Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્ર સરકારે Port Blair નું બદલ્યું નામ, હવે આ નામે ઓળખાશે

કેન્દ્ર સરકારે Port Blair નું નામ બદલ્યું પોર્ટ બ્લેરનું નામ બદલાઈને 'શ્રી વિજય પુરમ' રખાયું રોસ આઇલેન્ડનું નામ બદલાઈને 'નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ' કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર (Port Blair) નું નામ બદલીને 'શ્રી...
કેન્દ્ર સરકારે port blair નું બદલ્યું નામ  હવે આ નામે ઓળખાશે
Advertisement
  • કેન્દ્ર સરકારે Port Blair નું નામ બદલ્યું
  • પોર્ટ બ્લેરનું નામ બદલાઈને 'શ્રી વિજય પુરમ' રખાયું
  • રોસ આઇલેન્ડનું નામ બદલાઈને 'નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ'

કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર (Port Blair) નું નામ બદલીને 'શ્રી વિજય પુરમ' (Sri Vijaya Puram) કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Union Minister Amit Shah) શુક્રવારે આની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે, પોર્ટ બ્લેર (Port Blair) નામ સંસ્થાનવાદી વારસાનું પ્રતીક છે. તેથી સરકારે તેનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, 'શ્રી વિજય પુરમ' નામ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં આંદામાન નિકોબારના યોગદાનને દર્શાવે છે.

અમિત શાહે ટ્વીટ કરી આપી માહિતી

કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું, "વડાપ્રધાન @narendramodi જીના રાષ્ટ્રને વસાહતી છાપમાંથી મુક્ત કરવાના વિઝનથી પ્રેરિત થઈને, આજે અમે Port Blair નું નામ બદલીને "શ્રી વિજય પુરમ" કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આગળ લખ્યું, "અગાઉના નામમાં વસાહતી વારસાની છાપ હતી. શ્રી વિજય પુરમ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મળેલી જીત અને તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓની અનોખી ભૂમિકાનું પ્રતીક છે. આંદામાન અને નિકોબાર ટાપુઓનું વિશેષ સ્થાન છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઈતિહાસ, જે એક સમયે ચોલ સામ્રાજ્યના નૌકા આધાર તરીકે સેવા આપતો હતો, તે આજે આપણી વ્યૂહાત્મક અને વિકાસની આકાંક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ આધાર બનવા માટે તૈયાર છે ત્યાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને અહીં સેલ્યુલર જેલ પણ છે, જ્યાં વીર સાવરકરજી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વતંત્ર રાષ્ટ્ર માટે લડ્યા હતા."

Advertisement

Advertisement

21 મોટા અનામી ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના અપાયા નામ

જણાવી દઈએ કે ગત જાન્યુઆરીમાં જ વીરતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેન્દ્રશાસિત પ્રદેશના 21 મોટા અનામી ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખ્યા હતા. વડાપ્રધાને નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડેલનું પણ અનાવરણ કર્યું, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવ્યું છે. આ ટાપુ પહેલા રોસ આઇલેન્ડ તરીકે ઓળખાતો હતો.

આ પણ વાંચો:  ચૂંટણીમાં AAP અને Congress વચ્ચે અત્યાર સુધીની લડાઈમાં પરિણામ કેવું રહ્યું?

Tags :
Advertisement

.

×