PM મોદીએ અમેરિકામાં થયેલા ટ્રક હુમલા પર શોક વ્યક્ત કર્યો, કહ્યું 'આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો',
- નવા વર્ષનુ સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકોને પિકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા
- PMએ ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં થયેલા ટ્રક હુમલાની નિંદા કરી
- આ ઘટના લગભગ 3:15 વાગ્યે બની હતી
PM Modi On Terrorist Attack in New Orleans: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષનુ સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકોને એક પિકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા. આમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
પીએમએ કરી ટ્વિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (2 ફેબ્રુઆરી 2025) અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં થયેલા ટ્રક હુમલાની નિંદા કરી હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા. પીએમએ ટ્વિટર પર લખ્યું કે, "અમે ન્યુ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ભગવાન તેમને આ દુર્ઘટનામાંથી બહાર નીકળવાની શક્તિ અને આશ્વાસન આપે,"
કેવી રીતે થયો હુમલો?
નવા વર્ષના દિવસે અમેરિકાના ન્યુ ઓર્લિયન્સ શહેરમાં શોકનો માહોલ હતો. બુધવારે (1 જાન્યુઆરી, 2025), લ્યુઇસિયાનાના ન્યૂ ઓર્લિયન શહેરમાં એક ટ્રક નવા વર્ષનુ સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકો વચ્ચે ઘૂસી ગઈ હતી અને લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ન્યૂ ઓર્લિયન્સની પ્રખ્યાત કેનાલ અને બોર્બોન સ્ટ્રીટ પર બની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. એપીના અહેવાલ મુજબ, સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરને મારી નાખ્યો છે.
FBIએ શું કહ્યું ?
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ 3:15 વાગ્યે (0915 GMT) ફ્રેન્ચ ક્વાર્ટરના મધ્યમાં બોર્બોન સ્ટ્રીટ નજીક બની હતી, જ્યાં લોકો 2025 ની શરૂઆતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. શંકાસ્પદ વ્યક્તિએ સફેદ ફોર્ડ એફ-150 ઇલેક્ટ્રિક પીકઅપને રાહદારીઓની ભીડમાં ઘુસાડી હતી. એફબીઆઈએ જણાવ્યું હતું કે, બે ઘરેલુ બોમ્બ પણ મળી આવ્યા હતા અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કાશ્મીરમાં 370 હટી ચુકી છે હવે PoK ને પણ ટુંક સમયમાં પરત મેળવીશું: અમિત શાહ