BLO પર કામનું ભારણ: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો, રાજ્ય સરકારોને આપ્યા આદેશ
- BLO પરના કામના ભારણ અને કથિત મૃત્યુ મામલે SCનું કડક વલણ (Supreme Court BLO Workload)
- કોર્ટે રાજ્ય સરકારોને તાત્કાલિક વધારાનો સ્ટાફ ફાળવવા આદેશ કર્યો
- CJIએ ECIની દલીલ સામે સવાલ ઉઠાવ્યો: "રોજ 10 ફોર્મ ભરવા પણ બોજ છે?"
- બીમાર કે ગર્ભવતી કર્મચારીઓને ડ્યૂટીમાંથી મુક્તિ આપવા કેસ-ટુ-કેસ વિચારણાનો નિર્દેશ
- કોર્ટે કહ્યું: કોઈ એક વ્યક્તિ પર અત્યંત દબાણ ન આવવું જોઈએ
Supreme Court BLO Workload : સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પરના કામના ભારણ અને કથિત મૃત્યુના મામલે આકરી ટિપ્પણી કરી. CJIએ સ્પષ્ટતા કરી કે કોર્ટ શિયાળુ વેકેશન પહેલા SIR સંબંધિત કેસોની સુનાવણી પૂરી કરવા માંગે છે, તેથી આ મામલો આજે બપોરે 3 વાગ્યા સુધી જ સાંભળવામાં આવશે. અન્ય તમામ કેસોને મુલતવી રાખવામાં આવ્યા હતા.
CJIએ સ્પષ્ટ કર્યું કે બિહારના તર્ક પૂરા થયા પછી તમિલનાડુ અને ત્યારબાદ પશ્ચિમ બંગાળના કેસોની સુનાવણી હાથ ધરાશે. આ સમગ્ર બેચ SIRની બંધારણીય માન્યતા સાથે જોડાયેલી છે.
રોજ 10 ફોર્મ ભરવા પણ બોજ છે?'
ભારતીય ચૂંટણી પંચ (ECI) તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી કે હાલની વ્યવસ્થામાં દરેક બૂથ પર વધુમાં વધુ 1200 મતદારો છે અને BLOને 30 દિવસમાં 1200 ફોર્મ લેવાના હોય છે, જેને પંચે 'વધારાનો બોજ નથી' ગણાવ્યો.
આના પર CJIએ સવાલ કર્યો (Supreme Court BLO Workload)
વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે આ દલીલનો વિરોધ કરતાં કહ્યું કે વાસ્તવિકતામાં BLOને દરરોજ 40 ફોર્મ ભરવા પડે છે. ઘણા વિસ્તારોમાં તેમને બહુમાળી ઇમારતોમાં જઈને માહિતી એકઠી કરવી પડે છે, જે સખત મહેનતનું કામ છે. આના જવાબમાં ECIના વકીલે કહ્યું કે 70 વર્ષની ઉંમરે પણ તેઓ સીડીઓ ચઢી શકે છે, અને આ મામલાને 'રાજકીય દલીલ' તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.
BLOના મૃત્યુ અને કેસની ધમકીઓ (Supreme Court BLO Workload)
તમિલનાડુની એક રાજકીય પાર્ટીની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે SIR દરમિયાન 35-40 BLOનાં મોત થયા છે અને ઘણાને કલમ 32 હેઠળ નોટિસ આપવામાં આવી છે કે જો તેઓ લક્ષ્ય પૂરો નહીં કરે તો તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.
The Supreme Court has directed State governments to deploy additional staff so that working hours can be reduced for persons already deployed as Booth Level Officers (BLOs) to perform election duties as part of the Election Commission of India’s (ECI) Special Intensive Revision…
— ANI (@ANI) December 4, 2025
વરિષ્ઠ અધિવક્તા ગોપાલ શંકરનારાયણને કહ્યું કે જુદા જુદા રાજ્યોમાં અનાથ બાળકો અને શોકગ્રસ્ત પરિવારો છે. BLOs પર કેસ દાખલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આ શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો છે, શું તેમની સાથે આવું વર્તન કરી શકાય?
તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે માત્ર ઉત્તર પ્રદેશમાં જ 50 FIR નોંધાઈ છે અને ઘણી જગ્યાએ BLOsને 24-48 કલાકની સમય મર્યાદામાં કામ પૂરું કરવાની નોટિસ મોકલવામાં આવી રહી છે.
અરજદાર પક્ષે એમ પણ કહ્યું કે ઘણા BLO સવારે સ્કૂલમાં ભણાવ્યા પછી રાત્રે 3 વાગ્યા સુધી દસ્તાવેજો અપલોડ કરી રહ્યા છે, તે પણ નબળા નેટવર્ક અને Wi-Fi વગરના વિસ્તારોમાં. એક કિસ્સો એવો પણ સામે આવ્યો કે એક BLOને તેના લગ્ન માટે રજા પણ આપવામાં આવી ન હતી અને તેણે આત્મહત્યા કરી લીધી.
SCના મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો
સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો જારી કર્યા. CJIએ કહ્યું કે રાજ્ય સરકારોએ વધારાના કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ જેથી કાર્યભાર સમાનરૂપે વહેંચી શકાય.
- જો કોઈ કર્મચારી સ્વાસ્થ્ય, ગર્ભાવસ્થા, પારિવારિક કારણો અથવા અન્ય વ્યક્તિગત સંજોગોના કારણે SIR ડ્યૂટી કરી શકતો નથી, તો તેની માંગણી કેસ-ટુ-કેસના આધારે ધ્યાનમાં લેવામાં આવે.
- રાજ્ય સરકારો એવું ન સમજે કે તેમને કોઈ ચોક્કસ સંખ્યામાં જ સ્ટાફ આપવાનો છે. તેઓ જરૂરિયાત મુજબ સંખ્યા વધારી શકે છે. ECIએ જવાબ આપ્યો કે 91% ફોર્મ ડિજિટાઈઝ થઈ ગયા છે અને પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.
- વળતરની માંગ પર કોર્ટે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારો વ્યક્તિગત અરજી દ્વારા રાહત માંગી શકે છે.
- કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી 2027માં છે, તો SIRને ફક્ત બે મહિનામાં જ પૂરી કરવાની આટલી ઉતાવળ કેમ છે?
- ECIએ કહ્યું કે રાજ્ય પોલીસ પર તેમનો નિયંત્રણ નથી, તેથી નોટિસ અને કાર્યવાહી જરૂરી બને છે. જોકે કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે રાજ્ય સરકારો વધુ સ્ટાફ પૂરો પાડે, જેથી કોઈ એક વ્યક્તિ પર વધારે પડતું દબાણ ન આવે.
આ પણ વાંચો : મદીના-હૈદરાબાદ Indigo ફ્લાઈટમાં બોમ્બની અફવા: અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ


