મહાકુંભમાં બીજી જગ્યાએ પણ થઇ હતી ભાગદોડ, ઘટના જોનારાએ કહ્યું સમગ્ર મામલો દબાવી દેવાયો
- મહાકુંભમાં એક નહી બીજી જગ્ચાએ પણ થઇ હતી ભાગદોડ
- મહાકુંભમાં મહાવીર માર્ગ સેક્ટર 21 માં પણ થઇ હતી ભાગદોડ
- મૌની અમાવસ્યાના દિવસે એક નહી બે જગ્યાએ થઇ હતી ભાગદોડ
Mahakumbh Stampede News: મહાકુંભમાં ચાલી રહેલા શાહી સ્નાન વચ્ચે મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ મચી ગઇ હતી. ત્યાર બાદ સેક્ટર 21 માં બીજા સ્થાને પણ ભાગદોડ મચી ગઇ હતી.
Prayagraj Mahakumbh Stampede: પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે બુધવારે 29 જાન્યુઆરીએ રાત્રે 1 વાગ્યે ભાગદોડ મચી ગઇ હતી. જેમાં સરકારે કહ્યું કે, 30 લોકોનાં મોત નિપજ્યાં તા. ત્યાર બાદ એક અન્ય સ્થળ પર પણ ભાગદોડની ઘટના થઇ હતી. બીજી વખત ભાગદોડ મહાવીર માર્ગ સેક્ટર 21 ખાક ચૌક પર થઇ હતી. બીજીવખથ ભાગદોડથી તંત્ર એલર્ટ થઇ ગયું અને આ પ્રકારની ઘટના ફરી ન થાય માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
મહાવીર માર્ગ સેક્ટર 21 માં થઇ ભાગદોડ
મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે મહાવીર માર્ગ સેક્ટર 21 ખાક ચૌક પર ભાગદોડ મચી ગઇ હતી. જ્યાં Gujarat First ની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. અહીં રાત્રે 3 વાગ્યે જ લાખોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ચાર રસ્તા પર એક પ્રકારે ઢાળ પણ બનેલો હતો.બીજી તરફ ત્રણ તરફથી રસ્તા ભેગા થઇ રહ્યા હતા. ઝડપથી સ્નાન માટે લોકો ટોળાએ લોકોને નીચે દબાય જાય તે પ્રકારે આગળ વધવાનું શરૂ કર્યું હતું.
સંગમ નોઝ સુધી પહોંચવા ભાગદોડ
આ ભીડમાં રહેલા તમામ લોકો સંગમ નોઝ સુધી જવા માંગતા હતા. જો કે સંગમ નોઝ પર પહેલાથી જ મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતા. વધતા ટોળાને જોઇને લોકો એક બીજા પર ચડવા લાગ્યા. તેવામાં અનેક લોકોને સમસ્યાઓ થવા લાગી. આ ટોળામાં એક મહિલા શ્રદ્ધાળુ એવા પણ હતા જે ત્યાં વ્હીલચેરની મદદથી પહોંચ્યા હતા. એક ચશ્મદીદે કહ્યું કે, દરેક તરફથી ટોળા વધવા લાગ્યા હતા.
આ પણ વાંચો : 'પોલીસે ભગવંત માનના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા', સીએમ આતિશીનો દાવો
અનેક વૃદ્ધો અને મહિલાઓ પણ બન્યા ભોગ
આ ઉપરાંત મોટી સંખ્યામાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ પહોંચ્યા હતા. આ તમામના મનમાં માત્ર સંગન મોઝ સુધી પહોંચવાની આસ્થા હતી. નોઝ પર પહેલાથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જનસૈલાબ હતો. ઘટના સ્થળ પર ટોળાના દબાણના કારણે અફડા તફડી પેદા થઇ ગઇ હતી. ભારે ભીડના કારણે ઘટના સ્થળ સુધી માત્ર બેથી ત્રણ પોલીસ વાળા પહોંચી શક્યા અને લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો.
હલ્દીરામ સ્ટોરના કર્મચારી બન્યા દેવદૂત
પરિસ્થિતિઓ નાજુક થતા અહીં એક સ્ટોરમાં ઘુસીને લોકોએ પોતાના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. સ્ટોરમાં કામ કરનારી એક યુવતીએ લોકોની ઘણી મદદ કરી. ભાગદોડ મચતા ધક્કા મુક્તીના કારણે અને કોલોના શ્વાસ ચડવા લાગ્યો હતો. ત્યાર બાદ એક સ્ટોરના કર્મચારી શ્રદ્ધાળુઓને ગેટ ખોલીને પાણી પીવડાવવા લાગ્યા હતા. શ્રદ્ધાળુઓને પાણીની સામે ઓછુ પડી ગયું અને ઝડપથી ખતમ પણ થઇ ગયું. ધક્કા મુક્કીથી અનેક લોકો બેહોશ થઇ ગયા હતા.
આ પણ વાંચો : પહેલા ભારતમાં હતી હીરોઇન, હવે કેનેડાની PM બનવાની રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે રુબી ઢલ્લા
250 થી 300 લોકો થયા ઘાયલ
આ ઘટના બાદ અંદરની તરફ હજી પણ મોટી સંખ્યામાં લોકોને કપડા, જુત્તા સામાન વધ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર લગભગ 10 ટ્રેક્ટર ટ્રોલિઓમાં લોકોનો સામાન અહીંથી ભરીને હટાવવામાં આવ્યો. અહીંના લોકો અનુસાર લગભઘ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકોનાં મોત પણ થયા હતા. જો કે તંત્ર દ્વારા તેની પૃષ્ટિ નથી કરી.
આ પણ વાંચો : BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી