Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાઈકની પાછળ બેસી Flying Kiss આપી રહી હતી મહિલા, જુઓ Video

Flying Kiss : સોશિયલ મીડિયા (Social Media) માં તમે ઘણા રમૂજી વીડિયો જોતા જ હશો. રોજ કોઇને કોઇ એવા વીડિયો સામે આવે જ છે જે તમને હસવા પર મજબૂર કરી દે છે. બાઈક પર સ્ટંટ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા...
બાઈકની પાછળ બેસી flying kiss આપી રહી હતી મહિલા  જુઓ video
Advertisement

Flying Kiss : સોશિયલ મીડિયા (Social Media) માં તમે ઘણા રમૂજી વીડિયો જોતા જ હશો. રોજ કોઇને કોઇ એવા વીડિયો સામે આવે જ છે જે તમને હસવા પર મજબૂર કરી દે છે. બાઈક પર સ્ટંટ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર મળી જશે. ઘણા તમને હસાવશે તો ઘણા તમને પાઠ ભણાવશે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જે બાઈક પર સ્ટંટ કરતો ભલે નથી પણ આ બાઈક પર જે થઇ રહ્યું છે તે જોઇને તમે પણ ચોંકી જશો.

રસ્તા પર બોલ્ડ નખરા કરતી મહિલા

જણાવી દઇએ કે, આજે લોકો રીલ બનાવવામાં એટલી હદે ગાંડા થઇ ગયા છે કે અજીબોગરીબ કામ કરતા જોવા મળી જાય છે. એક મહિલાનો તાજેતરમાં વીડિયો વાયરલ થયો છે જેમા તે એક બાઈક પર પાછળ બેસીને આવતા જતા તમામ લોકોને Flyign Kiss કરતી જોવા મળે છે. આનો વીડિયોને લોકો ખૂબ જ શેર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એક પુરુષ સાથે બાઇક પર જઇ રહી છે અને તે બાઇક પર ઊંધી બેઠી છે. તેણીએ માત્ર સાડી પહેરી છે અને આટલી તીવ્ર ઠંડીમાં તેણીનું અડધુ શરીર ખુલ્લું પડી ગયું છે. તે રસ્તા પર પાછળથી આવતા લોકોને Flying Kiss પણ આપી રહી છે. અન્ય એક બાઇક સવાર પણ વીડિયોમાં દેખાઈ રહ્યો છે અને તે મહિલાને જોઈને વળતો ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે.

Advertisement

Advertisement

વીડિયો પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા

જે બાઇક પર મહિલા બેઠી છે તેના પર ન તો નંબર પ્લેટ છે કે ન તો બાઈક સવારે હેલ્મેટ પહેર્યું છે. ટ્રાફિકના નિયમોની કોઈને પડી નથી. વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ChapraZila નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો લખાયો ત્યાં સુધી 71 હજાર લોકો તેને જોઈ ચુક્યા છે. જ્યાં મહિલાની આ હરકત જોઈને ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં તેની ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે, આ મહિલાએ થોડી શરમ રાખવી જોઈએ. વળી, અન્ય કેટલાક લોકોએ મહિલા અને બાઇક સવારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો - સોફિયા અંસારીએ એકવાર ફરી બોલ્ડ વીડિયો કર્યો શેર, હવે આ તો હદ થઇ ગઇ

આ પણ વાંચો - સોફિયા અંસારીનો કપડા પહેરતો આ વીડિયો થઇ રહ્યો છે ખૂબ વાયરલ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×