Ram Mandir વિશે ટ્રસ્ટી ચંપત રાયનું નિવેદન, આવતીકાલથી શરૂ થશે પૂજા વિધિ
Ram Mandir Inauguration : રામ લલ્લાના અભિષેક માટે અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ (Ram Mandir Inauguration) ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત પૂજા વિધિ મંગળવારથી શરૂ થશે રામનગરી અયોધ્યામાં રામ (Ram Mandir )નામની ધુમછે. સર્વત્ર રામભક્તો જ દેખાય છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામ લલા પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સુવર્ણ દ્વાર સાથેનું રામ મંદિર ખૂબ જ સુંદર લાગે છે. રામ મંદિર ખૂબ જ વૈભવી અને ભવ્ય લાગે છે.
રામ મંદિર વિશે ટ્રસ્ટી ચંપત રાયનું નિવેદન
આવતીકાલથી શરૂ થશે પૂજા વિધી, (Ram Mandir Inauguration) પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12:20 વાગ્યે થશે. વારાણસીના ગણેશ શાસ્ત્રીએ મુહૂર્ત આપ્યું. 22 જાન્યુઆરીએ માત્ર મુખ્ય વિધી. રામલલાની મૂર્તિ બાળક સ્વરૂપની. 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રાખવામાં આવશે. ગર્ભગૃહમાં PM મોદી, મોહન ભાગવત, CM યોગી હશે. 150થી વધુ સંતો સહિતના હાજર રહેશે. વારાણસીના ગણેશ શાસ્ત્રીએ મુહૂર્ત આપ્યું. 22 જાન્યુઆરીએ માત્ર મુખ્ય વિધિ
#WATCH अयोध्या: श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के महासचिव चंपत राय ने कहा, "प्राण प्रतिष्ठा दोपहर 12:20 बजे प्रारंभ होगी और 1 बजे तक पूरी हो जाएगी, यह अनुमान है। इसके बाद सभी महानुभाव, प्रधानमंत्री, डॉ. मोहन भागवत और मुख्यमंत्री अपने मनोभाव प्रकट करेंगे।" pic.twitter.com/dVPvHNs343
— ANI_HindiNews (@AHindinews) January 15, 2024
5 લાખ ગામડાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બતાવવામાં આવશે
22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના મંદિરના અભિષેક સાથે 60 કરોડ લોકોને જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને રાજ્યભરના મંદિરોમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. પાંચ લાખ ગામડાઓમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બતાવવામાં આવશે. દેશના તમામ મઠો અને મંદિરોમાં રામ મંદિરનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
અક્ષત વિતરણ દ્વારા 10 કરોડથી વધુ પરિવારોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે
ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે. અક્ષત વિતરણ દ્વારા 10 કરોડથી વધુ પરિવારોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપે 22 જાન્યુઆરીની તમામ તૈયારીઓ કરી લીધી છે. ભાજપે તેના તમામ સાંસદો અને ધારાસભ્યોને મંદિરો અને કાર્યક્રમ સ્થળોએ ફરજ પર મૂક્યા છે.
આ પણ વાંચો - Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠાને લઈ VHP નો મેગા પ્લાન! 56 દેશના 10 કરોડ પરિવારોને આમંત્રણ


