Pariksha Pe charcha: મારા અક્ષર સુધારવામાં શિક્ષકોએ..PMને પોતાની શાળા આવી યાદ
- પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
- તલ ગોળના લાડુ ખવડાવીને મોં મીઠુ કરાવ્યું
- આ વખતે આ મહેમાનોનો સમાવેશ
Pariksha Pe charcha: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હવે નજીકમાં છે ત્યારે પીએમ મોદી (PM MOdi)વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. પીએમ મોદીએ (PM MODI)વિદ્યાર્થીઓને તલ ગોળના લાડુ ખવડાવીને મોં મીઠુ કરાવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દૂરદર્શન અને પીએમઓની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત છે. પીએમ મોદી આઠમી વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે. જેથી બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં જે ડર છે. જે તણાવ છે તે દૂર થાય.
આ વખતે આ મહેમાનોનો સમાવેશ
આ વખતે બોલિવૂડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, મહિલા બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, સદગુરુ, પેરા એથ્લીટ અવની લેખારા, ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર, માઇન્ડ કોચ સોનાલી સભરવાલ, વેન્ચર કેપિટાલિસ્ટ રેવંત હિમત્સિંગકા, એચટીસી ઇન્ડિયાના સીઈઓ રાધિકા ગુપ્તા અને ટેક ગુરુ ગૌરવ ચૌધરી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેશે.
વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગે આપી સલાહ
પરીક્ષાઓ પર ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટેની ટિપ્સ આપી રહ્યા છે. તેમણે કહ્યું, કેટલા લોકોએ પાણી પીતા પહેલા તેનો સ્વાદ પણ ચાખ્યો છે? પીએમ મોદીએ વિદ્યાર્થીઓને વધુ પાણી પીવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કેવી રીતે ખાવું, શું ખાવું અને ક્યારે ખાવું તેના પર ધ્યાન આપવું જોઈએ.
પીએમ મોદીએ લીડરશિપ વિશે આપી સમજ
એક બિહારના વિદ્યાર્થીએ લીડરશિપને લઇને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે લીડર શિપ એટલે કુર્તા પાયજામા પહેરવુ, સ્ટેજ પર ભાષણ આપવુ તેવુ નથી હોતું. તમારે પોતાને તે માટે ઉદાહરણ રૂપ બનવુ પડે. પીએમ મોદીએ મોનિટરનું ઉદાહરણ આપીને બાળકોને લીડરશિપ વિશે સમજ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે રિસ્પેક્ટ તમે માંગી નથી શકતા તમારે તેના માટે તેવુ બનાવવુ પડે છે. તમારા વ્યવહાર પરથી તમને આદર મળે છે.
સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવો ?
PM મોદીએ માનસિક તણાવ દૂર કરવા માટે પણ બાળકોને સમજ આપી કે શું કરવુ જોઇએ. એક બાળકે ડાન્સમાં રસ હોવાનું જણાવ્યું અને કહ્યું કે ડાન્સ કરવાથી ફ્રેશ ફિલ થાય છે. ત્યારે પીએમ મોદીએ જણાવ્યું કે માતા પિતા એ ધ્યાન રાખે કે બાળકોને ગમતી પ્રવૃત્તિ કરવા દેવી જોઇએ. બાળકને તેનાથી સારુ ફિલ થાય છે. પીએમ મોદીએ કહ્યું જેટલુ ઇચ્છો તેટલુ જ્ઞાન મેળવો. પુસ્તકો વાંચો. પરંતુ સાથે ગમતી પ્રવૃત્તિ પણ કરવી.
મારા અક્ષર સુધારવામાં શિક્ષકોએ કરી મદદ, બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે તેમણે પોતાના દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા અક્ષરો સારા ન હતા. અક્ષર સુધારવા શિક્ષકોએ ઘણી મહેનત કરી હતી. આ દરમિયાન તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે મારા અક્ષર તો સારા ન થયા પણ તે શિક્ષકોના અક્ષર જરૂરથી સુધરી ગયા.
રોબોટની જેમ જીવવાનું નથી
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને લખવા પર ભાર મૂકવાની વાત કરી. તેમણે કહ્યું કે વ્યક્તિએ હંમેશા લખવાની આદત રાખવી જોઈએ, પછી ભલે તેની ઉંમર ગમે તે હોય. સાથે જ કહ્યું કે પુસ્તકિયા કીડા ન બનવું જોઈએ પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ શરમાવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે વ્યક્તિએ હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. સાથે જ કહ્યું કે અભ્યાસની સાથે આરામ કરવાની પણ જરૂર છે. તમારા માતા-પિતાને સમજાવો કે આપણે રોબોટની જેમ જીવવાની જરૂર નથી, આપણે માણસો છીએ.