લોકોને મફત આપવા માટે પૈસા છે, જજોના પગાર આપવા માટે નથી: સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ
- સરકાર પાસે મફતમાં આપવા માટે પૈસા છે
- જજોને પોતાના લાભો પણ સમયે નથી મળી રહ્યા
- સુપ્રીમ કોર્ટે સરકારની આર્થિક બાબતે ઝાટકણી કાઢી
નવી દિલ્હી : જ્યારે દેશના એટોર્ની જનરલ આર.વેંકટરમાનીએ કહ્યું કે, સરકારને ન્યાયિક અધિકારીઓને પગાર અને સેવાનિવૃતિ લાભો પર નિર્ણય લેતા સમયે આર્થિક બાધાઓ પર વિચાર કરવો હશે, ત્યારે પીઠે આ ટિપ્પણી કરી.
સુપ્રીમ કોર્ટે મફત યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી
દિલ્હી ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે તે બાબત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે, રાજ્ય પાસે લોકોને મફત સુવિધાઓ આપવા માટે પુરતા પૈસા છે પરંતુ જજોને પગાર અને પેંશન આપવાની વાત આવે છે તો સરકારો તેમ કહે છે કે, આ આર્થિક સંકટ છે. મંગળવારે જસ્ટિસ બી.આર ગવઇ અને જસ્ટિસ એ.જી મસીહની ખંડપીઠે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે દેશના એટોર્ની જનરલ આર.વેંકટરમાનીએ કહ્યું કે, સરકારે ન્યાયિક અધિકારીઓના પગાર અને સેવાનિવૃતિ લાભો પર નિર્ણય લેતા સમયે આર્થિક બાધાઓ પર વિચારણા કરવી પડશે.
આ પણ વાંચો : Collector office :કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
લોકોને મફતમાં નાણા વહેંચવામાં આવી રહ્યા છે
ઓલ ઇન્ડિયા જજીસ એસોસિએશન વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય સાથે જોડાયેલા એક કિસ્સાની સુનાવણી કરતા ખંડપીઠે નિષ્ણાંત સ્વરૂપે મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા અલગ અલગ રાજનીતિક દળો દ્વારા કરવામાં આવી રહેલ ચૂંટણીના વચનોનો હવાલો ટાંકતા આમ કહ્યું. બેંચે કહ્યું કે, કોઇ 2100 રૂપિયા તો કોઇ 2500 રૂપિયા આપવાનું વચનો આપી રહ્યા છે પરંતુ જજોને પગાર અને પેંશન આપવા માટે પૈસા નથી.
જસ્ટિસ ગવઇ અને સંજીવ ખન્નાએ સરકાર પર ટિપ્પણી કરી
જસ્ટિસ સંજીવન ખન્ના બાદ આ વર્ષે CJI બનવા જઇ રહેલા જસ્ટિસ ગવઇએ મૌખિક રીતે ટિપ્પણી કરી, રાજ્યો પાસે તે લોકો માટે ખુબ પૈસા છે, જે કોઇ કામ નથી કરતા. જ્યારે અમારા પર આર્થિક બાધાઓની વાત કરે છે તો અમે તેના પર પણ નજર રાખવી જોઇએ. ચૂંટણી આવતા જ તમે લાડલી બહન અને અન્ય નવી યોજનાઓની જાહેરાત કરો છો, જેમાં તમને નિશ્ચિત રકમમની ચુકવણી કરવાની હોય છે. દિલ્હીમાં હવે કોઇને કોઇ પાર્ટીએ જાહેરાત કરી છે કે, તેઓ સત્તામાં આવશે તો તેઓ મહિલાઓને 2500 રૂપિયા ચુકવશે.
આ પણ વાંચો : Canada ને લઈને Donald Trump ની નિવેદનબાજી, Justin Trudeau નો આકરો પ્રતિસાદ...
જજોને પગાર અને સેવાનિવૃતિના લાભ નથી મળી રહ્યા
બાર એન્ડ બેન્ચની રિપોર્ટ અનુસાર ખંડપીઠની ટિપ્પણી અંગે એટોર્નિ જનરલે જવાબ આપ્યો કે, મફત યોજનાઓની સંસ્કૃતિને એક વિચલન માની શકાય છે પરંતુ આર્થિક બોઝની વ્યાવહારિક ચિંતાઓને ધ્યાનમાં રાખવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંડપીઠ ઓલ ઇન્ડિયા જજીસ એસોસિએશનની 2015 ની તે અર્જી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જજોને પગાર અને સેવાનિવૃતિ લાભ યોગ્ય સમયે નથી મળી રહ્યા. અરજીમાં કહેવામાં આવ્યું કે, અનેક જજો પર સમય પર ચુકવણીથી પણ વંચિત થવું પડી રહ્યું છે.
આ પણ વાંચો : Gondal: SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા માટે ઉમેદવારોએ લગાવી દોડ


