Nal Se Jal Yojana માં અનેક ફરિયાદો મળતા કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોની ગ્રાન્ટ અટકાવી
- Gujarat First ના અહેવાલની વ્યાપક અસર થઈ
- 'નલ સે જલ' યોજનામાં થતાં ભ્રષ્ટાચાર મામલે ગ્રાન્ટ અટકાવાઈ
- કેન્દ્ર સરકાર આ યોજનામાં સમીક્ષા બેઠક પણ કરવા જઈ રહી છે
Nal Se Jal Yojana : કેન્દ્ર સરકારના કાને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 'નલ સે જલ' યોજના (Nal Se Jal Yojana) માં થતાં ભ્રષ્ટાચારની ફરિયાદો અથડાતી હતી. થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે આ મુદ્દે ટકોર પણ કરી હતી. ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ મામલે અનેક વાર અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. આ અહેવાલોની અસરના પરિણામ સ્વરૂપ કેન્દ્ર સરકારે આ યોજનાની ગ્રાન્ટનો નવો ઈન્સ્ટોલમેન્ટ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અટકાવી દીધો છે.
નળ નંખાયા પણ પાણીનો અભાવ
કેન્દ્ર સરકારની 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચારા થવાની ફરિયાદો અવારનવાર થતી રહે છે. એવા અનેક રાજ્યો છે જેમાં લાભાર્થીના ઘરે નળ નાખી દેવામાં આવે છે પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી. આ કિસ્સમાં ગુજરાત સહિત અને રાજ્યોમાં ભ્રષ્ટાચાર થવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. કેન્દ્ર સરકારના કાને પણ આ ફરિયાદો પહોંચી છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C R Patil) 'નલ સે જલ' યોજનામાં થતી ગેરરીતિઓ અંગે ટકોર પણ કરી હતી.
'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
કેન્દ્ર સરકારે ગુજરાત સહિત અનેક રાજ્યોની અટકાવી ગ્રાન્ટ
'નલ સે જલ' યોજનામાં કેન્દ્ર સરકારે નવી ગ્રાન્ટ અટકાવી
યોજનામાં ઘણી જગ્યાએ નળ નાંખ્યા, પણ પાણી નથી આવતુ
અનેક સ્થાનોએથી કેન્દ્ર સરકારને મળી હતી ફરિયાદો
થોડા… pic.twitter.com/3EJuoyKOyO— Gujarat First (@GujaratFirst) July 8, 2025
આ પણ વાંચોઃ અદાણી પાવરે 600 મેગાવોટ વિદર્ભ પાવરનું સંપાદન પૂર્ણ કર્યું, કુલ ઉત્પાદન ક્ષમતા વધીને 18,150 MW થઈ
કેન્દ્ર સરકાર કરશે સમીક્ષા
'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચારોથી આખરે કેન્દ્ર સરકાર કંટાળી ગઈ છે. કેન્દ્ર સરકારે સતર્કતા વાપરીને હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોને મળતી 'નલ સે જલ' યોજનાની ગ્રાન્ટનો નવો ઈન્સ્ટોલમેન્ટ અટકાવી દીધો છે. કેન્દ્ર સરકાર 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે કડક પગલા લઈ રહી છે. કેન્દ્ર સરકારે ગ્રાન્ટ અટકાવવાનો નિર્ણય લેવા ઉપરાંત હવે આ સમગ્ર યોજના સંદર્ભે સમીક્ષા પણ કરવાની છે. જેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 'નલ સે જલ' યોજનામાં થતી કામગીરી, દાખવવામાં આવતી લાપરવાહી વગેરેની સમીક્ષા કરવામાં આવશે. 'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગેની સમીક્ષામાં ગુજરાત સહિતના રાજ્યોને આવરી લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થશે મેઘમહેર


