'આ ભુલ નથી અપરાધ છે...', રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા જયશંકર પર સવાલ
- રાહુલ ગાંધીએ જયશંકર પર ફરી સવાલ ઉઠાવ્યા
- હુમલો કરતા પહેલા પાકિસ્તાનને જણાવવુ અપરાધ
- વિદેશ મંત્રીએ આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો
Rahul Vs Jaishankar: આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હુમલો કરતા પહેલા પાકિસ્તાનને જણાવવુ એ અપરાધ છે. વિદેશ મંત્રીએ આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. આની મંજૂરી કોણે આપી? આપણે કેટલા એરક્રાફ્ટ ગુમાવ્યા?
પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હવે આ અંગે રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશ મંત્રી એસ જયશંકરને ઘેર્યા છે અને આ સમગ્ર કામગીરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : TMC નો કેન્દ્રીય પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર! કહયું, અમે દેશ સાથે છીએ, પણ અમારા પ્રતિનિધિ અમે નક્કી કરીશું"
જયશંકરનું મૌન ઘણું બધું કહી જાય છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશ મંત્રી જયશંકર ચૂપ છે. તેમનું મૌન ઘણું બધું કહી જાય છે. આ નિંદનીય છે. તો હું ફરી પૂછીશ કે પાકિસ્તાનને હુમલાની જાણ હોવાથી આપણે કેટલા એરક્રાફ્ટ ગુમાવ્યા? આ માત્ર એક ભૂલ નથી પણ એક ગુનો છે અને દેશને સત્ય જાણવાનો અધિકાર છે.
તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ઓપરેશનની શરૂઆતમાં, અમે પાકિસ્તાન સરકારને સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા હતા પરંતુ હવે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીશું. આવી સ્થિતિમાં, સેના પાસે પીછેહઠ કરવાનો અને હસ્તક્ષેપ ન કરવાનો વિકલ્પ છે. પાકિસ્તાને આ સલાહ ન સાંભળવી જ યોગ્ય માન્યું.
આ પણ વાંચો : વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર કરેલા ડ્રોન-મિસાઇલ હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો, જુઓ ડેમો