો આરોપ છે કે, સાંસદ બર્કે ભડકાઉ ભાષણો આપ્યા હતા, જેના કારણે હિંસા થઈ હતી. આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે હિંસાના મામલામાં અઢી હજારથી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી મોટાભાગના લોકો અજાણ્યા છે.

Tags :
Advertisement

.

×