Tirupathur Bus Accident: તમિલનાડુમાં બે સરકારી બસ વચ્ચે અકસ્માત, સાત લોકોના મોત,40થી વધુ ઇજાગ્રસ્ત
- Tirupathur Bus Accident: તમિલનાડુમાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં સાત લોકોના મોત,40 ઘાયલ
- સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી
રવિવારે તમિલનાડુના (Tamil Nadu) તિરુપથુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી બસો (, Government Bus Accident) સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હોવાની આશંકા છે અને લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ટક્કર એટલી ગંભીર હતી કે જાનહાનિનો આંકડો વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.
નોંધનીય છે કે તમિલનાડુના તિરુપથુર નજીક રવિવારે બપોરે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી બસો સામસામે ટકરાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હોવાની આશંકા છે, જ્યારે લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરો બસોમાં ફસાઈ ગયા હતા, જેને સ્થાનિક રહેવાસીઓ અને રેસ્કયુ ટીમોએ બહાર કાઢ્યા હતા. ઘાયલોને તાત્કાલિક શિવગંગાઈ સરકારી (Sivaganga Hospital) હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની ગંભીર હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
Tirupathur Bus Accident: ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અકસ્માત તિરુપથુર નજીક રસ્તાના એક પટ પર થયો હતો. અકસ્માત સમયે એક બસ કરાઈકુડી તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બસ મદુરાઈ તરફ જઈ રહી હતી. ટક્કરની તીવ્રતાને કારણે ઘણા મુસાફરો બસોમાં ફસાઈ ગયા હતા. જોકે, સ્થાનિક રહેવાસીઓ અને કટોકટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.
Tirupathur Bus Accident: ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં ખસેડાયા
ઘાયલોને તાત્કાલિક સારવાર માટે શિવગંગાઈ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ટક્કરના ચોક્કસ કારણો જાણી શકાય. તિરુપથુર અને આસપાસના વિસ્તારોમાં આ ગમખ્વાર ઘટનાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: બિહારના મોતીહારી-ગોપાલગંજ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત,છની હાલત ગંભીર


