Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો આતંક મસ્જિદ સુધી પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ SSP પર ગોળીબાર કર્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મસ્જિદ પર ગોળીબાર કરવામાં આવ્યો. તેના અંતર્ગત બારામુલ્લા જિલ્લામાં એક નિવૃત્ત SSP ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી માર્યા બાદ શંકાસ્પદ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં...
terrorist attack  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો આતંક મસ્જિદ સુધી પહોંચ્યો
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ SSP પર ગોળીબાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મસ્જિદ પર ગોળીબાર કરવામાં આવ્યો. તેના અંતર્ગત બારામુલ્લા જિલ્લામાં એક નિવૃત્ત SSP ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી માર્યા બાદ શંકાસ્પદ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ ડપરોક રીતે ક્યારેક ભારતીય સેનાના જવાનો તો.... ક્યારેક કશ્મીકના માસૂમ લોકો પર ગોળીબાર કરી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ દ્વારા ભવિષ્યમાં કોઈ મોટા ઈરાદાને અંજામ આપવામાં આવશે.

Advertisement

Advertisement

માહિતી કશ્મીર પોલીસના ટ્વીટર હેન્ડલથી પ્રસારિક થઈ

ત્યારે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે આતંકવાદીઓએ શેરી બારામુલાના ગંતમુલાના રહેવાસી મોહમ્મદ શફી પર હુમલો કર્યો હતો. નિવૃત્ત એસએસપી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા. ત્યારે મસ્જિજની આજુ બાજુમાં આવેલ વિસ્તારની તપાસ જાહેર કરવામાં આવી છે અને સુરક્ષા કર્મીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે.

જે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ પુંછ જિલ્લામાં ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારે આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. તે ઉપરાંત આ હુમાલાના શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓને સેનાએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તેમના શંકાસ્પદ રીત મોત નિપજ્યાં હતા. જો કે, સાવચેતીના પગલા તરીકે પૂંછ અને રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: સાવધાન ! કોરોનાના નવા વેરિઅન્ટથી તમે ગુમાવી શકો છે તમારો અવાજ

Tags :
Advertisement

.

×