અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આ લોકોને એડમિશનમાં નહીં મળે અનામત
- મેડિકલ કોર્સમાં કેટલીક હદ સુધી ડોમિસાઇલ અનામત યોગ્ય
- પીજી જેવા કોર્સમાં તજજ્ઞતાની જરૂર છે ત્યારે ડોમિસાઇલ અનામત અયોગ્ય
- સુપ્રીમ કોર્ટ દ્વારા ડોમિસાઇલ અનામત અંગે અપાયો સિમાચિન્હરૂપ ચુકાદો
નવી દિલ્હી : પીઠે તેમ પણ સ્પષ્ટ કર્યું કે સંવિધાનના અનુચ્છે 19 અંતર્ગત દરેક નાગરિકને ભારતના કોઇ પણ હિસ્સામાં નિવાસ કરવા, વ્યાપાર કરવા અને પ્રોફેશનલ કામ કરવા માટેનો અધિકાર આપ્યો છે.
મેડિકલ કોલેજમાં એડમિશન અંગે થયો હતો કેસ
Supreme court about Reservation : સમગ્ર દેશની મેડિકલ કોલેજમાં એડમિશન અંગે ચાલી રહેલી અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટનો ખુબ જ મહત્વપુર્ણ ચુકાદો આવ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં ડોમિસાઇલના આધારે અનામતનો લાભ નહીં મળે. કોર્ટે તેને અસંવૈધાનિક માન્યું છે.
આ પણ વાંચો : 25 સેક્ટર,41 ઘાટ અને 102 પાર્કિંગ... મહાકુંભનો કેટલો એરિયા જ્યાં હાજર છે 10 કરોડ લોકો
સંવિધાનના અનુચ્છેદ 144 નું ઉલ્લંઘન ગણાવ્યું
કોર્ટે આ સંવિધાનના અનુચ્છેદ 144 નું ઉલ્લંઘન ગણાવતા તેને લાગુ ન થઇ શકે તેવું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની પીઠમાં જસ્ટિસ ઋષીકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભટ્ટીનો સમાવેશ થાય છે. પીઠે કહ્યું કે, અમે તમામ ભારતના નિવાસી છીએ. અહીં રાજ્ય અથવા પ્રાંતીય ડોમિસાઇલ જેવું કંઇ જ નથી. માત્ર એક જ ડોમિસાઇલ છે અને તે છે ભારતીય.
ભારતનો નાગરિક ભારતીય છે કોઇ રાજ્યનો નહી
આ સાથે જ પીઠે સ્પષ્ટતા કરી કે, સંવિધાનના અનુચ્છેદ 19 અંતર્ગત દરેક નાગરિકને ભારતના કોઇ પણ હિસ્સામાં રહેવા, વ્યાપાર કરવા અને નોકરી કરવાનો અધિકાર છે. આ અધિકાર શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ સંદર્ભે પણ લાગુ થાય છે. અને ડોમિસાઇલ આધારિત કોઇ પણ પ્રતિબંધ પીજી સ્તર પર તેના મૌલિક સિદ્ધાંતોનુ હનન કરે છે.
આ પણ વાંચો : INDIA ગઠબંધનમાં પડી રહી છે તિરાડો! હવે મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા
ડોમિસાઇલ આધારિત અનામત કેટલીક હદે યોગ્ય
સુપ્રીમ કોર્ટે સ્વિકાર્યું કે, કેટલીક હદ સુધી ડોમિસાઇલ આધારિત અનામત અંડરગ્રેજ્યુએશન પ્રવેશમાં માન્ય હોઇ શકે પરંતુ પીજી મેડિકલ કોર્સમાં તેને લાગુ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, પીજી કોર્ટમાં તજજ્ઞતા અને કૌશલ મહત્વપુર્ણ હોય છે. જસ્ટિસ ધુલિયાએ આ નિર્ણયનું અવલોકન કરતા કહ્યું કે, પીજી મેડિકલ કોર્સમાં નિષ્ણાંત ડોક્ટરોની જરૂરિયા વધારે છે, માટે આવાસ આધારિત અનામત ઉચ્ચ સ્તર પર સંવિધાનના અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન થશે.
ડોમિસાઇલ આધારિત અનામત પીજીમાં શક્ય નહી
આ નિર્ણયમાં કોર્ટે તે વિદ્યાર્થીઓને રાહત આપી છે જે હાલમાં ડોમિસાઇલ આધારિત અનામત અંતર્ગત પીજીમાં એડમિશન લઇ ચુક્યા છે અથવા જેમણે પહેલા જ પોતાના પીજી મેડિકલ શિક્ષા પૂર્ણ કરી લીધી છે. પીઠે હ્યું કે, આ નિર્ણય ભવિષ્યમાં એડમિશનને પ્રભાવિત કરશે. જો કે જે વિદ્યાર્થી હાલમાં પીજી કોર્સ કરી રહ્યા છે અથવા તો પહેલા પૂર્ણ કરી ચુક્યા છે તેમને કોઇ ફરક નહિી પડે.
આ પણ વાંચો : Mahakumbh 2025: જાગી જાઓ, ભાગદોડ થવાની શક્યતા છે... શું આ અધિકારીને મહાકુંભમાં પરિસ્થિતિનો ખ્યાલ હતો?
ડૉ.તન્વી બહેલ વિરુદ્ધ શ્રેયી ગોયલ કેસનો ચુકાદો
આ મામલો 2019 માં ડૉ.તન્વી બહેલ વિરુદ્ધ શ્રેયી ગોયલ અને અન્ય સંદર્ભે સામે આવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે ચુકાદામાં પીજી મેડિકલ એડમિશનમાં ડોમિસાઇલ અનામતને અસંવૈધાનિક જાહેર કર્યું હતું. આ ગંભીર મામલાને જોતા સુપ્રીમ કોર્ટની એક મોટી પીઠ પાસે મોકલવામાં આવ્યો હતો. હવે ત્રણેય જજોની પીઠે આ મામલે પોતાનો ચુકાદો આપી દીધો છે.
આ પણ વાંચો : Mahakumbh : સંગમ નોઝ પર જાણો શું થયું, ઘટના કેવી રીતે બની?


