Supreme Court : દિલ્હી-NCR ના તમામ રખડતાં કૂતરાને પકડવાનો SCનો આદેશ
- રખડતાં કૂતરાઓને લઈ SCનો કડક આદેશ
- કૂતરાઓને પકડી તેમને શેલ્ટર હોમમાં રખાસે
- કૂતરાઓને કોઈ પણ સંજોગમાં પરત નહીં છોડાય
Supreme Court : સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં(Supreme Court) રખડતાં કૂતરાઓના ( Stray dogs)હુમલાઓના કેસ મામલે સુઓમોટો અરજી પર સુનાવણી બાદ સરકાર, MCD અને NDMCને તાત્કાલિક ધોરણે તમામ રખડતાં કૂતરાઓને પકડવા આદેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કૂતરાઓને પકડી તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કેસમાં કોઈ ભાવનાઓ માટે જગ્યા નથી કારણ કે લોકોની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. પકડવામાં આવેલા કૂતરાઓને કોઈ પણ પરિસ્થિતિમાં પાછા છોડવામાં આવશે નહીં. કોર્ટે આઠ સપ્તાહની અંદર આશરે 5 હજાર કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
ચાર કલાકમાં તે કૂતરાને પકડવાનો નિર્દેશ
કૂતરાઓની ફરિયાદ ફરિયાદ કરવા માટે એક સપ્તાહમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૂતરા કરડવાની (Stray dogs)ફરિયાદ મળે તેના ચાર કલાકમાં તે કૂતરાને પકડી લેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ નિર્દેશોનું પાલન કરવામાં અવરોધ ઊભા કરશે તો તે કોર્ટની અવમાનના માનવામાં આવશે.આ ઉપરાંત પકડાયેલા કૂતરાઓને કોઈ પણ સંજોગમાં પરત નહીં છોડાય, 8 સપ્તાહની અંદર 5 હજાર કૂતરા માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચો -Uttarpradesh ના ફતેપુરમાં મકબરાને લઇને હોબાળો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો પહોંચ્યા
5,000 શ્વાનો માટે શેલ્ટર હોમ્સ બનાવવામાં આવે (Supreme Court )
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને સ્થાનિક નગર નિગમોને આદેશ આપતાં કહ્યું કે, આશરે 5,000 શ્વાનો માટે શેલ્ટર હોમ્સ બનાવવામાં આવે અને તેમને રોગપ્રતિકારક રસી આપવી અનિવાર્ય છે.
Delhi: On Supreme Court order to NCR, MCD and NDMC to remove all stray dogs from Delhi-NCR, Animal Activist, Adv. Gauri Mulekhi, says, "All the shelters for stray dogs in this country are run by animal welfare organizations; the government does not run any shelters for dogs. No… pic.twitter.com/xvZIkkkZCK
— IANS (@ians_india) August 11, 2025
આ પણ વાંચો -Uttar Pradesh : મુરાદાબાદમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા હડકંપ મચ્યો
એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા સ્ટે ઓર્ડર લઈ લેવાયો (Supreme Court )
કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે દિલ્હીમાં એક સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું, પણ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા સ્ટે ઓર્ડર લઈ લેવાયો, જેના કારણે કામ અટકી ગયું. આ પરિસ્થિતિને ગંભીર માનીને કોર્ટે પુછ્યું: "શું એ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ એ લોકોને પાછા લાવી શકે છે જેમને રેબીઝથી જીવ ગુમાવવો પડ્યો છે?
આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીના હસ્તે સાંસદો માટે બનાવાયેલા નવા ફ્લેટનું ઉદ્ઘાટન કરાયું
નાના બાળકોને સુરક્ષિત રાખવા તાકીદ
આદેશમાં સ્પષ્ટ જણાવાયું કે શ્વાનોને કોલોની, રસ્તા કે જાહેર સ્થળોએ છોડવા નહીં દેવા. ખાસ કરીને નાના બાળકોને સુરક્ષિત રાખવા તાકીદ કરાઈ છે.
શું આ તથાકથિત ડોગ લવર્સ એ બાળકોને પાછા લાવી શકે છે ?
સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સને વેધક સવાલ કર્યો હતો કે શું આ તથાકથિત ડોગ લવર્સ એ બાળકોને પાછા લાવી શકે છે જેમનું મોત આ શ્વાનના કરડવાથી થઇ છે. કોર્ટે સરકારી તંત્રને એક અઠવાડિયામાં હેલ્પલાઇન શરૂ કરવાનું પણ કહ્યું છે.


