ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગગડતા રૂપિયાથી સરકારને નથી કોઈ ચિંતા, શું છે કારણ?

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. તેની સરખામણીમાં, રૂપિયો હવે 87 ના સ્તરે પહોંચી ગયો છે.
06:54 PM Feb 03, 2025 IST | MIHIR PARMAR
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. તેની સરખામણીમાં, રૂપિયો હવે 87 ના સ્તરે પહોંચી ગયો છે.
dollar Rupee

government is not worried about the rupee's depreciation : ડૉલરના મુકાબલે રૂપિયો 87 પર આવી ગયો છે, પરંતુ સરકારને રૂપિયાના ઘટાડાની કોઈ ચિંતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા સચિવ તુહિન કાંત પાંડેએ જે સંકેતો આપ્યા છે, તેના પરથી તો એવુ જ લાગી રહયું છે કે, સરકારને રૂપિયાના ગગડવાની કોઈ ચિંતા નથી. આખરે આનું કારણ શું?

સરકાર રૂપિયાના ઘટાડાથી બહુ ચિંતિત નથી

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. તેની સરખામણીમાં, રૂપિયો હવે 87 ના સ્તરે પહોંચી ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા સચિવ તુહિન કાંત પાંડેના શબ્દો પરથી તો એવુ જ લાગી રહ્યુ છે કે, સરકાર રૂપિયાના આ ઘટાડાથી બહુ ચિંતિત નથી. આ પાછળ એક નક્કર કારણ છે.

શું કહ્યું નાણા સચિવે ?

નાણા સચિવ તુહિન કાંત પાંડેએ સોમવારે કહ્યું હતું કે, રૂપિયાના મૂલ્ય અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે સતત કામ કરી રહી છે. રવિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કંઈક આવું જ કહ્યું હતું. નાણા સચિવનું આ નિવેદન ડોલર સામે રૂપિયો 87.29ના સર્વકાલીન નીચા સ્તરે આવી ગયા બાદ આવ્યું છે.

આ પણ વાંચો :  સ્વામી અવિમુક્તેશ્વરાનંદમાં શિબિરમાં વિવાદ, બે બટુકો વચ્ચે બબાલ, શંકરાચાર્ય પર ગંભીર આક્ષેપ

RBI વધઘટને નિયંત્રિત કરી રહી છે

તુહિન કાંત પાંડેએ કહ્યું કે, રૂપિયાના મૂલ્યને લઈને કોઈ ટેન્શન નથી. RBI રૂપિયામાં થતી વધઘટને નિયંત્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારતીય રૂપિયાની કિંમત કરન્સી માર્કેટ પર આધારિત છે. તેથી, તેના માટે કોઈ નિશ્ચિત દર નક્કી કરી શકાતો નથી. તેમનું કહેવું છે કે, વિદેશી રોકાણકારો દેશમાંથી સતત પૈસા પાછા ખેંચી રહ્યા છે, તેથી કરન્સી પર દબાણ છે.

રૂપિયા પર ટ્રમ્પ ટેરિફની અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ પછી, વિશ્વમાં વેપાર યુદ્ધ ફાટી નીકળવાના ભયને કારણે, ભારતીય ચલણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારના આંકડા મુજબ શનિવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી. તેમણે શેર વેચીને બજારમાંથી રૂ. 1,327.09 કરોડ પાછા ખેંચી લીધા છે.

RBIની માહિતી અનુસાર, 24 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $5.574 બિલિયન વધીને $629.557 બિલિયન પર પહોંચી ગયો છે. જ્યારે પાછલા કેટલાક સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું કારણ રૂપિયાની વધઘટને ઘટાડવા માટે વિદેશી મુદ્રા બજારમાં RBIનો હસ્તક્ષેપ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો :  રાજસ્થાનની ભજનલાલ સરકારે વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, સજાથી લઈને દંડ સુધીના ખાસ મુદ્દાઓ વાંચો

નાણામંત્રીએ કહી આ મોટી વાત

બજેટ બાદ PTIને આપેલા ઈન્ટરવ્યુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય રૂપિયાના વિનિમય દરમાં ઘટાડા અંગેની ટીકાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, રૂપિયામાં આ ઘટાડો માત્ર ડોલરની મજબૂતાઈને કારણે છે. દેશનો આર્થિક પાયો મજબૂત છે અને તેના કારણે વિશ્વની અન્ય તમામ કરન્સીની સરખામણીમાં રૂપિયો સ્થિર રહે છે.

તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ ટકાનો ઘટાડો ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી આયાત મોંઘી થઈ છે, પરંતુ એ વાત સાચી નથી કે તેના વિનિમય દરમાં સર્વાંગી ઘટાડો થયો છે. તેણીએ કહ્યું કે, તે રૂપિયાના ઘટાડાને લઈને ચિંતિત છે, પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો છે તેવી ટીકાને તેણે સ્વીકારી નથી.

આ પણ વાંચો :  રજનીકાંતની સૌથી સુપર હિટ ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસરે આપઘાત કર્યો

Tags :
depreciation of the rupeeDollarDonald Trumpgovernmentgovernment is not worried about the depreciationGujarat FirstindicationsMihir ParmarNirmala SitharamanReasonRupeeRupee's depreciationstrengthening continuouslyTuhin Kant PandeyWorried
Next Article