Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આર્થિક સર્વેક્ષણ 2024-25નો સારાંશ, જાણો વિગતે

FY 2025 દરમિયાન વાસ્તવિક GDP 6.4 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું, જે તેના દાયકાના સરેરાશની નજીક છે
આર્થિક સર્વેક્ષણ 2024 25નો સારાંશ  જાણો વિગતે
Advertisement
  • FY 2026માં ભારતનો GDP 6.3 થી 6.8 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા
  • FY 2026માં ભારતનો GDP 6.3 થી 6.8 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા
  • FY 2025 દરમિયાન વાસ્તવિક GDP 6.4 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2024-25માં તેમણે જણાવ્યું હતું કે, “વર્ષ 2023માં વૈશ્વિક અર્થતંત્રમાં 3.3 ટકાનો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિ સરેરાશ 3.2 ટકાની આસપાસ રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે ઐતિહાસિક ધોરણો પ્રમાણે સાધારણ છે”.

111

Advertisement

સેવા ક્ષેત્રનું પ્રદર્શન વધુ સારું રહ્યું

સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં વૈશ્વિક અર્થતંત્રએ તમામ પ્રદેશોમાં સ્થિર છતાં પણ અસમાન વૃદ્ધિ બતાવી હતી. એક નોંધપાત્ર વલણ એ જોવા મળ્યું હતું કે, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને નબળી બાહ્ય માંગને કારણે વૈશ્વિક ઉત્પાદનમાં મંદી આવી હતી જેમાં ખાસ કરીને યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાં મંદી જોવા મળી હતી. તેનાથી વિપરીત, સેવા ક્ષેત્રનું પ્રદર્શન વધુ સારું રહ્યું હતું, જેનાથી ઘણા અર્થતંત્રોમાં વૃદ્ધિને સમર્થન મળી શક્યું હતું. મોટાભાગના અર્થતંત્રોમાં ફુગાવાના દબાણમાં ઘટાડો થયો છે. જોકે, સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે, સેવાઓ સંબંધિત ફુગાવો એકધારો જળવાઈ રહ્યો છે.

Advertisement

222

2025માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહ્યો

સર્વેક્ષણમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વ્યાપેલી હોવા છતાં, ભારતે પોતાની આર્થિક વૃદ્ધિ એકધારી સ્થિર સ્થિતિમાં જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2025માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહ્યો છે, જે દાયકાના સરેરાશની નજીક છે.

એકંદર માંગના દૃષ્ટિકોણથી જોવામાં આવે, તો ગ્રામીણ ક્ષેત્રોમાં માંગમાં થયેલા સુધારાના કારણે, એકધારા ટકેલા ભાવે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ 7.3 ટકા વધવાનું અનુમાન છે.

GVA 6.4 ટકાના દરે વધશે તેવું અનુમાન

પુરવઠા તરફી વાત કરીએ, તો વાસ્તવિક કુલ મૂલ્યવર્ધિત (GVA) 6.4 ટકાના દરે વધશે તેવું અનુમાન છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં 3.8 ટકાના વિકાસ દરે ફરી વૃદ્ધિ થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2025માં ઔદ્યોગિક ક્ષેત્ર 6.2 ટકાના વિકાસ દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. બાંધકામ પ્રવૃત્તિઓ અને વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં મજબૂત વૃદ્ધિ દરના કારણે ઔદ્યોગિક વિસ્તરણને સમર્થન મળી રહેશે તેવી અપેક્ષા છે. નાણાકીય, રિયલ એસ્ટેટ, વ્યાવસાયિક સેવાઓ, જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓમાં મજબૂત પ્રવૃત્તિઓને કારણે સેવા ક્ષેત્રમાં 7.2 ટકાના દરે વૃદ્ધિ મજબૂત રહેશે તેવું અનુમાન છે.

