Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માતા સીતાની શોધમાં ગયેલા કેદીઓ પાછા જ ન આવ્યા, રામલીલામાં બન્યા હતા વાનર

રામલીલામાં વાનર બની ભાગી ગયા કેદીઓ! હરિદ્વાર જેલમાં રામલીલાનો ફાયદો ઉઠાવી કેદીઓ ફરાર માતા સીતાની શોધમાં કેદીઓએ કર્યો જેલથી પલાયન Haridwar News : ઉત્તર પ્રદેશમાં દર વર્ષે રામલીલા (Ramlila) નું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે હરિદ્વારની રોશનાબાદ...
માતા સીતાની શોધમાં ગયેલા કેદીઓ પાછા જ ન આવ્યા  રામલીલામાં બન્યા હતા વાનર
Advertisement
  • રામલીલામાં વાનર બની ભાગી ગયા કેદીઓ!
  • હરિદ્વાર જેલમાં રામલીલાનો ફાયદો ઉઠાવી કેદીઓ ફરાર
  • માતા સીતાની શોધમાં કેદીઓએ કર્યો જેલથી પલાયન

Haridwar News : ઉત્તર પ્રદેશમાં દર વર્ષે રામલીલા (Ramlila) નું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે હરિદ્વારની રોશનાબાદ જેલમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા કઇંક એવી ઘટના બની જે તમને થોડીવાર માટે હસવા મજબૂર કરી દેશે. જેલમાં જ્યારે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે બે કેદીઓએ વાંદરાની ભૂમિકા ભજવી હતી તે ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર, રામલીલામાં બંને કેદીઓ વાનર સેનાના સભ્યો બન્યા હતા, દરમિયાન તેઓ રામાયણનો માતા સિતાને શોધવા જતા હોવાનો અંશ બતાવતો ભાગ ભજવી રહ્યા હતા.

રામલીલાનો લાભ ઉઠાવી બે કેદીઓ થયા ફરાર

સિતા માતાને શોધવા જતા કેદીઓને હવે પોલીસ શોધવા ફરી રહી છે. સૂત્રોની માનીએ તો રામલીલા દરમિયાન જેલમાં ચાલી રહેલા બાંધકામનો લાભ લઈને તે સીડીની મદદથી દિવાલ કૂદીને ભાગી ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે રામલીલામાં મા સીતાની શોધ ચાલી રહી હતી, જેમાં વાંદરાઓનું એક જૂથ પણ સામેલ હતું. જેલમાં હાજર તમામ લોકો રામલીલા (Ramlila) જોઈ રહ્યા હતા, જેના કારણે કોઈને ખબર ન હતી કે વાંદરાનો રોલ કરી રહેલા કેદીઓ ખરેખર દિવાલ કૂદીને ભાગી રહ્યા હતા. ભાગી છૂટેલા કેદીઓની ઓળખ રૂરકીના રહેવાસી પંકજ અને ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી રાજકુમાર તરીકે થઈ છે. પંકજ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, જ્યારે રાજકુમાર અપહરણના કેસમાં સુનાવણી હેઠળ હતો.

Advertisement

ક્યારે બની ઘટના?

આ ઘટના 11 ઓક્ટોબર, શુક્રવારે બની હતી. દર વર્ષની જેમ આ વખતે પણ જેલમાં રામલીલાનો કાર્યક્રમ યોજાયો હતો. જેલ પ્રશાસનના તમામ કર્મચારીઓ કાર્યક્રમમાં રોકાયેલા હતા. આ દરમિયાન જેલમાં હાઈ સિક્યોરિટી બેરેક બનાવવાનું કામ પણ ચાલી રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે સીતા માતાને શોધવાના બહાને બંને કેદીઓ દિવાલ કૂદીને ભાગી ગયા હતા. બંને કેદીઓ ત્યાં હાજર સીડીની મદદથી દિવાલ કૂદીને ભાગી ગયા હતા.

Advertisement

કેદીઓ કેવી રીતે નાસી છુટ્યા?

આ સમગ્ર મામલે હરિદ્વારના SSP પ્રમેન્દ્ર સિંહ ડોબલે કહ્યું કે, સવારે લગભગ 6.30 વાગ્યે અમને કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મળી હતી કે બે કેદીઓ, જેમાંથી એક દોષિત અને એક ટ્રાયલ પર છે, તેઓ રાત્રે અહીંથી ભાગી ગયા છે તેને રોપ્યો અને ફરાર થઈ ગયો. જ્યારે આજે સવારે માહિતી આપવામાં આવી ત્યારે, નિર્ધારિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની શોધખોળ બાદ જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.

જેલ પ્રશાસનમાં ખળભળાટ મચ્યો

કેદીઓ નાસી છૂટ્યા બાદ જેલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જેલમાં ચાલી રહેલા બાંધકામ અને રામલીલા (Ramlila) કાર્યક્રમ દરમિયાન મોનિટરિંગમાં ઢીલાશ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ ઘટના બાદ પ્રશાસને સમગ્ર જેલ સંકુલ અને આસપાસના વિસ્તારોમાં સતર્કતા વધારી દીધી છે. આ ઘટનાએ જેલ પ્રશાસનની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો:  UP : 'રામ અને રાવણ' વચ્ચેની આવી લડાઈ તમે ક્યારેય નહીં જોઈ હોય... Video Viral

Tags :
Advertisement

.

×