Pakistan સામે આકરી કાર્યવાહી, ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ
- Pakistan સામે આકરી કાર્યવાહી
- ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ
- એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કર્યો
India Close Airspace: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Attac)બાદ ભારત એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. હવે ભારતે પાકિસ્તાન સામે એક્શન લેતા પાકિસ્તાનની તમામ ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ (India Close Airspace)કરી દીધું છે. એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કરવામાં આવ્યું છે. 30 એપ્રિલથી 23 મે સુધી NOTAM જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં.
અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા
બીજી તરફ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ફરી કહ્યું છે કે 36 કલાકમાં યુદ્ધની પુષ્ટિ થાય છે. આનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે તેમને આ સમાચાર ખૂબ જ વિશ્વસનીય સુત્ર પાસેથી મળ્યા છે અને આ સુત્ર ખોટો નહીં હોય. ભારત 36 કલાકમાં આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, અમે ભારત સાથે વ્યવહાર કરવા માગીએ છીએ.
-ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર
-પાકિસ્તાન સામે ભારત સરકારનો વધુ એક આકરો નિર્ણય
-ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ કર્યું બંધ
-23 મે સુધી ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કર્યું
-ભારતે પાકિસ્તાન માટે NOTAM જાહેર કર્યું@PMOIndia @AmitShah @rajnathsingh @adgpi… pic.twitter.com/8MRnJbAPOy— Gujarat First (@GujaratFirst) April 30, 2025
India issues a Notice to Air Mission (NOTAM) and closes its airspace for Pakistan-registered, operated, or leased aircraft, airlines, and military flights: Ministry of Civil Aviation (MoCA) pic.twitter.com/vajFLGexuJ
— ANI (@ANI) April 30, 2025
આ પણ વાંચો -PM Modi Meeting : PM મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
આતંકવાદીઓનો સફાયો કરવા તૈયાર કરાયો સિક્રેટ પ્લાન!
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે અને સેનાને પણ તમામ પ્રકારની છુટ આપી દીધી છે. ત્યારે પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતાઓ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરી છે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા છે. પીએમને મળ્યા પછી આર્મી ચીફ પરત ફર્યા છે. પીએમની તાજેતરની બેઠકમાં હાજરી આપનારા વિદેશ મંત્રી જયશંકર અને NSA ડોભાલ પણ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.


