Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Online Gaming Bill : આ બેટિંગ એપને મોટો ઝટકો,રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર

ઓનલાઈન ગેમિંગ બિલને સંસદની લીલીઝંડી (Online Gaming Bill ) લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું બિલ મની ગેમિંગ સેવા, જાહેરાતો પર આવશે પ્રતિબંધ 3થી 5 વર્ષ સુધી સજા, 50 લાખથી 1 કરોડનો દંડ જો કે PUBG અથવા BGMI જેવી...
online gaming bill   આ બેટિંગ એપને મોટો ઝટકો રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર
Advertisement
  • ઓનલાઈન ગેમિંગ બિલને સંસદની લીલીઝંડી (Online Gaming Bill )
  • લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું બિલ
  • મની ગેમિંગ સેવા, જાહેરાતો પર આવશે પ્રતિબંધ
  • 3થી 5 વર્ષ સુધી સજા, 50 લાખથી 1 કરોડનો દંડ
  • જો કે PUBG અથવા BGMI જેવી ગેમ પર પ્રતિબંધ નહીં
  • હવે ઈ-સ્પોર્ટર્સને પ્રોત્સાહન આપવામાં આવશે
  • ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં મની ગેમિંગનો 86 ટકા હિસ્સો

Online Gaming Bill 2025 : ઓનલાઈન ગેમિંગ બિલ (Online Gaming Bill 2025)હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે.રાજ્યસભામાં આ બિલ બહુમતીથી પસાર થયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ તે કાયદો બની જશે. આ બિલ હેઠળ તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે, ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ બિલ સારા પાસાઓને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. તેનો ઉદ્દેશ્ય ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (IICT) જેવી સંસ્થાઓ દ્વારા ભારતને રમતગમત વિકાસનું કેન્દ્ર બનાવવાનો છે, જ્યાં ગેમિંગને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.

શું જોગવાઈઓ હશે? (Online Gaming Bill )

ઓનલાઈન ગેમિંગ બિલ તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે.આ ઉપરાંત ઓનલાઈન મની ગેમ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.બેંકો અને નાણાકીય સંસ્થાઓને આવી પ્રવૃત્તિઓ માટે પૈસા ચૂકવવા અથવા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અને અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Judiciary : કલમ 14 હેઠળ 'કાયદા સમક્ષ સમાનતા' ફક્ત પાઠ્યપુસ્તકનું વાક્ય નથી

કયા પ્રકારની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ?

સરકારને કહ્યું કે, એવી ઓનલાઈન ગેમ્સ,કે જેમાં પૈસાના વ્યવહારો થશે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદામાં જણાવાયું છે કે, એવી ગેમ્સ જેમાં પૈસા અથવા અન્ય ઈનામો જીતવાની આશામાં પૈસા જમા કરવામાં આવે છે.આવી બધી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.ડ્રીમ11, મોબાઈલ પ્રીમિયર લીગ (MPL), હોવઝેટ, SG11 ફેન્ટસી, વિન્ઝો અને પોકરબાઝી જેવી પ્રખ્યાત ગેમ્સ આ કાયદાથી પ્રભાવિત થશે.

આ પણ  વાંચો -Uttarkashi Landslides : ગંગોત્રી-યમુનોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહેતા હાલાકી

બિલની જરૂર કેમ પડી?

સંસદમાં ચર્ચા દરમિયાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, લોકો ઓનલાઈન મની ગેમિંગમાં પોતાની જીવનભરની બચત ગુમાવે છે.કહ્યું કે,આવા ઘણા પ્લેટફોર્મનો મની લોન્ડરિંગ, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત,આતંકવાદી સંગઠનોએ પણ આવી ગેમિંગ એપ્સનો મેસેજિંગ એપ્સ તરીકે ઉપયોગ કર્યો છે.

Tags :
Advertisement

.

×