Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન સરકારી પદ લઈશ અને ન... રિટાયરમેન્ટ પછી શું કરશે ચીફ જસ્ટિસ ગવઈ? જાણો પ્લાન

સીજેઆઈ ગવઈનો રિટાયરમેન્ટ પ્લાન: સરકારી પદ નહીં, પરામર્શ અને મધ્યસ્થતા પર ધ્યાન
ન સરકારી પદ લઈશ અને ન    રિટાયરમેન્ટ પછી શું કરશે ચીફ જસ્ટિસ ગવઈ  જાણો પ્લાન
Advertisement
  • સીજેઆઈ ગવઈનો રિટાયરમેન્ટ પ્લાન: સરકારી પદ નહીં, પરામર્શ અને મધ્યસ્થતા પર ધ્યાન
  • ન સરકારી પદ લઈશ અને ન... રિટાયરમેન્ટ પછી શું કરશે ચીફ જસ્ટિસ ગવઈ? જાણો પ્લાન

તમે ઘણીવાર જોયું હશે કે કોઈ મોટું કલાકાર કે ખેલાડી પોતાની કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈને રાજનીતિમાં પ્રવેશ કરે છે. વહીવટી અધિકારીઓને પણ ઘણીવાર આમ કરતા જોવામાં આવ્યા છે. જોકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) બી આર ગવઈએ પોતાના રિટાયરમેન્ટ પછીનો જે પ્લાન જણાવ્યો છે તેણે દરેકનું દિલ જીતી લીધું. તેમણે કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી પરામર્શ અને મધ્યસ્થતાનું કામ કરશે અને કોઈ પણ સરકારી પદ સ્વીકારશે નહીં.

સરકારી પદ નહીં લે
અમરાવતી જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં સ્વ. ટી આર ગિલ્ડા મેમોરિયલ ઈ-લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં સીજેઆઈ ગવઈએ કહ્યું, “મેં અગાઉ પણ ઘણા પ્રસંગો પર જાહેરાત કરી છે કે હું 24 નવેમ્બર પછી કોઈ સરકારી પદ સ્વીકારીશ નહીં, હું પરામર્શ અને મધ્યસ્થતાનું કામ કરીશ.” જણાવી દઈએ કે સીજેઆઈનો કાર્યકાળ 23 નવેમ્બરે સમાપ્ત થશે.

Advertisement

ક્યાં થયો હતો જન્મ?
જસ્ટિસ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. જસ્ટિસ ગવઈના પિતા રામકૃષ્ણ સૂર્યભાન ગવઈ મહારાષ્ટ્રના દિગ્ગજ રાજનેતા હતા. તેઓ એમએલસી, રાજ્યસભાના સભ્ય અને ત્રણ રાજ્યોના ગવર્નર રહ્યા હતા. આંબેડકરવાદી રાજનીતિ કરનારા તેમના પિતાએ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ગવઈ)ની સ્થાપના કરી હતી. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે સીજેઆઈ નિવૃત્તિ પછી કયું કામ કરે છે.

Advertisement

જણાવી દઈએ કે જસ્ટિસ ગવઈએ કાયદાનો અભ્યાસ અમરાવતી યુનિવર્સિટીમાંથી કર્યો હતો. લૉની ડિગ્રી લીધા બાદ 25 વર્ષની ઉંમરે તેમણે વકીલાત શરૂ કરી હતી. જસ્ટિસ બી આર ગવઈને 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ અને 2005માં સ્થાયી જજ બનાવવામાં આવ્યા હતા. 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદોન્નતિ પહેલાં તેમણે 16 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી હતી. જજ તરીકેના તેમના ઘણા નિર્ણયો ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

શુક્રવારે, ગવઈએ તેમના પિતા અને કેરળ તેમજ બિહારના ભૂતપૂર્વ ગવર્નર આર એસ ગવઈની યાદમાં અમરાવતીના તેમના વતન ગામ દરપુરમાં શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ પરિવારના સભ્યો સાથે પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે દરપુર ગામ જવાના માર્ગે બનનાર ભવ્ય દ્વારનો શિલાન્યાસ પણ કર્યો, જેનું નામ તેમના પિતા આર એસ ગવઈ, જેને લોકો દાદાસાહેબ ગવઈ તરીકે ઓળખતા હતા,ના નામે રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો- બિઝનેસમેન સંજય કપુરની રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં માતાનો ભાગ નહીં, વિવાદ શરૂ

Tags :
Advertisement

.

×