3333

આ પણ વાંચો : તુલસી ગેબાર્ડે કહ્યું મારે ભારત સાથે કોઇ લેવાદેવા નથી, નિજ્જર કેસમાં ભારત પર જ ઉઠાવ્યા ગંભીર સવાલ

વૃદ્ધિના ફાયદા અને ગેરફાયદા બંનેને ધ્યાનમાં રાખીને, સર્વેક્ષણ નાણાકીય વર્ષ 2026માં વાસ્તવિક GDP વૃદ્ધિ 6.3 થી 6.8 ટકાની વચ્ચે રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્યમ ગાળાની ભાવિ સ્થિતિના અનુમાન અંગેના પ્રકરણમાં વૈશ્વિક પરિબળો તેમજ આર્થિક નીતિઓ અને વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતાઓ અંગે વૈશ્વિક ચિંતાઓને કારણે વધી રહેલા જોખમોના સંદર્ભમાં સ્થાનિક વૃદ્ધિના ઉચ્ચાલકને મજબૂત બનાવવાના મહત્વ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ 2.0

2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે, ભારતના મધ્યમ ગાળાના વિકાસના દૃષ્ટિકોણનું મૂલ્યાંકન જીઓ-ઇકોનોમિક ફ્રેગમેન્ટેશન (GEF), ચીની વિનિર્માણ ક્ષમતા અને ઉર્જા સ્થળાંતરણ સંબંધિત પ્રયાસો માટે ચીન પરની વૈશ્વિક નિર્ભરતાની ઉભરતી વૈશ્વિક વાસ્તવિકતાઓના સંદર્ભમાં કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે. સર્વેક્ષણમાં પ્રણાલીગત નિયંત્રણમુક્તિના એક કેન્દ્રીય ઘટક પર ધ્યાન કેન્દ્રિત કરીને આંતરિક એન્જિન અને વૃદ્ધિના સ્થાનિક ઉચ્ચાલકોને ફરી સજીવન કરવાનો માર્ગ રજૂ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિગત લોકો તેમજ સંસ્થાઓના વ્યવસાયોને કાયદેસર આર્થિક પ્રવૃત્તિને સરળતાથી આગળ ધપાવવા માટે આર્થિક સ્વતંત્રતાના દૃષ્ટાંતને સક્ષમ બનાવશે. સર્વેક્ષણમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, સુધારા અને આર્થિક નીતિ હવે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ 2.0’ હેઠળ પદ્ધતિસર નિયંત્રણમુક્તિ પર હોવી જરૂરી છે જેથી તે એક વ્યવહારુ મિટેલસ્ટેન્ડ એટલે કે ભારતના SME ક્ષેત્રના નિર્માણને પ્રોત્સાહન આપે.  '

કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ

આર્થિક સર્વેક્ષણ 2024-25માં નોંધવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિના દરમિયાન કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ એકધારી ગતિએ જળવાઈ રહી છે અને બીજા ત્રિમાસિક ગાળામાં 3.5 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે, જે પાછલા ચાર ત્રિમાસિક ગાળાની તુલનામાં સુધારો થયો હોવાનું અંકિત કરે છે. મજબૂત ખરીફ ઉત્પાદન, સામાન્ય કરતાં વધુ ચોમાસુ અને જળાશયોમાં પર્યાપ્ત જળસ્તરોના કારણે કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિને સમર્થન મળ્યું છે. વર્ષ 2024-25માં કુલ ખરીફ ખાદ્ય અનાજનું ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન (LMT) થશે તેવો અંદાજ છે, જે વર્ષ 2023-24ની તુલનામાં 5.7 ટકા વધુ છે અને છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ખાદ્ય અનાજ ઉત્પાદન કરતાં 8.2 ટકા વધુ છે.

