Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Supreme Court : પિતા સાથે રહેવા માટે પુત્રીએ માંગ્યા 1 કરોડ, સુપ્રીમ કોર્ટે માતાની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને કે. વિનોદની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.
supreme court   પિતા સાથે રહેવા માટે પુત્રીએ માંગ્યા 1 કરોડ  સુપ્રીમ કોર્ટે માતાની કાઢી ઝાટકણી
Advertisement
  • સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો
  • સુપ્રીમ કોર્ટમાં 12 વર્ષની છોકરીની કસ્ટડી અંગે સુનાવણી થઈ.
  • છોકરીએ તેના પિતા સાથે રહેવા માટે 1 કરોડ રૂપિયાની શરત મૂકી

Supreme Court : સુપ્રીમ કોર્ટમાં (Supreme Court )એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં એક બાળકીએ પિતા સાથે રહેવા માટે એક કરોડ રુપિયાની (child custody dispute)માંગ કરતાં કોર્ટ પણ ચોંકી ગઈ છે. બાળકીની કસ્ટડીને લઈને સુપ્રીમ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. તેમા બાળકીની નાણાંકીય (monetary demand)માંગના કારણે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી અને બાળકીની માતાની આકરી ઝાટકણી કાઢીને તેને ચેતવણી આપી હતી.

સુપ્રીમ કોર્ટે માતાને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે બાળકીના આ વલણને લઈને તેની માતાને ચેતવણી આપતા જણાવ્યું કહ્યું કે, 'તમે બાળકીની માનસિકતા બગાડી રહ્યા છો અને ભવિષ્યમાં તે તમને જ નુકસાન કરશે.' સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને કે. વિનોદની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. બાળકીના પિતાના વકીલે જણાવ્યું હતું કે, નીચલી કોર્ટે બાળકીની કસ્ટડી પિતાને આપી હતી, પરંતુ માતાએ હજી સુધી બાળકીને પિતાના હવાલે કરી નથી.

Advertisement

આ પણ  વાંચો -UDAIPUR FILES ફિલ્મનો મામલો હાઇકોર્ટમાં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

Advertisement

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

તેમણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ આ મામલાને પડકારવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત પિતાએ હાઇકોર્ટમાં માતાએ કોર્ટનો તિરસ્કાર કર્યાનો કેસ કર્યો હતો તે પણ ફગાવી દેવામાં આવ્યો. હવે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

આ પણ  વાંચો -ULPGM-V3 મિસાઇલનું સફળ પરીક્ષણ, ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો

બાળકીએ પિતા પર કર્યો હુમલો

સુનાવણી દરમિયાન પિતાના વકીલે કોર્ટને જણાવાયું હતું કે, બાળકીએ કોર્ટના આદેશને અવગણીને પિતા સાથે જવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે, મારી માતાને હેરાન કરી રહ્યા છો અને તમે મારી માતા સામે કેસ કર્યો છે. આ સિવાય બાળકીએ પોતાના પિતા પર દંડાથી હુમલો કર્યો હતો. બાળકીની માતાએ શાળાના દસ્તાવેજોમાંથી પણ બાળકીના પિતાનું નામ દૂર કરી દીધું છે.

કોર્ટે માતાને આપી ચેતવણી

ત્યાર બાદ, કોર્ટે માતાને આકરી ચેતવણી આપી છે કે તમે તમારા છૂટાછેડાના કેસમાં બાળકીને બિનજરુરી રીતે ખેંચી રહ્યા છો. ભવિષ્યમાં આ તમને જ ભારે પડશે. કોર્ટે છેવટે બંને પક્ષોની સંમતિથી આ મામલો મીડિએશન માટે મોકલી આપ્યો છે.

Tags :
Advertisement

.

×