Tamil Nadu Accident : ફિલ્મી સ્ટાઈલમાં ડિવાઈડર તોડી ટ્રક સામેથી આવતા વાહનમાં ઘૂસી
- તમિલનાડુના અરુપ્પુકોટ્ટઈમાં રોડ પર અકસ્માતની ઘટના
- અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા
- ટ્રક બેકાબુ થઈને બીજી લેનમાં પહોંચ્યો
Tamil Nadu Accident : તમિલનાડુના અરુપ્પુકોટ્ટઈમાં એક રોડ અકસ્માતની (Tamil Nadu Accident)ઘટના બનવા પામી હતી, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના પલાયમપટ્ટી જંક્શન પાસે મદુરે-થૂથૂકડા નેશનલ હાઈવે પર બની હતી. મળતી માહિતી પ્રમાણે, કાચો માલ ભરેલું એક કન્ટેનર પલાની તરફ જઈ રહ્યું હતું, આ દરમિયાન બીજો ટ્રક આવી ગયો. આ ટ્રક બેકાબુ થઈને બીજી લેનમાં પહોંચ્યો અને બીજા ટ્રક સાથે અથડાઈ ગયો. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા.
દુર્ઘટનામાં 3 લોકોના મોત
વિરુધુનગર જિલ્લાના અરુપ્પુકોટ્ટઈની નજીક પલાયમપટ્ટી જંક્શનની પાસે આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે બંને ટ્રક પોતાની નક્કી કરેલી દિશામાં ચાલી રહ્યા હતા. પરંતું અચાનક એક માલવાહક ટ્રકે પોતાનો કંટ્રોલ ગુમાવી દીધો, જેનાથી તે બીજી લેનમાં પહોંચી ગયો, જ્યાં બીજો ટ્રક ઉભો હતો. સામે-સામે આવ્યા બાદ બંને વચ્ચે જોરદાર એક્સિડન્ટ થયું. આ ઘટનામાં બંને ટ્રક ડ્રાઈવરોની સાથે લગભગ 3 લોકોના મોત નિપજ્યા હતા.
Tamil Nadu: Three people, including the drivers of two lorries, killed on the spot in a head-on collision on the Madurai–Thoothukudi National Highway near the Palayampatti junction, near Aruppukottai in Virudhunagar district.
A container lorry transporting raw materials for…
— ANI (@ANI) July 10, 2025
આ પણ વાંચો -Ajmer Ramsetu Bridge:રૂ. 243 કરોડના ખર્ચે બનેલા 'રામસેતુ પુલ'માં મસમોટા ગાબડાં, કોર્ટે કહ્યું તાત્કાલિક....
આ ટ્રકમાં કાગળ બનાવવાનો માલ ભરેલો હતો, જે થુથુરકડીતી અરુપ્પુકોટ્ટઈથી પલાની તરફ જઈ રહ્યુ હતું. ત્યાં બીજો ટ્રક પણ માલવાહક જ હતો. જે મદુરાઈથી થૂથૂકડી તરફ જઈ રહ્યો હતો.