આ પણ વાંચો :  AAP રાજીનામાઓનો વરસાદ! એક જ દિવસમાં 7 ધારાસભ્યોના રાજીનામા

ઔદ્યોગિક ક્ષેત્રમાં 6 ટકાનો વધારો

નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિના દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રમાં 6 ટકાનો વધારો થયો હતો અને નાણાકીય વર્ષ 2025માં 6.2 ટકાની વૃદ્ધિ નોંધાશે તેવો અંદાજ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.3 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ત્રણ મુખ્ય પરિબળોને કારણે બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ મધ્યમ રહી છે. ત્રણ પરિબળોમાંથી પ્રથમ પરિબળ, ગંતવ્ય દેશોમાં જોવા મળેલી નબળી માંગ અને વેપાર કરવા માટેના મુખ્ય દેશોમાં વેપાર તેમજ ઔદ્યોગિક સંબંધિત આક્રમક નીતિઓને કારણે વિનિર્માણ નિકાસ નોંધપાત્ર રીતે ધીમી પડી હતી. બીજું પરિબળ, સરેરાશ કરતાં વધુ સારા કહી શકાય તેવા ચોમાસાની મિશ્ર અસરો હતી - ચોમાસામાં જળાશયો ફરી ભરાઈ ગયા હતા અને કૃષિ ક્ષેત્રને ટેકો મળ્યો હતો, પરંતુ તેના કારણે ખાણકામ, બાંધકામ અને અમુક અંશે નિવિર્માણ જેવા ક્ષેત્રોમાં વિક્ષેપ પણ ઉભો થયો હતો. ત્રીજું પરિબળ એ છે કે, પાછલા અને વર્તમાન વર્ષોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે તહેવારોના સમયમાં ફેરફારને કારણે નાણાકીય વર્ષ 2025માં બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિની ગતિ સામાન્ય ધીમી પડતી જોવા મળી હતી.

સર્વેક્ષણમાં ટાંકવામાં આવ્યું છે કે, વિવિધ પડકારો હોવા છતાં, વિનિર્માણ PMIમાં ભારતે સૌથી ઝડપથી વૃદ્ધિ નોંધાવવાનું ચાલુ રાખ્યું છે. ડિસેમ્બર 2024 માટેનો તાજેતરનો વિનિર્માણ PMI હજુ પણ વિસ્તરણ ક્ષેત્રમાં સારી સ્થિતિમાં જળવાઈ રહ્યો છે, જેના માટે નવા વ્યવસાયિક લાભો, મજબૂત માંગ અને જાહેરાત સંબંધિત પ્રયાસો જવાબદાર છે.

દરેક પેટા-ક્ષેત્રોની કામગીરી સારી રહી

નાણાકીય વર્ષ 2025માં સેવા ક્ષેત્રનો દેખાવ એકધારો સારો જોવા મળ્યો હોવાનું સર્વેક્ષણમાં ભારપૂર્વક ટાંકવામાં આવ્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળા અને બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન થયેલી નોંધપાત્ર વૃદ્ધિને કારણે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાંના સમયમાં 7.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તમામ પેટા-શ્રેણીઓમાં, દરેક પેટા-ક્ષેત્રોની કામગીરી સારી રહી છે. નાણાકીય વર્ષ 2025માં એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતની સેવાઓના ક્ષેત્રમાં નિકાસ વૃદ્ધિ 12.8 ટકા નોંધાઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2024માં 5.7 ટકા નોંધાઈ હતી.

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, ફુગાવો, રાજકોષીય મજબૂતી અને બાહ્ય ક્ષેત્રમાં સંતુલન જેવા મોરચે સ્થિરતાના કારણે વૃદ્ધિની પ્રક્રિયાને પૂરતા પ્રમાણમાં સમર્થન મળ્યું છે. સર્વેક્ષણમાં ફુગાવા અંગે ટાંકવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024માં છૂટક મુખ્ય ફુગાવો 5.4 ટકા હતો જે ઘટીને એપ્રિલથી ડિસેમ્બર 2024માં 4.9 ટકા રહ્યો છે. ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (CFPI) દ્વારા માપવામાં આવતો ખાદ્ય ફુગાવો નાણાકીય વર્ષ 2024માં 7.5 ટકા નોંધાયો હતો જે નાણાકીય વર્ષ 2025 (એપ્રિલથી ડિસેમ્બર)માં વધીને 8.4 ટકા થયો છે, જેનો આધાર મુખ્યત્વે શાકભાજી અને કઠોળ જેવી કેટલીક ખાદ્ય ચીજો પર રહેલો છે. RBI અને IMFના જણાવ્યા મુજબ ભારતનો ઉપભોક્તા ભાવ ફુગાવો ધીમે ધીમે નાણાકીય વર્ષ 2026માં લગભગ 4 ટકાના લક્ષ્ય સાથે સંરેખિત થઈ જશે.

