Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમિલનાડુમાં Bomb ની ધમકીથી હડકંપ! CM સ્ટાલિન અને રાજ્યપાલ આવાસને ઉડાવી દેવાની ધમકી

Bomb Threat : તાજેતરમાં તમિલનાડુના રાજકીય અને જાહેર જીવનમાં ફરી એકવાર બોમ્બ ધમકીઓના કારણે ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ચેન્નાઈ નિવાસસ્થાન, રાજ્ય ભાજપના મુખ્યાલય અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશાના ઘરને લક્ષ્યાંક બનાવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.
તમિલનાડુમાં bomb ની ધમકીથી હડકંપ  cm સ્ટાલિન અને રાજ્યપાલ આવાસને ઉડાવી દેવાની ધમકી
Advertisement
  • તમિલનાડુમાં Bomb ની ધમકીના પગલે હડકંપ
  • CM અને રાજ્યપાલ આવાસને ઉડાડવાની ધમકી
  • ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ બની સતર્ક
  • સતર્કતાના ભાગરૂપે તમામ પરિસરની ચકાસણી
  • ધમકી આપનાર અંગે એજન્સીઓ દ્વારા તપાસ તેજ
  • અગાઉ પણ અનેકવાર ધમકીઓ મળી ચૂકી છે

Bomb Threat : તાજેતરમાં તમિલનાડુના રાજકીય અને જાહેર જીવનમાં ફરી એકવાર બોમ્બ ધમકીઓના કારણે ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ચેન્નાઈ નિવાસસ્થાન, રાજ્ય ભાજપના મુખ્યાલય અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશાના ઘરને લક્ષ્યાંક બનાવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ ધમકીઓએ સુરક્ષા એજન્સીઓને સફાળી જાગૃત કરી દીધી છે અને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.

ધમકીનું તાજું પ્રકરણ અને સઘન તપાસ

આ ઘટના ત્યારે બની છે જ્યારે ગત મહિનાની 15મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા પણ મુખ્યમંત્રી સ્ટાલિનને આવી જ ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ વિભાગોમાં દોડધામ મચી ગઈ હતી. તત્કાળ પગલાં લેતા, ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી. આ વ્યક્તિની ઓળખ ગણેશ તરીકે થઈ હતી. જોકે, આ વખતે માત્ર મુખ્યમંત્રીનું નિવાસસ્થાન જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણનું કેન્દ્ર ગણાતું ભાજપનું મુખ્યાલય અને એક જાણીતી અભિનેત્રીનું ઘર પણ નિશાના પર હતું. ધમકીના પગલે, સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક અસરથી તમામ પરિસરોની સઘન ચકાસણી શરૂ કરી દીધી છે અને ધમકી આપનાર વ્યક્તિ કે જૂથ અંગેની તપાસ વધુ તેજ બનાવી છે.

Advertisement

Advertisement

સતત નિશાના પર CM સ્ટાલિન (Bomb Threat)

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને બોમ્બ ધમકી મળવાની ઘટના નવી નથી, પરંતુ હવે તે લગભગ એક વણઝાર બની ગઈ હોય તેવું લાગે છે. પહેલા આપવામાં આવેલી ધમકીઓ પર એક નજર કરીએ તો આ વર્ષે જુલાઈ મહિનામાં પણ સ્ટાલિનના ચેન્નાઈ નિવાસસ્થાને બોમ્બની ધમકી મળી હતી. એક અહેવાલ મુજબ, ઓલ્ડ કમિશનર ઓફિસના કંટ્રોલ રૂમને એક કોલ આવ્યો હતો જેમાં વિનોદકુમાર નામના વ્યક્તિએ CM નિવાસસ્થાન પર બોમ્બ મૂક્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તપાસના અંતે આ કોલ બનાવટી (Mock call) સાબિત થયો હતો. તે સિવાય વર્ષ 2024 માં એક બનાવટી ધમકીવાળા ઈમેઈલે ચેન્નાઈ એરપોર્ટ પર ગભરાટ ફેલાવ્યો હતો. આ ધમકી સ્ટાલિન જે ફ્લાઇટમાં ચઢવાના હતા તેને લક્ષ્ય બનાવતી હતી. સંપૂર્ણ તપાસ અને ચકાસણી બાદ આ ઈમેઈલ પણ એક નકલી ધમકી હોવાનું જાહેર થયું હતું. ઓગસ્ટ 2023 માં, સ્ટાલિનના નિવાસસ્થાને બોમ્બની ધમકી આપવા બદલ એક યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. તે યુવકે પણ ફોન પર બોમ્બ મૂક્યાનો દાવો કર્યો હતો અને તરત જ ફોન કાપી નાખ્યો હતો.

ધમકીઓનો હેતુ

સતત મળી રહેલી ધમકીઓમાં મોટાભાગના કિસ્સાઓ બનાવટી સાબિત થયા છે, પરંતુ દરેક બનાવટી ધમકી પણ સુરક્ષા એજન્સીઓ માટે એટલી જ વ્યૂહાત્મક મુશ્કેલી ઊભી કરે છે. વારંવારની ધમકીઓ માત્ર વહીવટીતંત્રનો સમય અને સંસાધનો વેડફે છે એટલું જ નહીં, પરંતુ તે સુરક્ષા વ્યવસ્થા પર પણ અનાવશ્યક દબાણ સર્જે છે. સુરક્ષા એજન્સીઓ હવે આ ધમકીઓ પાછળના હેતુની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. શું આ માત્ર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી મજાક છે, સસ્તા પ્રચારનો પ્રયાસ છે, કે પછી કોઈ રાજકીય કે અંગત દુશ્મનીનો ભાગ છે? પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કોલ્સ ક્યાંથી ઉદ્ભવ્યા, કોલ કરનારાઓની માનસિકતા શું છે અને શું તેઓ કોઈ મોટા કાવતરાનો ભાગ છે, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :   Delhi High Court માં બોમ્બની ધમકીથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દોડતી થઇ

Tags :
Advertisement

.

×