SC : 'ગેરકાયદેસર લાકડા કાપવા...,' ભારે પૂર અને વરસાદ અંગે સુપ્રીમની કેન્દ્રને ફટકાર
- સુપ્રીમ કોર્ટે પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી (SC)
- ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ
- સંખ્યામાં લાકડાના ટૂંકડા ગંભીર મુદ્દો ટકોર
SC : સુપ્રીમ કોર્ટે (SC) ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ અંગે સખત ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં અસામાન્ય રીતે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. કોર્ટે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવીને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.
કેન્દ્ર સરકાર સહિત 4 રાજ્યોને નોટિસ ફટકારી (SC )
કેન્દ્ર સરકાર સહિત 4 રાજ્યોને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે, આ વર્ષે આપણે ખૂબ વરસાદ અને ભારે પૂર જોયા છે. આ અંગે રાજ્યો પાસેથી જવાબ માંગવામાં આવશે.
આ પણ વાંચો - West Bengal Assembly માં ભારે હોબાળો, TMC-BJP ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ
કેન્દ્ર સરકારને સૂચન આપ્યા (SC )
ચીફ જસ્ટિસે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં પૂરના પાણીમાં મોટી સંખ્યામાં લાકડાના ટૂંકડા તરતા હોવાના સમાચારને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, ગેરકાયદેસર લાકડા કાપવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ હશે. આ માત્ર કુદરતી આફત નહીં, પરંતુ માનવસર્જિત કૃત્યોથી સર્જાયેલી આફત હોઈ શકે છે. તેથી કેન્દ્ર સરકારને પણ ગંભીર ધ્યાન આપવા સૂચના આપવામાં આવ્યું છે.
પંજાબમાં વિનાશકારી પૂર
આ ચોમાસા દરમિયાન પંજાબે 1988 પછીનો સૌથી વિનાશકારી પૂર જોયું છે. રાજ્યના તમામ 23 જિલ્લા પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ખાસ કરીને ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર જિલ્લામાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે.
આ પણ વાંચો -Punjab Flood ને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય, શું ઘઉંની અછત સર્જાશે ?
ઘણા રાજ્યોમાં પૂરે તબાહી મચાવી છે
ઘણા દિવસોથી સતત ભારે વરસાદને કારણે, કેટલાક રાજ્યો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. પંજાબ રાજ્યમાં ભારે વરસાદને કારણે 30 થી વધુ લોકોનાં મોત થયા છે. ઘણા ગામડાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. પોલીસ વહીવટીતંત્ર અને સેના લોકો માટે રાહત કાર્યમાં રોકાયેલા છે.


