Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LOK SABHA SECURITY BREACH: સંસદની બહાર સ્પ્રે કરનાર આરોપી મહિલાની માતાનું નિવેદન સામે આવ્યું

આરોપી મહિલા પાસે અનેક ડિગ્રીઓ સંસદની 22મી વર્ષ ગાંઠ પર સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી સરજાણી છે. કારણ કે લોકસભામાં વિઝિચર્સ ગેલેરીમાંથી અચાનક બે અજાણ વ્યક્તિઓ આવીને સાંસદો વચ્ચે આતંકી કૃત્ય કર્યું હતું. આ બન્ને આરોપીમાંના એક આરોપી દ્વારા સંસદમાં કલર...
lok sabha security breach  સંસદની બહાર સ્પ્રે કરનાર આરોપી મહિલાની માતાનું નિવેદન સામે આવ્યું
Advertisement

આરોપી મહિલા પાસે અનેક ડિગ્રીઓ

સંસદની 22મી વર્ષ ગાંઠ પર સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી સરજાણી છે. કારણ કે લોકસભામાં વિઝિચર્સ ગેલેરીમાંથી અચાનક બે અજાણ વ્યક્તિઓ આવીને સાંસદો વચ્ચે આતંકી કૃત્ય કર્યું હતું. આ બન્ને આરોપીમાંના એક આરોપી દ્વારા સંસદમાં કલર સ્પ્રે છોડવામાં આવ્યો હતો. તે ઉપરાંત સાંસદની બહાર પણ એક સ્ત્રી આરોપી દ્વારા કલર સ્પ્રે છોડવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ આરોપીમાંથી એક આરોપીના પરિવારજનોનું નિવેદન બહાર આવ્યું છે.

Advertisement

આરોપી નીલમ બેરોજગારીથી હતી પરેશાન

Advertisement

આરોપી નીલમની માતા સરસ્વતીનું કહેવું છે કે તેમની પુત્રી ખુબ જ શિક્ષિત છે. તેમ છતાં તેમની પુત્રીને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે BA, MA, B.Ed, MPhil, HTET, NET પાસ કર્યું છે. આમ છતાં તેને નોકરી મળતી ન હતી. તે ઘણીવાર બેરોજગારીથી નાખુશ રહેતી હતી. તે ઘણા મહિના પહેલા અભ્યાસ માટે હિસાર ગઈ હતી. તેની જોડે તાજેતરમાં જ વાત થઈ હતી. તેણે મારી તબિયત વિશે પૂછ્યું હતું, મારી તબિયત વિશે પૂછ્યું હતું કારણ કે હું બીમાર હતી અને ગ્લુકોઝ ચડાવવામાં આવતું હતું. તેમની માંતાને આ ઘટના વિશે કોઈ જાણ હતી નહીં.

નીલમના ભાઈ રામનિવાસનું કહેવું છે કે નોકરી ન મળવાથી તે નાખુશ હતી. તે બેરોજગારીનો મુદ્દો ઉઠાવવા 'કિસાન આંદોલન'માં પણ ગઈ હતી, પરંતુ આંદોલનનો અંત આવતાં તેને હિસાર ભણવા માટે મોકલી હતી.

આ પણ વાંચો: સાંસદો દ્વારા સંસદમાં ધુમાડા કરનાર આરોપીઓને જોરદાર માર મારવામાં આવ્યો

Tags :
Advertisement

.

×