Terrible Accident in Uttar Pradesh : જૌનપુરમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5ના મૃત્યુ અને 7 ઘાયલ
- જૌનપુરમાં થયો ગમખ્વાર અકસ્માત (Terrible Accident in Uttar Pradesh)
- રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા અને 7 ઘાયલ થયા
- ટક્કર એટલી જોરદાર હતી કે રોડવેઝ બસના 2 ટુકડા થઈ ગયા
Terrible Accident in Uttar Pradesh : જૌનપુરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા જ્યારે 7 ઘાયલ થયા. જૌનપુરથી શાહગંજ જતી એક રોડવેઝ બસ ટ્રક સાથે અથડાતા આ કરુણાંતિકા સર્જાઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે હડકંપ મચી ગયો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય કર્યુ. ગત રાત્રે 11 કલાકની આસપાસ ખેતાસરાયના ગુરાની બજાર પાસે આ જીવલેણ અકસ્માત થયો. આ અકસ્માતમાં રોડવેઝ બસના 2 ટુકડા થઈ ગયા હતા આ બાબત પરથી આ અકસ્માતની ગંભીરતા ખ્યાલ આવી શકે છે.
કુલ 5 મુસાફરોના કરુણ મૃત્યુ નીપજ્યાં
ઉત્તર પ્રદેશના જૌનપુરથી શાહગંજ જતી એક રોડવેઝ બસ ટ્રક સાથે અથડાતા મોટો ગમખ્વાર અકસ્માત થયો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં 2 મહિલાઓ, 2 પુરુષો અને 1 બાળકનું મોત થયું હતું. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
#Jaunpur: A roadways bus and truck collided head-on at a turn in Gurani Bazaar of Khetasarai PS area, 5 passengers died on the spot, 7 are in critical condition. One injured was taken to Trauma Center Varanasi, the rest are being treated at district hospital. @Uppolice #जौनपुर pic.twitter.com/9DoxpfOgEC
— जय कृष्णा / Jay Krishna (@Jaykrishnalive) August 12, 2025
આ પણ વાંચોઃ Rajasthan : દૌસામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત, ખાટુશ્યામ તીર્થથી પરત ફરતા કાળ ભરખી ગયો
રોડવેઝ બસ ચાલની ભૂલ
જૌનપુરથી શાહગંજ જતી એક રોડવેઝ બસના ચાલકે કાબુ ગુમાવતા સામે તરફથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં 5 ના કરુણ મૃત્યુ નીપજ્યાં અને 7 ઘાયલ થયા. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. દિનેશ ચંદે જણાવ્યું હતું કે, રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એસપી ડૉ. કૌસ્તુભએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ, રોડવેઝ બસ ખોટી રીતે ગઈ હતી જેના કારણે તે સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું કે ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ BJP ના તમામ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં હાજર રહેવા આદેશ!


