Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શુભાંશુ શુક્લાએ પરિવાર સાથે CM યોગી આદિત્યનાથને મળ્યા

અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા લખનૌના પ્રવાસે (Shubhanshu Shukla) શુભાંશુ શુક્લા પરિવાર સાથે CM Yogiને મળ્યા લખનૌ માટે ગૌરવભર્યો દિવસ ગણાવ્યો આજનો દિવસ લખનૌ માટે ઐતિહાસિક છે Shubhanshu Shukla : અંતરિક્ષ યાત્રા કરીને ભારતનું ગૌરવ વધારનારા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન...
શુભાંશુ શુક્લાએ પરિવાર સાથે cm યોગી આદિત્યનાથને મળ્યા
Advertisement
  • અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા લખનૌના પ્રવાસે (Shubhanshu Shukla)
  • શુભાંશુ શુક્લા પરિવાર સાથે CM Yogiને મળ્યા
  • લખનૌ માટે ગૌરવભર્યો દિવસ ગણાવ્યો
  • આજનો દિવસ લખનૌ માટે ઐતિહાસિક છે

Shubhanshu Shukla : અંતરિક્ષ યાત્રા કરીને ભારતનું ગૌરવ વધારનારા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) હાલમાં લખનૌ ખાતે હાજર થયા હતા. તેમણે તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Aditynath) સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ અવસરે લખનૌ માટે ગૌરવભર્યો દિવસ ગણાવ્યો.

''આજનો દિવસ લખનૌ માટે ઐતિહાસિક છે''

ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું કે, “આજનો દિવસ લખનૌ માટે ઐતિહાસિક છે. ભારતના અને ખાસ કરીને લખનૌના પુત્ર, શુભાંશુ શુક્લાએ જ્યારે અંતરિક્ષથી પૃથ્વી પર પાછા આવ્યા ત્યારથી લોકો તેમના આગમન માટે આતુર હતા. આજે અંતે તે ક્ષણ આવી છે. અમે તેમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ.”

Advertisement

આ પણ  વાંચો - PM MODIની ડિગ્રી અંગે દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Advertisement

વિદ્યાર્થી સાથે સહપ્રેરણા

Shubhanshu Shuklaએ તેમના પૂર્વ વિદ્યા સંસ્થાના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, “હું સવારે થાકેલો હતો, પરંતુ જ્યારે મેં તમને માર્ગ પર ઉભા જોયા, ત્યારે મને ઊર્જા મળી ગઈ. તમે 7:30 વાગ્યાથી અહીં ઊભા રહ્યા અને તેમ છતાં ઉત્સાહિત લાગતા હતા. તમારું સ્મિત અને ઉત્સાહ જોઈને મારા તમામ થાક ઓલવી ગયો.” તેમણે આગળ કહ્યું, “સફળ થવા માટે ફક્ત દૃઢ ઇચ્છાશક્તિ જરૂરી છે. ભવિષ્ય ખૂબ જ તેજસ્વી છે.

યોગ્ય સમય છે અને યોગ્ય તકો આપણા સામે છે. જ્યારે હું ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર હતો ત્યારે સૌથી વધુ એક જ પ્રશ્ન પુછવામાં આવ્યો ‘અંતરિક્ષ યાત્રી કેવી રીતે બનવું?’ આ દર્શાવે છે કે આપના વિચારો કઈ દિશામાં છે. તમારા સપનાને જીવિત રાખો. ભારત પાસે 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરવાનો દ્રષ્ટિકોણ અને મિશન છે. તે માટે તૈયાર રહો.

આ પણ  વાંચો -Punjab Flood : ભારે વરસાદને કારણે પઠાણકોટના ઘણા ભાગોમાં પાણી ભરાયા

શુભાંશુ શુક્લા કોણ છે?

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેના સાથે જોડાયેલા ગ્રુપ કેપ્ટન છે અને તેમણે Axiom-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) સુધી યાત્રા કરી હતી. તેઓ 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ અંતરિક્ષની યાત્રા કરનારા પ્રથમ ભારતીય બન્યા છે. તેમની યાત્રા માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિ નથી, પણ ભારત માટે ગૌરવ અને પ્રેરણા છે.

અનુભવો નવી પેઢી માટે પ્રેરણા બન્યો

તેમણે અંતરિક્ષમાં જઈને માત્ર વૈજ્ઞાનિક કામ કર્યું નથી, પણ ભારતના યુવાનોમાં આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેનો જુસ્સો જગાવ્યો છે. શુભાંશુ શુક્લાની લખનૌ મુલાકાત માત્ર એક શિષ્ટાચાર મુલાકાત નહોતી, પણ યુવાનો માટે આશા, ઉત્સાહ અને સપનાને સાકાર કરવાની સંભાવનાની પણ એક યાદગાર ક્ષણ બની. તેમનું જીવન અને અનુભવો નવી પેઢી માટે પ્રેરણા બની રહ્યો છે.

Tags :
Advertisement

.

×