લોહીથી લથબથ હતો તે વ્યક્તિ, હોસ્પિટલ ઉતાર્યા બાદ ખબર પડી કે તે સૈફ અલી ખાન હતો: ઓટો ડ્રાઇવરનું નિવેદન
- લોહીથી લથબથ હાલતમાં તે વ્યક્તિ ચાલીને મારી રિક્ષામાં બેઠો
- કુર્તો અને ઝભ્ભો પહેરેલો હતો અને તેની સાથે એક નાનુ બાળક હતું
- હોસ્પિટલ ઉતર્યા બાદ મને ખબર પડી કે તે સૈફ અલી ખાન હતો
Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર જ્યારે હુમલો થયો હતો ત્યારે તેને રીક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઇ જવાયા હતા. હવે ઓટો ડ્રાઇવરે આ રાતની સમગ્ર કહાની જણાવી છે. ABP ન્યૂઝ સાથે તેણે સમગ્ર મામલે વાત કરી હતી.
ગુરૂવારે સૈફ પર થયો જીવલેણ હુમલો
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન પર ગુરૂવારે ચાકુથી એટેક થયો હતો. આ એટેક બાદ તે લોહીથી લથબથ ઓટોમાં બેસીને હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે ઓટો ડ્રાઇવરે તે રાત્રે શું થયું તે અંગે સંપુર્ણ વાર્તા જણાવી હતી.
આ પણ વાંચો : MahaKumbh: 4 વર્ષ ગર્લફ્રેંડ સાથે રહ્યા IIT બાબા અભય સિંહ અને...
એક મહિલાએ બુમાબુમ કરીને રિક્ષા બોલાવી
ઓટો ડ્રાઇવરે કહ્યું કે, અમે તો આવી રહ્યા હતા, તો અવાજ આવ્યો. એક આંટી ઉભા હતા તેઓ દુરથી આવી રહ્યા હતા તો તેમને રિક્ષા રિક્ષા કરીને કરીને બુમાબુમ કરી હતી. હું પહેલા ગભરાઇ ગયો. ફરી ગેટથી પણ અવાજ આવ્યો. તો મે યુટર્ન લીધો અને ગેટની તરફ ગયો અને ત્યાં ગાડી લગાવી હતી.
Saif Ali Khan Attack Case: આની રિક્ષામાં બેસીને સૈફ અલી ખાન પહોંચ્યો હતો હોસ્પિટલ#SaifAliKhan #Rikshaw #Hospital #SaifAliKhanAttack #BigBreaking #Bollywood #GujaratFirst pic.twitter.com/NZqWLFlsyL
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
સૈફ અલી ખાન હોય તેવી મને ખબર નહોતી
ડ્રાઇવરે કહ્યું કે, તે સમયે મે તે નહોતું જોયું કે, સૈફ અલી ખાન, તેમણે પૈંટ કુર્તો પહેરેલો હતો. તે લોહીથી લથબથ હતો. આખા શરીર પર ઘા હતા. હું જોઇને થોડા સમય માટે તો ચોંકી ઉઠ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલ પહોંચ્યા તો હું તેમને ઇમરજન્સી ડોર પર લઇને ગયો. ત્યાં એમ્બ્યુલન્સ ઉભેલી હતી. એમ્બ્યુલન્સ હટી પાછળ ત્યાર બાદ રિક્શા સાઇડમાં લગાવી હતી. પછી મે જોયું કે તે કોઇ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ કોઇ સ્ટાર છે અને તે પણ આવી સ્થિતિમાં છે.
આ પણ વાંચો : Pune Accident: ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત,CM ફડણવીસે દુ:ખ વ્યક્ત કર્યુ
નાનો બાળક હતો સૈફની સાથે
ડ્રાઇવરે જણાવ્યું કે, સૈફ પોતે ચાલીને આવ્યા હતા. ઘણા લોકો સાથે હતા. લેડીઝ પણ હતી. નાનો બાળક પણ તેની સાથે હતો. કદાચ બાળક હશે. રિક્ષામાંથી ઉતરીને તે પોતે જ ચાલતા ચાલતા ગયા હતા. તેની ગર્દનમાં ઇજા હતી. પીઠ પર ઘા હતા. એવું લાગતું હતું કે લોહી વધારે વહી રહ્યું હતું. જ્યારે ઉતર્યા તો મારી રિક્ષા પણ લાલ આંખો હતી. ત્રણ લોકો હતા. મે તેમની પાસેથી કોઇ ભાડુ પણ લીધું નહોતું. સૈફ અલી ખાન ખુબ જ ગભરાયેલા નહોતા. આરામથી ઓટોમાંથી ઉતર્યા હતા. એવું લાગતું હતું કે તેમનો આંતરિક ઝગડો હોય. અંદરો અંદર ઇંગ્લીશમાં વાત કરી રહ્યા હતા. ઓટોમાં સૈફની સાથે બે લોકો બીજા પણ હતા. એક નાનો બાળક અને એક પુરૂષ. સૈફ સતત પોતાના નાના બાળક સાથે વાતો કરી રહ્યા હતા.
હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે તે સૈફ હતો
ડ્રાઇવરે કહ્યું કે, હોસ્પિટલ પહોંચ્યા બાદ સૈફે ત્યાં સ્ટાફને કહ્યું કે હું સૈફ અલી ખાન છું. ઝડપથી સ્ટ્રેચર લઇને આવો. અત્રે ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના ઘરે અડધી રાત્રે એક અજાણ્યા વ્યક્તિ ઘુસી ગયો હતો. તે વ્યક્તિની સાથે સૈફ અલી ખાનની બોલાચાલી થઇ ગઇ હતી. ત્યાર બાદ સૈફ અલી ખાન ઘાયલ થઇ ગયો હતો અને તે વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો : દેશ માટે ઘાતક છે કઠમુલ્લા, પોતાના નિવેદન પર અટલ છે જસ્ટિસ શેખર યાદવ, CJI ને લખ્યો પત્ર