444

મૂડીખર્ચમાં વાર્ષિક ધોરણે 8.2 ટકાનો વધારો

નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2024 દરમિયાન કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં ટકાવારી તરીકે મૂડી ખર્ચ (કેપેક્સ)માં સતત સુધારો થયો છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય ચૂંટણીઓ યોજાયા પછી, જુલાઈથી નવેમ્બર 2024 દરમિયાન કેન્દ્ર સરકારના મૂડીખર્ચમાં વાર્ષિક ધોરણે 8.2 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : AAP રાજીનામાઓનો વરસાદ! એક જ દિવસમાં 7 ધારાસભ્યોના રાજીનામા

સર્વેક્ષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન વાર્ષિક ધોરણે કુલ કર આવક (GTR)માં 10.7 ટકાનો વધારો થયો હોવા છતાં, રાજ્યોને સોંપણીના ભાગ રૂપે, કેન્દ્ર દ્વારા જાળવી રાખવામાં આવતા કરની આવકમાં ખૂબ જ નજીવો જ વધારો થયો છે. નવેમ્બર સુધીમાં, કેન્દ્રના ખાધ સૂચકાંકો અનુકૂળ સ્થિતિમાં જોવા મળ્યા હતા, જેના કારણે વર્ષમાં બાકીના સમયમાં વિકાસલક્ષી અને મૂડી ખર્ચ માટે પૂરતો અવકાશ રહ્યો હતો.

555

સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ

એપ્રિલથી નવેમ્બર 2024 સુધીના સમયગાળા દરમિયાન કેન્દ્રની GTR અને રાજ્યોની પોતાની કરવેરા આવક (OTR)માં તુલનાત્મક ગતિએ વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન રાજ્યોનો મહેસૂલ ખર્ચ 12 ટકા (વાર્ષિક ધોરણે)ના દરે વધ્યો હતો, જેમાં સબસિડી અને પ્રતિબદ્ધ જવાબદારીઓમાં અનુક્રમે 25.7 ટકા અને 10.4 ટકાનો વધારો નોંધાયો છે.

666

NPA ઘટીને 12 વર્ષના નીચલા સ્તરે

સર્વેક્ષણમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે, બેંકિંગ ક્ષેત્રમાં સુધારાની ગતિ અસ્કયામતોની ક્ષતિમાં ઘટાડો, મજબૂત મૂડી બફર અને પ્રબળ કાર્યકારી કામગીરીને આભારી છે. બેંકિંગ પ્રણાલીમાં કુલ બિન-કાર્યક્ષમ અસ્કયામત (NPA) ઘટીને 12 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે જે કુલ ઋણ અને એડવાન્સિસના 2.6 ટકા છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, અનુસૂચિત વાણિજ્યિક બેંકો માટે સપ્ટેમ્બર 2024 સુધીમાં મૂડી-થી-જોખમ-ભારિત સંપત્તિ ગુણોત્તર (CRAR) 16.7 ટકા છે, જે ધોરણની સરખામણીએ ઘણો ઉપર છે.

ભારતની વેપારી નિકાસમાં વાર્ષિક ધોરણે 1.6 ટકાની વૃદ્ધિ

સેવાઓ સંબંધિત વેપાર અને વિક્રમી પ્રમાણમાં રેમિટન્સ (વિદેશમાંથી મોકલવામાં આવતી કમાણી)થી બાહ્ય ક્ષેત્રની સ્થિરતા સુરક્ષિત હોવાની બાબત પર ભાર મૂકીને આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં ભારતની વેપારી નિકાસમાં વાર્ષિક ધોરણે 1.6 ટકાની વૃદ્ધિ થઈ છે. વેપારી માલની આયાતમાં 5.2 ટકાનો વધારો થયો છે. ભારતમાંથી સેવાઓની નિકાસમાં રહેલી મજબૂતીના કારણે દેશને વૈશ્વિક સેવાઓની નિકાસમાં સાતમા ક્રમનો સૌથી મોટો હિસ્સો મેળવવાનો પ્રવેગ મળ્યો છે, જે દેશની સ્પર્ધાત્મકતા પર ભાર મૂકે છે.

