Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Security Breach: સાંસદો દ્વારા સંસદમાં ધુમાડા કરનાર આરોપીઓને જોરદાર માર મારવામાં આવ્યો

  તાજેતરમાં સંસદની 22માં વર્ષગાંઠ પર સંસદમાં મોટી જાનહાની થતાં ટળી છે. શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ કૂદીને ફ્લોર પર આવ્યા હતા. તેઓએ સંસદની કાર્યરત કામગીરીમાં ધુમાડો કર્યો હતો. પરંતુ તાત્કાલિક...
lok sabha security breach  સાંસદો દ્વારા સંસદમાં ધુમાડા કરનાર આરોપીઓને જોરદાર માર મારવામાં આવ્યો
Advertisement

તાજેતરમાં સંસદની 22માં વર્ષગાંઠ પર સંસદમાં મોટી જાનહાની થતાં ટળી છે. શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ કૂદીને ફ્લોર પર આવ્યા હતા. તેઓએ સંસદની કાર્યરત કામગીરીમાં ધુમાડો કર્યો હતો. પરંતુ તાત્કાલિક બંને હુમલાખોરો ઝડપાઈ ગયા હતા. આ દરમિયાન કેટલાક સાંસદોએ તેમને જોરદાર માર માર્યો હતો.

Advertisement

સાંસદોએ લખનૌના રહેવાસી હુમલાખોર સાગરને વાળથી ખેંચી લીધો હતો. આ પછી ઘણા સાંસદોએ મળીને તેમને થપ્પડો માર્યા હતાં. ઘણા સાંસદોએ તેમને પકડી રાખ્યા, કેટલાક સાંસદોએ તેમની ધોલાઈ કરી હતી. જ્યારે સુરક્ષાકર્મીઓ તેને લઈ જઈ રહ્યા હતા ત્યારે તે આરોપી રડી રહ્યો હતો.

Advertisement

આ ઘટનાના સાક્ષી રહેલા કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ કહ્યું કે જ્યારે તે બંન્ને આરોપીઓ કૂદ્યા ત્યારે અમે સામે બેઠા હતા. જેણે પહેલા કૂદકો માર્યો તે સ્પીકર તરફ આગળ વધી રહ્યો હતો તેને પકડી પાડવામાં આવ્યો હતો. પછી અમે બીજાને પકડવાનું વિચાર્યું, તેથી અમે ત્યાં ગયા ત્યારે તેના હાથમાં સ્પ્રે હતો.

પરંતુ જ્યારે બીજા ઓરોપીએ કલર સ્પ્રે છોડ્યો હતો. ત્યારે સંસદમાં ચારે બાજુ અફરા-તફરી થઈ પડી હતી. ત્યારે તાત્કાલિક સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળ પર હાજર થઈ ગયા અને બંન્ને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં.

Tags :
Advertisement

.

×