ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BLO પર કામનું ભારણ: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો, રાજ્ય સરકારોને આપ્યા આદેશ

BLO પરના વધતા કાર્યભાર અને કથિત મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે આજે કડક વલણ અપનાવ્યું. કોર્ટે રાજ્ય સરકારોને તાત્કાલિક વધારાના કર્મચારીઓ તૈનાત કરવા આદેશ આપ્યો જેથી કામનું ભારણ સમાનરૂપે વહેંચાય. CJIએ કહ્યું કે ગર્ભાવસ્થા કે સ્વાસ્થ્યના કારણોસર મુક્તિ માંગતા કર્મચારીઓની અરજીઓ કેસ-ટુ-કેસ ધોરણે ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ એક કર્મચારી પર અત્યંત દબાણ ન આવવું જોઈએ.
03:58 PM Dec 04, 2025 IST | Mihirr Solanki
BLO પરના વધતા કાર્યભાર અને કથિત મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે આજે કડક વલણ અપનાવ્યું. કોર્ટે રાજ્ય સરકારોને તાત્કાલિક વધારાના કર્મચારીઓ તૈનાત કરવા આદેશ આપ્યો જેથી કામનું ભારણ સમાનરૂપે વહેંચાય. CJIએ કહ્યું કે ગર્ભાવસ્થા કે સ્વાસ્થ્યના કારણોસર મુક્તિ માંગતા કર્મચારીઓની અરજીઓ કેસ-ટુ-કેસ ધોરણે ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ એક કર્મચારી પર અત્યંત દબાણ ન આવવું જોઈએ.

Supreme Court BLO Workload : સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પરના કામના ભારણ અને કથિત મૃત્યુના મામલે આકરી ટિપ્પણી કરી. CJIએ સ્પષ્ટતા કરી કે કોર્ટ શિયાળુ વેકેશન પહેલા SIR સંબંધિત કેસોની સુનાવણી પૂરી કરવા માંગે છે, તેથી આ મામલો આજે બપોરે 3 વાગ્યા સુધી જ સાંભળવામાં આવશે. અન્ય તમામ કેસોને મુલતવી રાખવામાં આવ્યા હતા.

CJIએ સ્પષ્ટ કર્યું કે બિહારના તર્ક પૂરા થયા પછી તમિલનાડુ અને ત્યારબાદ પશ્ચિમ બંગાળના કેસોની સુનાવણી હાથ ધરાશે. આ સમગ્ર બેચ SIRની બંધારણીય માન્યતા સાથે જોડાયેલી છે.

રોજ 10 ફોર્મ ભરવા પણ બોજ છે?'

ભારતીય ચૂંટણી પંચ (ECI) તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી કે હાલની વ્યવસ્થામાં દરેક બૂથ પર વધુમાં વધુ 1200 મતદારો છે અને BLOને 30 દિવસમાં 1200 ફોર્મ લેવાના હોય છે, જેને પંચે 'વધારાનો બોજ નથી' ગણાવ્યો.

આના પર CJIએ સવાલ કર્યો (Supreme Court BLO Workload)

વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે આ દલીલનો વિરોધ કરતાં કહ્યું કે વાસ્તવિકતામાં BLOને દરરોજ 40 ફોર્મ ભરવા પડે છે. ઘણા વિસ્તારોમાં તેમને બહુમાળી ઇમારતોમાં જઈને માહિતી એકઠી કરવી પડે છે, જે સખત મહેનતનું કામ છે. આના જવાબમાં ECIના વકીલે કહ્યું કે 70 વર્ષની ઉંમરે પણ તેઓ સીડીઓ ચઢી શકે છે, અને આ મામલાને 'રાજકીય દલીલ' તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

BLOના મૃત્યુ અને કેસની ધમકીઓ (Supreme Court BLO Workload)

તમિલનાડુની એક રાજકીય પાર્ટીની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે  SIR દરમિયાન 35-40 BLOનાં મોત થયા છે અને ઘણાને કલમ 32 હેઠળ નોટિસ આપવામાં આવી છે કે જો તેઓ લક્ષ્ય પૂરો નહીં કરે તો તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.

વરિષ્ઠ અધિવક્તા ગોપાલ શંકરનારાયણને કહ્યું કે જુદા જુદા રાજ્યોમાં અનાથ બાળકો અને શોકગ્રસ્ત પરિવારો છે. BLOs પર કેસ દાખલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આ શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો છે, શું તેમની સાથે આવું વર્તન કરી શકાય?

તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે માત્ર ઉત્તર પ્રદેશમાં જ 50 FIR નોંધાઈ છે અને ઘણી જગ્યાએ BLOsને 24-48 કલાકની સમય મર્યાદામાં કામ પૂરું કરવાની નોટિસ મોકલવામાં આવી રહી છે.

અરજદાર પક્ષે એમ પણ કહ્યું કે ઘણા BLO સવારે સ્કૂલમાં ભણાવ્યા પછી રાત્રે 3 વાગ્યા સુધી દસ્તાવેજો અપલોડ કરી રહ્યા છે, તે પણ નબળા નેટવર્ક અને Wi-Fi વગરના વિસ્તારોમાં. એક કિસ્સો એવો પણ સામે આવ્યો કે એક BLOને તેના લગ્ન માટે રજા પણ આપવામાં આવી ન હતી અને તેણે આત્મહત્યા કરી લીધી.

SCના મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો

સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો જારી કર્યા. CJIએ કહ્યું કે રાજ્ય સરકારોએ વધારાના કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ જેથી કાર્યભાર સમાનરૂપે વહેંચી શકાય.

આ પણ વાંચો : મદીના-હૈદરાબાદ Indigo ફ્લાઈટમાં બોમ્બની અફવા: અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

Tags :
BLOBooth Level OfficerCJIECIelection dutyEmployee DeathSIRSpecial Intensive RevisionSupreme CourtWorkload
Next Article