આ પણ વાંચો : મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે બાબા બાગેશ્વરનુ વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું

સેવાઓ ક્ષેત્રમાં વેપાર સિલક ઉપરાંત, વિદેશથી આવતા રેમિટન્સને કારણે ખાનગી ટ્રાન્સફરના ચોખ્ખા પ્રવાહમાં મજબૂતી જોવા મળી છે. OECD અર્થતંત્રોમાં રોજગાર સર્જનમાં વૃદ્ધિને કારણે ભારત સમગ્ર વિશ્વમાં રેમિટન્સ પ્રાપ્ત કરનારા દેશોમાં ટોચના સ્થાને રહ્યું હતું. સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, આ બે પરિબળોએ સંયુક્ત રીતે નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD) તેના GDPના 1.2 ટકા પર મર્યાદિત રહેવાનું સુનિશ્ચિત કર્યું છે.

સર્વેક્ષણમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2025માં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રવાહમાં સુધારો જોવા મળ્યો છે, જે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ આઠ મહિનામાં USD 47.2 અબજ નોંધાયું હતું તે વધીને નાણાકીય વર્ષ 2025ના સમાન સમયગાળા દરમિયાન USD 55.6 અબજના આંકડા પર પહોંચી ગયું હોવાથી વાર્ષિક ધોરણે 17.9 ટકાનો વધારો થયો હોવાનું દર્શાવે છે. 2024ના ઉત્તરાર્ધમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)ના પ્રવાહમાં અસ્થિરતા જોવા મળી હતી જેના માટે મુખ્યત્વે વૈશ્વિક ભૂરાજકીય અને નાણાકીય નીતિ વિકાસ કારણભૂત છે.

આર્થિક સર્વેક્ષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એકધારી ગતિએ મૂડી પ્રવાહના પરિણામે ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર જાન્યુઆરી 2024ના અંત સુધીમાં USD 616.7 અબજ નોંધાયો હતો તે વધીને સપ્ટેમ્બર 2024માં USD 704.9 અબજ સુધી પહોંચી ગયો હતો અને 3 જાન્યુઆરી 2025ના રોજ USD 634.6 અબજ નોંધાયો હતો. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 90 ટકા બાહ્ય ઋણને આવરી લેવા માટે અને દસ મહિના કરતાં વધુ સમય માટે આયાત કવર પૂરું પાડવા માટે પર્યાપ્ત છે, જેનાથી બાહ્ય નબળાઈઓ સામે રક્ષણ મળે છે.

આર્થિક સર્વેક્ષણમાં રોજગાર મોરચે જોવા મળેલી એકધારી સારી કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, મહામારી પછી થયેલી પુનઃપ્રાપ્તિ અને ઔપચારિકીકરણમાં થયેલી વૃદ્ધિના કારણે તાજેતરનાં વર્ષોમાં ભારતના શ્રમ બજારના વિકાસને સમર્થન મળ્યું છે. 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારીનો દર 2017-18માં 6 ટકા હતો જે ઘટીને 2023-24માં 3.2 ટકા થઈ ગયો છે. શ્રમ બળ ભાગીદારી દર (LFPR) અને વસ્તીના પ્રમાણમાં કામદારના ગુણોત્તર (WPR)માં પણ વધારો થયો છે.

AI અપનાવવામાં અવરોધો

સર્વેક્ષણમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત યુવા અને અનુકૂલનશીલ કાર્યબળ ધરાવતું સેવા-સંચાલિત અર્થતંત્ર છે જ્યાં AI અપનાવવાથી આર્થિક વિકાસને સમર્થન મળવાની અને શ્રમ બજારના પરિણામોમાં સુધારો થવાની સંભાવના છે. AI-સંવર્ધિત પરિદૃશ્યમાં વિકાસ માટે જરૂરી ક્ષમતાઓથી કામદારોને સજ્જ કરવા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સર્વેક્ષણમાં એવી હકીકત પણ સામે આવી છે કે, હાલમાં મોટા પાયે AI અપનાવવામાં અવરોધો આવી રહ્યાં છે, જે નીતિ ઘડનારાઓને કામ કરવા માટેની એક બારી તરફ દોરી જાય છે. આર્થિક સર્વેક્ષણમાં શ્રમ ક્ષેત્રમાં AI-સંચાલિત પરિવર્તનની પ્રતિકૂળ સામાજિક અસરોને ઓછી કરવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર તેમજ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગપૂર્ણ પ્રયાસો હાથ ધરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં માળખાગત સુવિધાઓના મોરચે, ઉચ્ચ વૃદ્ધિની સ્થિતિ ટકાવી રાખવા માટે આગામી બે દાયકામાં માળખાગત સુવિધાઓ સંબંધિત રોકાણમાં સતત વધારો કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રેલવે કનેક્ટિવિટી હેઠળ, એપ્રિલથી નવેમ્બર 2024 સુધીના સમયગાળામાં 2031 કિમી રેલવે નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું હતું અને એપ્રિલથી ઓક્ટોબર 2024 સુધીના સમયગાળામાં 17 નવી જોડી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2025માં બંદરોની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો હતો, જેના પરિણામ સ્વરૂપે કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો થયો હતો અને મુખ્ય બંદરોમાં સરેરાશ કન્ટેઇનર ટર્નઅરાઉન્ડ સમય નાણાકીય વર્ષ 2024માં 48.1 કલાક હતો તે ઘટીને નાણાકીય વર્ષ 2025 (એપ્રિલથી નવેમ્બર) દરમિયાન 30.4 કલાક થઈ ગયો હતો.

