ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Telangana : બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કરૂણાંતિકા! 15 થી વધુ લોકોના મોત

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં ખનપુર ગેટ નજીક સરકારી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 15 થી વધુ લોકોના મોત થયા છે. અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે બચાવ ટીમો કલાકો સુધી મૃતદેહોને બહાર કાઢવા પ્રયત્નશીલ રહી.
10:05 AM Nov 03, 2025 IST | Hardik Shah
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં ખનપુર ગેટ નજીક સરકારી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 15 થી વધુ લોકોના મોત થયા છે. અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે બચાવ ટીમો કલાકો સુધી મૃતદેહોને બહાર કાઢવા પ્રયત્નશીલ રહી.
bus_truck_collision_in_Telangana_Gujarat_First

Telangana : તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આજે વહેલી સવારે એક દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું. ખાનપુર ગેટ પાસે સરકારી TGSRTC બસ અને કાંકરી ભરેલી ટીપર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હૃદયદ્રાવક ઘટના સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે બસ હૈદરાબાદ તરફ જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

બસના પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા

સ્થાનિક પોલીસ અને રાહત દળોએ તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. બસના પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હૈદરાબાદ રેફર કરવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, અકસ્માતનું મુખ્ય કારણ ખોટી દિશામાંથી આવી રહેલી ટીપર ટ્રક હોવાનું માનવામાં આવે છે. તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે અકસ્માતને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના” ગણાવી છે અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી ઝડપથી પૂરાં કરવા સૂચનાઓ આપી છે. તેમણે આરટીસીના મેનેજિંગ ડિરેક્ટર નાગી રેડ્ડી અને રંગારેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા કહ્યું છે.

Telangana ના CM Revanth Reddy એ રાહત-બચાવકાર્યની સૂચના આપી

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુખ્ય સચિવ (CS) અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને તાત્કાલિક ઘટના સ્થળે બચાવ ટીમ મોકલવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ હૈદરાબાદની હોસ્પિટલોમાં પૂરતી તબીબી સુવિધા ઉપલબ્ધ રાખવાની સૂચના આપી છે જેથી ઘાયલોને યોગ્ય સારવાર મળી શકે. આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની તૈયારી કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ખૂબ ઝડપથી આવી રહી હતી અને ખોટી લેનમાં ઘૂસતા બસને સીધી ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના કેટલાક મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

આ પણ વાંચો :   ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ED નો સકંજો! મની લોન્ડરિંગ કૌભાંડમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત

Tags :
Bus truck collisionbus truck collision in TelanganaGujarat FirstTelanganaTelangana AccidentTelangana Accident NewsTelangana News
Next Article