Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tariff War : ટ્રમ્પ ભારત પર લાદશે 50 % ટેરિફ, અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ

અમેરિકાએ સમગ્ર વિશ્વના દેશો સાથે Tariff War શરુ કરી દીધું છે. અમેરિકાએ ભારત 50 % ટેરિફ પર લદાશે તેવું સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ છે.
tariff war   ટ્રમ્પ ભારત પર લાદશે 50   ટેરિફ  અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ
Advertisement
  • અમેરિકાએ સમગ્ર વિશ્વના દેશો સાથે Tariff War શરુ કરી દીધું છે
  • 50 % ટેરિફ પર લદાશે તેવું સત્તાવાર નોટિફિકેશ અમેરિકાએ જાહેર કર્યુ છે
  • ટ્રમ્પના ટેરિફની અસર ખાળવા માટે ભારતની તૈયારી
  • આજે દિલ્હીમાં PMO ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

Tariff War : અત્યારે સમગ્ર વિશ્વમાં અમેરિકાના Tariff War નો ખોફ વ્યાપી ગયો છે. હવે અમેરિકાએ ભારત પર 50 % ટેરિફ પર લદાશે તેવું સત્તાવાર નોટિફિકેશ જાહેર કર્યુ છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ એક ડ્રાફ્ટ નોટિસ જારી કરીને આ અંગે માહિતી આપી છે. જેમાં ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 % ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. વધેલો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ પહેલાથી જ ટેરિફ 25 % થી વધારીને 50 % કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ નિર્ણયથી 87 અબજ ડોલરની નિકાસ પર અસર પડી શકે છે. કાપડ, રત્ન, આભૂષણ, ચામડા, રસાયણ ક્ષેત્રને અસર થશે જ્યારે સમુદ્રી ઉત્પાદન, ઓટો પાર્ટ્સના ક્ષેત્ર પ્રભાવિત થશે.

Tariff War Gujarat First - 26-08-2025-

Tariff War Gujarat First - 26-08-2025-

Advertisement

Tariff War પાછળ અમેરિકાનો હેતુ

નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આ વધેલો ટેરિફ ભારતના તે ઉત્પાદનો પર લાગુ થશે જે 27 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:01 કલાક પછી વપરાશ માટે આયાત કરવામાં આવશે અથવા વેરહાઉસમાંથી દૂર કરવામાં આવશે. ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારતીય માલ પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી, જે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લાદવામાં આવી રહી છે. અમેરિકાની આ સમયમર્યાદા 27 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. અમેરિકાનો હેતુ આ ટેરિફ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવાનો છે. જેથી તેઓ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટોના ટેબલ પર આવે..

Advertisement

આ પણ વાંચોઃ Israel Hamas War: ઇઝરાયલે ફરી ગાઝા પર બોમ્બમારો કર્યો, 3 પત્રકારો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા

વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ પણ યુએસ ટેરિફ યુદ્ધ (Tariff War) સામે કડક વલણ અપનાવ્યું છે. ગતરોજ તેમણે અમદાવાદમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું, ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિત મોદી માટે સર્વોપરી છે. અમારા પર દબાણ વધી શકે છે, પરંતુ અમે દરેક મુશ્કેલી સહન કરીશું. પીએમ મોદીએ ભગવાન કૃષ્ણ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, ભારત 'ચક્રધારી' શ્રી કૃષ્ણ અને 'ચરખાધારી' મહાત્મા ગાંધીની શક્તિથી સશક્ત છે. તેમણે સંદેશ આપ્યો કે ભારત તેના હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. ટ્રમ્પના ટેરિફની અસર ખાળવા માટે ભારતે પણ તૈયારીઓ શરુ કરી છે. આજે દિલ્હીમાં PMO ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની છે.

Tariff War Gujarat First - 26-08-2025--

Tariff War Gujarat First - 26-08-2025--

આ પણ વાંચોઃ  Donald Trump ની નવી ટોપીની આટલી ચર્ચા કેમ, તેના પર શું લખ્યું છે?

Tags :
Advertisement

.

×