આ પણ વાંચો : મહાકુંભથી આવી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 6 લોકોના મોત; 10 ની હાલત ગંભીર

અક્ષય ઉર્જા અને હરિત રોકાણોને પ્રોત્સાહન

ભારત સરકાર દ્વારા દેશમાં અક્ષય ઉર્જા અને હરિત રોકાણોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેના પર આર્થિક સર્વેક્ષણમાં ભારપૂર્વક અંકિત કરવામાં આવ્યો છે, જેમાં યોજનાઓ, નીતિઓ, નાણાકીય પ્રોત્સાહનો અને નિયમનકારી પગલાં જેમ કે પીએમ - સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના, રાષ્ટ્રીય જૈવ-ઉર્જા કાર્યક્રમ, રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન અને પીએમ-કુસુમ જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે. સૌર અને પવન ઉર્જાની ક્ષમતા વૃદ્ધિ થવાથી ડિસેમ્બર 2024 સુધીમાં અક્ષય ઉર્જા ક્ષમતામાં વાર્ષિક ધોરણે 15.8 ટકાનો વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2025 દરમિયાન સરકારી સામાજિક સેવાઓ ખર્ચમાં 15% (કેન્દ્ર અને રાજ્યો માટે સંયુક્ત)ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધારો નોંધવામાં આવ્યો છે. વપરાશ ખર્ચમાં અસમાનતાના માપદંડ એવા ‘ગિની ગુણાંક’માં તાજેતરના વર્ષોમાં ઘટાડો થઈ રહ્યો છે (ગ્રામીણ વિસ્તારો માટે તે 2022-23માં 0.266 હતો તે ઘટીને 2023-24માં 0.237 થઈ ગયો છે અને શહેરી વિસ્તારો માટે, તે 2022-23માં 0.314 હતો તે ઘટીને 2023-24માં 0.284 થઈ ગયો છે), જે આવક વિતરણને ફરીથી આકાર આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં વતી પહેલનો સકારાત્મક પ્રભાવ પડતો હોવાનું પ્રતિબિંબિત કરે છે. શાળાકીય શિક્ષણના મોરચે, સરકાર વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, આમાં અન્ય આવશ્યક બાબતોમાં ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન, દીક્ષા, સ્ટાર્સ, પરખ, પીએમ શ્રી, ઉલ્લાસ, પીએમ પોષણ વગેરેનો સમાવેશ થાય છે.

સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 2022 સુધીના સમયગાળામાં દેશના કુલ આરોગ્ય ખર્ચમાં, સરકારી આરોગ્ય ખર્ચનો હિસ્સો 29.0 ટકા હતો તે વધીને 48.0 ટકા થઈ ગયો છે. આ જ સમયગાળા દરમિયાન, કુલ આરોગ્ય ખર્ચમાં જનતાને થતો વધારાના ખર્ચાનો હિસ્સો 62.6 ટકાથી ઘટીને 39.4 ટકા થઈ ગયો છે.

