Mumbai ની 2 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી!
- મુંબઇમાં બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- સ્કૂલ પ્રસાસનને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો
- પોલીસને તેની સૂચના આપતા પોલીસ સ્થળ પર પહોંચી
Mumbai Bomb Threat:મહારાષ્ટ્રના મુંબઇમાં બે પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી (Bomb Threat)દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. સ્કૂલ પ્રસાસનને સોમવારે ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. જે બાદ પોલીસને તેની સૂચના આપતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પૂછપરછ અને તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહી.
આ સ્કૂલને મળી ધમકી
મુંબઇના દેવનાર સ્થિતિ કનાકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને કાંદિવલીથી સમતાનગર સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. પોલીસે મામલો ગંભીર જણાતા દેવનાર અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે હવે ઇમેઇલ મોકલનારની તપાસમાં વ્યસ્ત બની છે.
વાલીઓમાં ચિંતા
મુંબઇ પોલીસે અફવા પર ધ્યાન ન આપવા સ્થાનિક લોકોને અપીલ કરી છે. જો કોઇ શંકાસ્પદ જણાય તો પોલીસને સંપર્ક કરવા માટે કહ્યુ છે. સ્કૂલ પ્રશા,ને શિક્ષકો અને બાળકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ત્યારે શાળાને આ પ્રકારની ધમકી મળતા પેરેન્ટસ પણ ચિંતિત છે.
નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી
આ પ્રકારની ધમકી પહેલા પણ મળી હતી. બીકેસી સ્થિતિ અમેરિકી વાણિજ્ય દૂતાવાસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમળી હતી. હવે સ્કૂલોને મળેલા આ નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી છે. બાળકોને સુરક્ષાને લઇને માતા પિતાએ સ્કૂલોનો સંપર્ક કર્યો અને આશ્વાસન માંગવામાં આવ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ પણ પ્રકારની ઢિલાશ ન દાખવે. આ ઉપરાંત મીરા ભાયંદર વિસ્તારમાં પણ બે ઇન્ટરનેશનલ સ્કૂલોને ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા છે. જો કે કંઇ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નથી.