PM MODi :'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય'
GST ReForms : PM મોદીએ જીએસટી રેટને લઈને પહેલી વાર ટીવી કેમેરાની સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવા જીએસટી રિફોર્મ (Gst ReForm) થી પનીરથી લઈને ડ્રાયફ્રુટ સુધી સસ્તું થઈ ગયું છે. જીએસટીને લઈને અમે જે વાયદો કર્યો હતો, તે પૂરો કર્યો. આ સુધારાનો ડબલ ડોઝ છે. જીએસટી ઘટાડવાથી લોકોની લાઈફસ્ટાઈલ સારી થશે.
આઝાદી પછી દેશનો સૌથી મોટો નિર્ણય (GST ReForms)
PM મોદીએ જીએસટી રિફોર્મ્સ પર કહ્યું કે, આ આઝાદી પછી દેશનો સૌથી મોટો નિર્ણય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે એક કાર્યક્રમ દરમ્યાન તેમણે જીએસટી રિફોર્મનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, સમય પર બદલાવ વિના, આપણે આજે વૈશ્વિક પરિસ્થિતિઓમાં આપણા દેશને તેના યોગ્ય સ્થાને લઈ જઈ શકતા નથી. મેં આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આગામી પેઢીને સુધારની જરુર છે. મેં દેશવાસીઓને એવું પણ વચન આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીઓનો ડબલ ધમાકો થશે.
#WATCH | Delhi | On #GSTReforms, Prime Minister Narendra Modi says, "... Now GST has become even simpler... On 22 September, which is the first day of Navratri, the next gen reform will be implemented as all these things are definitely related to the 'Matrishakti'."
(Source: DD… pic.twitter.com/EEx6Ssmx5i
— ANI (@ANI) September 4, 2025
આ પણ વાંચો -Manipur : શાંતિ અંગે મહત્વનું પગલું, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ
GST વધારે સરળ થઈ ગયો (GST ReForms)
PM મોદીએ કહ્યું કે,હવે જીએસટી વધારે સરળ થઈ ગયો છે.જીએસટીના મુખ્યત્વે બે જ રેટ થઈ ગયા છે.5 ટકા અને 18 ટકા. PM મોદીએ કહ્યું કે, 22 સપ્ટેમ્બર...સોમવાર એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી જીએસટીના નવા દરો લાગૂ થઈ જશે
આ પણ વાંચો -Delhi : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન, 20 દેશનાં 300 ડેલિગેટ્સ હાજર
અર્થવ્યવસ્થામાં પંચરત્ન જોડાયા
PM મોદીએ કહ્યું કે,જીએસટીમાં રિફોર્મ્સથી ભારતની શાનદાર અર્થવ્યવસ્થામાં પંચરત્ન જોડાયા છે. પહેલું, ટેક્સ સિસ્ટમ ખૂબ જ સરળ થઈ. બીજું, ભારતના નાગરિકોની ક્વાલિટી ઓફ લાઈફ વધશે. ત્રીજું. consumption અને growth બંનેને નવો બૂસ્ટર મળશે. ચોથું-ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસથી રોકણ અને નોકરીને બળ મળશે. પાંચમું, વિકસિત ભારત માટે cooperative federalism વધારે મજબૂત થશે.