MSMEનું ક્ષેત્ર ભારતના અર્થતંત્રના એક ખૂબ જ ગતિશીલ ક્ષેત્ર

સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું ક્ષેત્ર ભારતના અર્થતંત્રના એક ખૂબ જ ગતિશીલ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. MSMEને ઇક્વિટી ભંડોળ પૂરું પાડવા માટે સરકાર દ્વારા રૂપિયા 50,000 કરોડના ભંડોળ સાથે આત્મનિર્ભર ભારત ભંડોળની શરૂઆત કરવામાં આવી છે.

સર્વેક્ષણમાં એવું કહેવામાં આવ્યું છે કે, વધુ પડતા નિયમનકારી અનુપાલનનો બોજ ઓછો કરીને સરકાર દ્વારા વ્યવસાયોને વધુ કાર્યક્ષમ બનવા, ખર્ચ ઘટાડવા અને નવી વૃદ્ધિની તકો ખોલવામાં મદદ થઈ શકે છે. આર્થિક સર્વેક્ષણમાં ઉમેરવામાં આવ્યું છે કે, નિયમનોના કારણે કંપનીઓમાં તમામ પરિચાલન સંબંધિત નિર્ણયોના ખર્ચમાં વધારો થાય છે. રાજ્યો માટે તેમની ખર્ચ ઘટાડા માટે નિયમનોની વ્યવસ્થિત સમીક્ષા કરવા માટે ત્રણ-પગલાંની પ્રક્રિયાની રૂપરેખા પણ તેમાં આપવામાં આવી છે. પગલાંઓમાં નિયમનમુક્તિ માટેના ક્ષેત્રોની ઓળખ, અન્ય રાજ્યો અને દેશો સાથે નિયમનોની વિચારપૂર્વક તુલના કરવાની કામગીરી અને વ્યક્તિગત સાહસો પર આ દરેક નિયમનના ખર્ચ અનુમાનનો સમાવેશ થાય છે. ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (EoDB) 2.0’ એ વ્યવસાય કરવાની અસુવિધા પાછળના મૂળ કારણોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય તેવી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પહેલ હોવી જોઈએ એ બાબત પર સર્વેક્ષણમા પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, EoDB માટે આગામી તબક્કામાં, રાજ્યોએ માપદંડો અને નિયંત્રણોને ઉદાર બનાવવા, અમલીકરણ માટે કાનૂની સલામતી સ્થાપિત કરવા, ટેરિફ અને ફીમાં ઘટાડો કરવા અને જોખમ-આધારિત નિયમન લાગુ કરવા પર નવતર પગલાં લેવા જરૂરી છે.

સર્વેક્ષણમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે તે અનુસાર, ભવિષ્ય પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2026 માટે ભારતની આર્થિક સંભાવનાઓ સંતુલિત છે. વૃદ્ધિની દિશામાં આગળ વધવામાં આવતા અવરોધોમાં ભૌગોલિક રાજકીય અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ તેમજ કોમોડિટીના ભાવમાં સંભવિત આંચકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે, ખાનગી મૂડી માલ ક્ષેત્રની ઓર્ડર બુકનું ટકાઉક્ષમ રોકાણ વૃદ્ધિમાં રૂપાંતરણ, ગ્રાહક વિશ્વાસમાં સુધારો અને કોર્પોરેટ વેતન વૃદ્ધિની બાબતો વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચાવીરૂપ ભૂમિકામાં રહેશે. કૃષિ સંબંધિત ઉત્પાદનમાં સુધારો, ખાદ્ય ફુગાવામાં અપેક્ષિત ઘટાડો અને એકધારા વ્યાપક-આર્થિક માહોલ દ્વારા સમર્થિત ગ્રામીણ માંગ નજીકના સમયગાળામાં વૃદ્ધિ માટે ઉછાળો પૂરો પાડે છે. એકંદરે, ભારતે પોતાની મધ્યમ ગાળાની વૃદ્ધિ સંભાવનાને વધુ મજબૂત બનાવવા માટે પાયાના સ્તરે માળખાકીય સુધારાઓ તેમજ નિયંત્રણમુક્તિ દ્વારા તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવો પડશે.

આ પણ વાંચો :  7 MLA ના રાજીનામા, અન્ય અનેક ધારાસભ્યોએ ઓફર આવી રહી હોવાના દાવા કર્યા

Tags :
Advertisement

.

×