ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RJD માંથી હાંકી કાઢ્યા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, પરિવારને યાદ કરતા લખી એક ભાવુક પોસ્ટ

તેજ પ્રતાપે પોતાના માતા-પિતાને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું?
07:59 AM Jun 01, 2025 IST | MIHIR PARMAR
તેજ પ્રતાપે પોતાના માતા-પિતાને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું?
Tej Pratap'gujarat first

Tej Pratap Yadav: જ્યારથી તેજ પ્રતાપને RJDમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ત્યારથી જ બધા તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેજ પ્રતાપે પોતાના માતા-પિતાને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું?

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજ પ્રતાપ યાદવની વધુ એક પોસ્ટે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેજ પ્રતાપ યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. અનુષ્કા પ્રકરણ પછી, તેમણે સોશિયલ મીડિયા પર તેમની માતા રાબડી દેવી અને પિતા લાલુ યાદવને યાદ કરીને પોસ્ટ કરી છે.

આ પણ વાંચો :  કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, 1 જૂનથી નવા દરો લાગુ થશે

તેજ પ્રતાપ યાદવે પોસ્ટ કરીને લખ્યું....

"પ્રિય મમ્મી પપ્પા... મારી આખી દુનિયા ફક્ત તમારા બેમાં જ સમાયેલી છે. તમે અને તમારા આદેશો મારા માટે ભગવાનથી પણ વધુ છે. તમે છો, તો મારી પાસે બધું છે. મને ફક્ત તમારા વિશ્વાસ અને પ્રેમની જરૂર છે બીજું કંઈ નહીં. પપ્પા, જો તમે ના હોતા, તો ન આ પાર્ટી હોત ના મારી સાથે રાજનીતિ કરવાવાળા અમુક જયચંદ જેવા લોભી લોકો હોત, બસ મમ્મી પપ્પા તમે બંને હંમેશા ખુશ અને સ્વસ્થ રહો."

આ પણ વાંચો :  UP : રાજીવ કૃષ્ણા યુપીના નવા DGP બન્યા, CM યોગીએ સોંપી મોટી જવાબદારી

Tags :
Bihar politicsemotional postFamily FirstGujarat FirstIndian PoliticsLalu YadavMihir Parmarpolitical-dramaRabri DeviRJD PoliticsTej Pratap ReactionTej Pratap Yadav
Next Article