Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાજ્યમાં સરકાર ધંધો કરવા આપશે ₹10 કરોડ સુધીની લોન, જાણો કોને મળશે ફાયદો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે મહિલા ઉદ્યોગસાહસિકો માટે ₹10 કરોડ સુધીની કોલેટરલ-મુક્ત લોન અને તમામ ઘરેલુ પાણી બિલ પર લેટ પેમેન્ટ સરચાર્જ (LPSC)માં સંપૂર્ણ માફીની જાહેરાત કરી, જેનાથી મહિલાઓ અને નાગરિકોને મોટી આર્થિક રાહત મળી. આ પગલાં સાથે દિલ્હી સરકાર મહિલાઓના સશક્તિકરણ અને શહેરના લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આગેવાની કરે છે.
આ રાજ્યમાં સરકાર ધંધો કરવા આપશે ₹10 કરોડ સુધીની લોન  જાણો કોને મળશે ફાયદો
Advertisement
  • Delhi government દ્વારા મહિલા અને નાગરિકોને મોટી આર્થિક રાહત
  • દિલ્હી CM રેખા ગુપ્તાનું મહિલા ઉદ્યોગસાહસિકો માટે મોટી જાહેરાત
  • દિલ્હીમાં મહિલાઓને 10 કરોડ સુધીની લોન, નાગરિકોને બિલમાં રાહત

Delhi government schemes : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીના રહેવાસીઓ અને ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો માટે 2 મહત્વપૂર્ણ અને મોટી જાહેરાતો કરીને રાહત અને પ્રોત્સાહન આપ્યું છે. એક તરફ, તેમણે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગસાહસિકોને ₹10 કરોડ સુધીની કોલેટરલ-મુક્ત લોન આપવાની યોજનાની ઘોષણા કરી, તો બીજી તરફ દિલ્હીવાસીઓને ઘરેલુ પાણીના બિલ પર લેટ પેમેન્ટ સરચાર્જ (LPSC)માં સંપૂર્ણ માફી આપીને મોટી આર્થિક રાહત પૂરી પાડી છે.

મહિલા ઉદ્યોગસાહસિકો માટે 'સુવર્ણ યુગ' અને ₹10 કરોડની લોન

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ફર્સ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ભારતમાં MSME ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન" અહેવાલના લોન્ચ પ્રસંગે સભાને સંબોધિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસ માટે કાર્યબળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અગાઉની સરકારો ભારતની મોટી વસ્તીને બોજ માનતી હતી, પરંતુ મહિલાઓને સશક્ત બનાવીને આ મોટી વસ્તીને સંપત્તિમાં પરિવર્તિત કરી શકાય છે. આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકીને કહ્યું કે, "જ્યારે અડધી વસ્તી તેમના ઘરોમાં સીમિત હોય ત્યારે દેશ કેવી રીતે વિકાસ કરી શકે?" સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી દરેક શક્ય સમર્થનની વાત કરતા, મુખ્યમંત્રીએ આ સમયગાળાને મહિલા સશક્તિકરણ માટે "સુવર્ણ યુગ" ગણાવ્યો.

Advertisement

Advertisement

નવી જાહેર કરાયેલી યોજના હેઠળ, દિલ્હી સરકાર માત્ર મહિલા ઉદ્યોગસાહસિકોને જ લાભ આપશે. આ યોજના તેમને ₹10 કરોડ સુધીની કોલેટરલ-મુક્ત (કોઈ ગેરંટી વિનાની) લોન પૂરી પાડશે. મુખ્યમંત્રીના મતે, આ યોજના દ્વારા ઉદ્યોગસાહસિકો તેમના વિચારો અને સખત મહેનત દ્વારા તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે, જેને સરકાર તરફથી મજબૂત સમર્થન મળશે.

પાણીના બિલ પર 100% સરચાર્જ માફીની મોટી રાહત

દિલ્હીવાસીઓને આર્થિક બોજમાંથી રાહત આપતા, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘરેલુ પાણીના બિલની ચુકવણીમાં વિલંબ થવા પર વસૂલવામાં આવતા લેટ પેમેન્ટ સરચાર્જ (LPSC)માં મોટી માફીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આગામી વર્ષની 31 જાન્યુઆરી, 2026 સુધીના વિલંબિત ઘરેલુ પાણીના બિલ ચુકવણી પર વસૂલવામાં આવતો સરચાર્જ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. જણાવી દઇએ કે, દિલ્હી સરકાર આ યોજના દ્વારા ₹11,000 કરોડથી વધુનો સરચાર્જ માફ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘરેલુ ગ્રાહકોને 31 જાન્યુઆરી, 2026 થી 31 માર્ચ, 2026 સુધીના સમયગાળા માટે LPSC પર 70 ટકા માફી મળશે. આ નિર્ણયથી દિલ્હીના લાખો ગ્રાહકોને મોટી રાહત મળશે જેઓ લેટ પેમેન્ટ સરચાર્જના ભારે બોજ હેઠળ હતા. 31 જાન્યુઆરી, 2026 પછી સંપૂર્ણ માફી લાગુ નહીં થાય, તેથી નાગરિકોને સમયસર આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :   લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા: બિહારમાં અલીનગર બેઠક પરથી મળી શકે છે ટિકિટ

Tags :
Advertisement

.

×