MLA Pooja Pal : CM Yogi ના વખાણ કરવા ધારાસભ્યને ભારે પડ્યા !
- MLA પૂજા પાલને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા (MLA Pooja Pal)
- CM Yogi સરકારના વખાણ કરવા ભારે પડ્યા
- સમાજવાદી પાર્ટીમાંથી ચોથા ધારાસભ્યની હકાલપટ્ટી
MLA Pooja Pal : સમાજવાદી પાર્ટીએ બળવાખોર ધારાસભ્ય પૂજા પાલને (MLA Pooja Pal) પાર્ટીમાંથી હાંકી કાઢી છે. તેમના વિરુદ્ધ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવા, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવા અને પહેલા ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂજા પાલે ગૃહમાં અતિક અહેમદ અંગે મુખ્યમંત્રીની ઝીરો ટોલરન્સ નીતિનું સમર્થન કર્યું હતું, જેના કારણે સપા નેતૃત્વ ગુસ્સે થયું હતું.
પૂજા પાલને ખુલ્લેઆમ CM ના વખાણ કર્યા
એક દિવસ પહેલા, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 'વિઝન ડોક્યુમેન્ટ 2047' પર 24 કલાકની મેરેથોન ચર્ચા દરમિયાન, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલને ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા.તેણે ગૃહમાં કહ્યું હતું કે બધા જાણે છે કે તેમના પતિને કેવી રીતે અને કોણે માર્યો, આવા મુશ્કેલ સમયમાં મુખ્યમંત્રીએ તેમની વાત સાંભળી અને તેમને ન્યાય મળ્યો, જેના માટે તેઓ તેમનો આભાર વ્યક્ત કરે છે.
શૂન્ય સહિષ્ણુતાના અભિગમને સંપૂર્ણ સમર્થન આપું છું
પૂજા પાલે વધુમાં કહ્યું કે 'પ્રયાગરાજમાં, મુખ્યમંત્રીએ તેમના જેવી ઘણી મહિલાઓને ન્યાય આપ્યો છે અને ગુનેગારોને સજા આપી છે. તેમણે કહ્યું કે રાજ્યના લોકો આજે મુખ્યમંત્રી પર વિશ્વાસ કરે છે, 'મુખ્યમંત્રીએ મારા પતિના ખૂની અતીક અહેમદને ખતમ કરવા માટે કામ કર્યું હતું, અને હું તેમના શૂન્ય સહિષ્ણુતાના અભિગમને સંપૂર્ણ સમર્થન આપું છું.'
Uttar Pradesh | Samajwadi Party expels its MLA Pooja Pal for anti-party activities and indiscipline. https://t.co/cnE7hzb0Pe pic.twitter.com/oSSTgT9W1g
— ANI (@ANI) August 14, 2025
આ પણ વાંચો -MEA : 'પાક મોં સંભાળીને બોલ, નહિતર ભોગવવા પડશે ગંભીર પરિણામ'
રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ
પૂજા પાલે તાજેતરમાં યુપીમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ કર્યું હતું. તાજેતરમાં, સપાના વડા અખિલેશ યાદવે ત્રણ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ધારાસભ્ય મનોજ પાંડે, રાકેશ પ્રતાપ સિંહ અને અભય સિંહને હાંકી કાઢવામાં આવ્યા હતા પરંતુ તે સમયે અખિલેશ યાદવે તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે પૂજા પાલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો -ઓપરેશન સિંદૂરનાં જાંબાજોનું સન્માન, વાયુસેનાનાં 36 , BSF ના 16 જવાનને પુરસ્કાર
ફૂલપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા
સપા સામે બળવો કરનાર પૂજા પાલ કૌશાંબીની ચૈલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આ પહેલા પણ, તે પ્રયાગરાજની ફુલપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપક પટેલના સમર્થનમાં મત માંગી રહી હતી,જ્યારે આ બેઠક પર સપા અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા હતી. તેમના આ પગલાથી ઘણા સપા નેતાઓ નારાજ હતા.


