ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પડયો પથ્થર,ત્રણ જવાનના મોત

લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પર પથ્થર પડ્યો એક અધિકારી સહિત 3 સૈનિકોના મોત, 3 ગંભીર ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા Indian Army vehicle : લદ્દાખમાંથી (Ladakh)અત્યારે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાની એક...
04:45 PM Jul 30, 2025 IST | Hiren Dave
લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પર પથ્થર પડ્યો એક અધિકારી સહિત 3 સૈનિકોના મોત, 3 ગંભીર ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા Indian Army vehicle : લદ્દાખમાંથી (Ladakh)અત્યારે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાની એક...
Indian Army vehicle

Indian Army vehicle : લદ્દાખમાંથી (Ladakh)અત્યારે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાની એક ગાડીને (Indian Army vehicle)અકસ્માત નડ્યો છે. દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર પથ્થર પડ્યો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક અધિકારી સહિત બે જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક અધિકારી સાથે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક અધિકારી સહિત પાંચ જવાન ઘવાયાં

આ સમગ્ર ઘટનાના સવારે 11 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ જાણવા મળ્યું છે. સેનાના અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે ગાડી પર પથ્થર પડ્યો હોવાના કારણે એક અધિકારી સહિત પાંચ ભારતીય સેનાના જવાનો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના સવાલે 11.30 વાગ્યાની આસપાસ બની હતી. લદ્દાખમાં અત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં દિવસથી વરસાદ અને બરફવર્ષા ઝઈ રહી છે. જેના કારણે માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ફરી ભારતીય સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર

આ પહેલા પણ અહીં એક અકસ્માતની ઘટના બની હતી જેમાં બે લોકો ઘાયલ થયાં હતાં. ભારતીય સેનાએ આ બંન્ને વ્યક્તિઓને બચાવી લીધા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. આજે ફરી ખરાબ હવામાનને કારણે ભારતીય સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર બની છે, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. આ સાથે ઘાયલ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Tags :
ArmyConvoyBorderAlertBreakingnewsDefenceUpdateDurbukFireAndFuryCorpsIndian Army vehicleIndian-ArmyindianarmyJammuAndKashmirLadakhLadakhUpdateMilitaryNews
Next Article