Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tirumala મંદિરમાં એક ભક્તે 121 કિલો સોનું ચઢાવ્યું,કિંમત જાણી ચોંકીજશે

તિરુપતિ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે (Tirumala Temple) એક ભક્તે અદ્ભુત અને અદ્વિતીય દાન આપ્યું ભક્તે મંદિરને 121 કિલોગ્રામ શુદ્ધ સોનાનું દાન આપ્યું જેને કિંમત આશરે ₹140 કરોડ જેટલી છે Tirumala Temple : વિશ્વપ્રસિદ્ધ તિરુમલા તિરુપતિ મંદિર...
tirumala મંદિરમાં એક ભક્તે 121 કિલો સોનું ચઢાવ્યું કિંમત જાણી ચોંકીજશે
Advertisement
  • તિરુપતિ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે (Tirumala Temple)
  • એક ભક્તે અદ્ભુત અને અદ્વિતીય દાન આપ્યું
  • ભક્તે મંદિરને 121 કિલોગ્રામ શુદ્ધ સોનાનું દાન આપ્યું
  • જેને કિંમત આશરે ₹140 કરોડ જેટલી છે

Tirumala Temple : વિશ્વપ્રસિદ્ધ તિરુમલા તિરુપતિ મંદિર (Tirumala Temple) જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રીવેંકટેશ્વર સ્વામીના દર્શન માટે ઉમટે છે, ત્યાં તાજેતરમાં એક ભક્તે અદ્ભુત અને અદ્વિતીય દાન આપ્યું છે. આ ભક્તે મંદિરને 121 કિલોગ્રામ શુદ્ધ સોનાનું દાન આપ્યું છે, જેને કિંમત આશરે ₹140 કરોડ જેટલી છે. આ માહિતી પોતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. તેમણે જણાવ્યુ કે આ દાન એક એવા ભક્ત તરફથી આવ્યું છે જેઓએ પોતાના વ્યવસાયની શરૂઆત તિરુપતિમાં ભગવાનને યાદ કરીને કરી હતી અને સફળતા પછી આ અનમોલ દાન આપ્યું છે.

એક  ભક્તે મંદિરમાં 121 કિલો સોનું અર્પણ કર્યું  (Tirumala Temple)

મુખ્યમંત્રીએ ગુન્ટૂર જિલ્લાના મંગળગિરીમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે,આ ભક્તે તિરુપતિમાં ભગવાનને પ્રાર્થના કરીને પોતાની કંપની શરૂ કરી હતી. સમય જતાં તેમને મોટો નફો થયો અને કંપનીના શેર વેચીને તેઓએ ₹6000 થી ₹7000 કરોડનો નફો કમાયો. તે ભક્તે ભગવાન વેંકટેશ્વરનો આભાર માનવા માટે મંદિરને 121 કિલો સોનું અર્પણ કર્યું છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, જયારે તેમને ખબર પડી કે મંદિરની મૂર્તિને દરરોજ 120 કિલો સોનાથી અલંકૃત કરવામાં આવે છે, ત્યારે તેમને લાગ્યું કે તેઓ પણ પોતાનું યોગદાન આપી શકે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -CM Rekha Gupta : હુમલા બાદ CM રેખા ગુપ્તાએ આપી પ્રથમ પ્રતિક્રિયા,જાણો શું કહ્યું

ભક્તિ અને વૈભવનો સમન્વય (Tirumala Temple)

તિરુપતિ મંદિર માત્ર ધર્મસ્થળ નથી પરંતુ ભક્તિ અને વૈભવનું જીવંત પ્રતિક છે. દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવે છે અને ઘણા ભક્તો તેમની શ્રદ્ધા અનુસાર દાન આપે છે. અંબાણી પરિવાર અને અન્ય ઉદ્યોગપતિઓ પણ તિરુપતિને સોનાં અને હીરાના દાગીનાં દાન આપે છે.

આ પણ  વાંચો -Building Collapsed : દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત

લાખો ભક્તો આવે દર્શન કરવા

વિશ્વભરમાંથી તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે. આ મંદિરને અગાઉ પણ અનેક મોટા દાન મળ્યા છે, પરંતુ 121 કિલો સોનાનું આ દાન અત્યાર સુધીનું સૌથી મોટું દાન મનાય છે. અગાઉ, મે 2025 માં ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ 3.63 કરોડ રૂપિયાનો હીરા જડિત સોનાનો હાર અને જુલાઈ 2025 માં ચેન્નઈ સ્થિત સુદર્શન એન્ટરપ્રાઈઝે 2.4 કરોડ રૂપિયાનું 2.5 કિલો સોનું દાનમાં આપ્યું હતું. આ ઉપરાંત, જાન્યુઆરી 2025 માં નિવૃત્ત આઈઆરએસ અધિકારી વાયવીએસએસ ભાસ્કર રાવે 3.66 કરોડ રૂપિયાની સંપત્તિ મંદિર ટ્રસ્ટને સોંપી હતી

અગાઉ મળેલા મોટા દાન

આ પહેલાં પણ તિરુપતિ મંદિરે અનેક મોટા દાન મળ્યા છે મે 2025માં, ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ ₹3.63 કરોડનું હીરાજડિત સોનાનું હાર દાન આપ્યું હતું.જુલાઈ 2025માં, ચેન્નઈ સ્થિત સુદર્શન એન્ટરપ્રાઇઝેઝએ ₹2.4 કરોડના મૂલ્યનું 2.5 કિલો સોનું ભેટ આપ્યું હતું.જાન્યુઆરી 2025માં, નિવૃત્ત IRS અધિકારી વાયવીએસએસ ભાસ્કર રાવએ મંદિર ટ્રસ્ટને ₹3.66 કરોડની સંપત્તિ દાન કરી હતી.

Tags :
Advertisement

.

×