તમને કેવી રીતે ખબર પડી કે ચીને જમીન ઝડપી લીધી? રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
- કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુપ્રિમકોર્ટની ફટકાર
- ભારતીય સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર
- સુપ્રિમકોર્ટે રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલ
- તમારે સેના વિશે આવી વાતો ન કરવી જોઈએ?
નવી દિલ્હી: ભારતીય સેના પર ટિપ્પણી કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો છે કે, "તમને કેવી રીતે ખબર કે ચીને ભારતની જમીન હડપી છે?"
આ ટિપ્પણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "જો તમે સાચા ભારતીય હો, તો તમારે સેના વિશે આવી વાતો ન કરવી જોઈએ." કોર્ટે ઉમેર્યું કે, "જ્યારે સરહદ પર વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે શું આવી વાતો કરવી જોઈએ? તમે આ મુદ્દો સંસદમાં કેમ નથી ઉઠાવતા?"
Supreme Court pulls up Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over his alleged remarks on the Indian Army after a clash between the Indian and Chinese armies on December 9, 2022.
(File photo) pic.twitter.com/BPExyZ15k5
— ANI (@ANI) August 4, 2025
અભિષેક મનુ સિંઘવીએ કર્યો બચાવ:
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, "જો તેઓ (રાહુલ ગાંધી) કંઈ કહી જ ન શકે, તો તેમના વિપક્ષના નેતા હોવાનો શો ફાયદો?" આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "તેઓ આ સવાલ સંસદમાં કેમ નથી પૂછતા? સોશિયલ મીડિયા પર આવી ટિપ્પણીઓ શા માટે કરે છે?"
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સેના પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી. ગલવાનમાં ભારતીય અને ચીની સેના વચ્ચે તણાવ બાદ તેમણે કહ્યું હતું કે, "લોકો ભારત જોડો યાત્રા વિશે શું-શું પૂછશે, પરંતુ ચીની સૈનિકો દ્વારા આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ સવાલ નહીં પૂછે?" સાથે જ, તેમણે ચીન દ્વારા ભારતીય જમીન પર કબજાનો પણ દાવો કર્યો હતો. આ જ મામલે સુપ્રીમ કોર્ટે હવે આકરી ટિપ્પણી કરી છે


