Bihar Assembly Elections : રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ CM ચહેરો જાહેર કર્યો
- બિહારની રાજનીતિમાં શનિવારે મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. (Bihar Assembly Elections)
- તેજસ્વી યાદવે મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી
- નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
Bihar Assembly Elections: બિહારની રાજનીતિમાં શનિવારે મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. આરામાં વોટર અધિકાર (Bihar Assembly Elections)યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે ખુદને મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દીધો. આ દરમિયાન સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.
નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારે નકલી ગણાવ્યા. તેમણે કહ્યું કે, 'સરકારે તેમની યોજનાઓની નકલ કરીને જનતાની સામે રજૂ કરી રહ્યા છે. તેજસ્વી આગળ આગળ ચાલી રહ્યા છે અને સરકાર પાછળ પાછળ તેની નકલ કરી રહી છે.
આ પણ વાંચો -Rajnath Singh :કોઈ પરમાનેન્ટ દુશ્મન કે દોસ્ત નથી, US સાથે ટેરિફ વોરની વચ્ચે રક્ષામંત્રીનું મોટું નિવેદન
ઓરિજિનલ Vs ડુપ્લીકેટ મુખ્યમંત્રીનો સવાલ
પોતાના ભાષણ દરમિયાન તેજસ્વી યાદવે જનતાને સવાલ પૂછ્યો કે, તમારે ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ કે ડુપ્લીકેટ? જનતા હવે બદલાવ ઇચ્છે છે અને તેઓ જ બિહારના અસલી વિકલ્પ તરીકે ઉભા છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ્યારે રાહુલ ગાંધી સાથે તેજસ્વીને મુખ્યમંત્રી ચહેરો બનાવવાનો સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પરંતુ આજે આરાની રેલીમાં તેજસ્વીએ તેમની સામે જાહેરાત કરી દીધી કે મહાગઠબંધનનો ઓરિજિનલ મુખ્યમંત્રી ચહેરો તે છે.
આ પણ વાંચો -Mumbai : મરાઠા અનામતના મુદ્દા પર રાજકારણ ગરમાયું, હજારો આંદોલનકારીઓ રસ્તા પર ઉતાર્યા
'મુખ્યમંત્રી માટે તેજસ્વી જ ચહેરો'
સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે આરજેડી નેતા લાલૂ યાદવ સાથે મુલાકાત બાદ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'બિહારમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ જ હશે. તેજસ્વીએ રેકોર્ડ સંખ્યામાં નોકરીઓ આપી છે, કામ કરીને બતાવ્યું છે. તેમનાથી સારો મુખ્યમંત્રી ચહેરો કોઈ ન હોઈ શકે. અમે સૌ તેની મદદ કરીશું.'


