Supreme Court : નિઠારી કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! CBI ની અપીલ ફગાવી
- નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડ મામલો SCનો નિર્ણય
- સુપ્રીમ કોર્ટે CBI ની અપીલ ફગાવી દીધી છે
- સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સીબીઆઈને મોટો ફટકો
Supreme Court : નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડ (Nithari killings)કેસમાં સુપ્રીમ કોર્ટે CBI ની અપીલ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સીબીઆઈને મોટો ફટકો પડ્યો છે. આ સાથે હવે એવું માનવામાં આવે છે કે નિઠારી કાંડનું કાનૂની પ્રકરણ લગભગ સમાપ્ત થઈ ગયું છે.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો
સુપ્રીમ કોર્ટમાં નિઠારી કાંડ કેસની સુનાવણી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ વિનોદ ચંદ્રનની ત્રણ સભ્યોની બેન્ચે સીબીઆઈની અપીલ ફગાવીને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો હતો. જણાવી દઈએ કે, હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંધેરને તમામ કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો -લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પડયો પથ્થર,ત્રણ જવાનના મોત
હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટની મહોર
જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે 16 ઓક્ટોબર,2023 ના રોજ બંને દોષિતોને ઘણા કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં અને મનિન્દર સિંહ પંધેરને બે કેસમાં ફાંસીની સજા રદ કરી હતી. આ નિર્ણય ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટના નિર્ણયને ઉલટાવીને આપવામાં આવ્યો હતો, જેણે નિઠારી કેસમાં બંનેને દોષિત ઠેરવ્યા હતા અને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
આ પણ વાંચો -'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ની ખૂલી પોલ
સુપ્રીમ કોર્ટે14 અપીલો ફગાવી
2006 ના નિઠારી હત્યાકાંડમાં આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવા સામે દાખલ કરાયેલી 14 અપીલો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ ખામી નથી. કોર્ટે કહ્યું કે સુરેન્દ્ર કોલીના નિવેદન બાદ પીડિતોની ખોપરી અને અન્ય વસ્તુઓ ખુલ્લા ગટરમાંથી મળી આવી નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપીનું નિવેદન નોંધ્યા વિના પોલીસે કરેલી વસૂલાત પુરાવા કાયદા હેઠળ સ્વીકાર્ય નથી. કોર્ટે કહ્યું કે આરોપીની પહોંચની અંદરની જગ્યાએથી થયેલી વસૂલાતને જ પુરાવા તરીકે ગણી શકાય.