TB Mukt Bharat Abhiyan : ભારતમાંથી TB ને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન
- TB ની બીમારીને દેશમાંથી નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન (TB Mukt Bharat Abhiyan)
- 'TB મુક્ત ભારત અભિયાન' હેઠળ TB અંગે જનજાગૃતિ લાવવા કેન્દ્ર સરકારનો પ્રયાસ
- આ અભિયાન હેઠળ TB નાં દર્દીને પણ જાગૃતિ કરવાનો પ્રયાસ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો કેન્દ્રીય ક્ષય રોગ વિભાગ સતત કાર્યરત
- TB નાં લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સલાહ, સરકારે ખાસ નિ:ક્ષય પોષણ યોજનાની કરી શરૂઆત
TB Mukt Bharat Abhiyan : કેન્દ્રીય સરકાર દ્વારા ભારતમાંથી ટીબી (Tuberculosis) જેવા ગંભીર રોગને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાંથી TB ને સંપૂર્ણ પણે સમાપ્ત કરવાની દિશામાં અસરકારક સમુદાય ભાગીદારી, TB અંગે જનજાગૃતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા 'TB મુક્ત ભારત અભિયાન' ની શરૂઆત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) હેઠળનો કેન્દ્રીય ક્ષય રોગ વિભાગ (Central Tuberculosis Department) પણ સઘન જનજાગૃતિ અને સમુદાય ભાગીદારી દ્વારા TB મુક્ત ભારતનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યો છે.
TB અંગે જનજાગૃતિ, દેશમાંથી ટીબીને સંપૂર્ણ પણે દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય
'TB મુક્ત ભારત અભિયાન' નો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ટીબી અંગે જનજાગૃતિ લાવવાનો છે અને આ રોગને જડમૂળથી ખતમ કરી દેવાનો છે. જે કોઈ વ્યક્તિને TB નાં લક્ષણ જણાય છે તો તાત્કાલિક તબીબી સારવાર લેવાથી તેને સમયસર દૂર કરી શકાય છે. TB થતાં જલદી તબીબી સલાહ લેવાથી સારવાર પણ ઝડપી બને છે અને ગંભીર બીમારીનું જોખમ ઘટે છે. ઉપરાંત, TB ની બીમારી અન્ય લોકોમાં ફેલાતા પણ અટકાય છે.
આ સમૂહમાં TB ની બીમારીનું જોખમ વધુ
અમુક સમૂહમાં TB ની બીમારીનું જોખમ વધુ હોય છે આમાં, પહેલાથી જ જેમને શારિરીક બીમારી હોય અથવા છેલ્લા 5 વર્ષમાં જેમને TB ની બીમારી થઈ હોય, 30 વર્ષથી વધુની ઉંમર હોય, ધૂમ્રપાન અથવા દારૂનું સેવન કરતા હોય, કુપોષિત, TB નજીક સંપર્ક થયો હોય, ડાયાબિટીસ રોગી, HIV પીડિત લોકોનો સમાવેશ થયા છે. આવા લોકો TB નાં લક્ષણો દેખાતા જ તાત્કાલિક નજીકની સરકારી, ખાનગી હોસ્પિટલ અથવા આયુષ્માન આરોગ્ય મંદિરમાં (Ayushman Arogya Mandir) જઈ નિ:શુક્લ તપાસ અને સારવાર મેળવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ 'TB મુક્ત ભારત અભિયાન' માં જનભાગીદારી માટે અપીલ કરી છે.
આ પણ વાંચો - Catch the Rain Abhiyan :જળસંગ્રહ-જળસંચયની કામગીરી સુચારૂ રૂપે-ત્વરીત કરી શકાય તે હેતુથી આધુનિક હેવી મશિનરીની ખરીદી
શું છે નિ:ક્ષય પોષણ યોજના ?
પૌષ્ટિક આહાર TB સામે સૌથી મોટું હથિયાર છે. પૌષ્ટિક આહાર લેવાથી સારવારનાં વધુ સારા પરિણામ આવે છે. પૌષ્ટિક આહાર લેવાથી સ્વાસ્થયમાં પણ ઝડપી સુધારો જોવા મળે છે. નિ:ક્ષય પોષણ યોજના (Nikshay Poshan Yojana) હેઠળ સારવાર દરમિયાન TB નાં દરેક દર્દીને રૂ. 1000/ પ્રતિમાહની પોષણ સહાયતા તરીકે આપવામાં આવે છે. તમામ TB દર્દીઓ માટે પોષણ પૂરક (Nutrition Supplementation) આપવાની પણ જોગવાઈ છે. સાથે જ TB દર્દીની સારવાર દરમિયાન હજારો નિ:ક્ષય મિત્ર તેમને પોષણ કિટ આપે છે. તમે પણ નિ:ક્ષય મિત્ર બનીને TB દર્દીઓની મદદ કરી શકો છો. વધુ માહિતી https://www.nikshay.in/ પરથી મેળવી શકાશે. કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા TB Aarogya Sathi App પણ લોન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Status of Reservoirs-2025 : ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ
TB સંબંધિત ભેદભાવને દૂર કરવો પણ ઉદ્દેશ્ય
'TB મુક્ત ભારત' અભિયાન (TB Mukt Bharat Abhiyan) હેઠળ અન્ય એક ઉદ્દેશ્ય TB સંબંધિત ભેદભાવને દૂર કરવો પણ છે. એક્ટિવ TB દર્દીનાં સંપર્કમાં આવવાથી TB થવાની સંભાવના છે. પરંતુ, નિયમિત સારવાર શરૂ થતા જ TB દર્દીથી અન્યમાં બીમારીનું સંક્રમણ કે જોખમ સમાપ્ત થઈ જાય છે. હાથ મિલાવવાથી અથવા TB દર્દી સાથે સમય પસાર કરવાથી TB ની બીમારી ફેલાતી નથી. હાલ, TB ની તપાસ અને સારવાર ખૂબ જ સરળ છે ત્યારે ડર અને ભેદભાવ શા માટે ? શરમાવાની કે ગભરાવાની જરૂર નથી TB ની તપાસ જરૂરી છે. TB નાં લક્ષણો દેખાતા જ તાત્કાલિક નજીકની સરકારી, ખાનગી હોસ્પિટલ અથવા આયુષ્માન આરોગ્ય મંદિરમાં જઈ નિ:શુક્લ તપાસ અને સારવાર મેળવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ TB નાં દર્દીઓ અને લોકોમાં જનજાગૃતિને વધુ મહત્ત્વ આપવાની વાત કરી હતી.
આ પણ વાંચો - Rath Yatra 2025 : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે


