Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu And Kashmir : બ્લેક બોર્ડ પર જયશ્રી રામ લખવા પર વિદ્યાર્થીને મારમારતા હોબાળો

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર બાદ હવે જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બ્લેકબોર્ડ પર ધાર્મિક સ્લોગન લખવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરોપી શિક્ષકની...
jammu and kashmir   બ્લેક બોર્ડ પર જયશ્રી રામ લખવા પર વિદ્યાર્થીને મારમારતા હોબાળો
Advertisement

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર બાદ હવે જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બ્લેકબોર્ડ પર ધાર્મિક સ્લોગન લખવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આરોપી આચાર્ય હજુ ફરાર છે.

બાળકને માર માર્યો

આ ઘટના બાની તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની છે. આરોપ છે કે વર્ગખંડના બ્લેકબોર્ડ પર 'જય શ્રી રામ' લખવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મુસ્લિમ શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધીને શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિકરાના શિક્ષક ફારૂક અહમદ અને શાળાના પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝે માર માર્યો હતો. આ ઘટના પર સ્થાનિક SHO ના નેતૃત્વમાં એક ટીમ શાળાએ પહોંચી અને શિક્ષકને ઝડપી લીધો.

Advertisement

તપાસ કમિટિ રચાઈ

કઠુઆના ડેપ્યુટી કમિશનર રાકેશ મનહાસે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ બનાવી છે. મેજિસ્ટ્રેટ, નાયબ મુખ્ય શિક્ષણ અધિકારી કઠુઆ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખરોટેના આચાર્ય તેના સભ્યો હશે. ટીમને બે દિવસમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Advertisement

રાજનીતિ ગરમાઈ

ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરમાં શાળામાં બાળકોને મારમારવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચેલો છે. આ ઘટનાથી લોકોમાં આક્રોશ છે સાથે જ રાજનીતિ ગરમાયેલી છે. પોલીસે કેસની તપાસ બાદ આરોપી ટીચર વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. આ બનાવ મુઝફ્ફરનગરમા મંસૂરપુર પોલીસ મથક વિસ્તારમાં આવતા ખુબ્બાપુર ગામનો છે.

આ પણ વાંચો : વિદ્યાના મંદિરથી આવ્યો SHOCKING VIDEO, બાળકની નાની ભૂલની શિક્ષકે આપી આવી સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×