Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

10 રૂપિયાના ટમેટા નહી આપતા દુકાનદાર પર હુમલો, ટમેટાની લૂંટ કરી આરોપી ફરાર

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ (Prayagraj) જિલ્લામાં એક શખ્સે મહિલા દુકાનદાર પાસેથી બળજબરીથી 10 રૂપિયાના ટામેટા (Tomato) ખરીદવા ગયો પણ હાલ ટમેટા મોંઘા હોવાથી મહિલાએ 10 રૂપિયાના ટમેટા આપવાનો ઈનકાર કરતા શખ્સે ઝઘડો કર્યો અને હાથાપાઈની સ્થિતિ થતાં મહિલાના સસરા...
10 રૂપિયાના ટમેટા નહી આપતા દુકાનદાર પર હુમલો  ટમેટાની લૂંટ કરી આરોપી ફરાર
Advertisement

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ (Prayagraj) જિલ્લામાં એક શખ્સે મહિલા દુકાનદાર પાસેથી બળજબરીથી 10 રૂપિયાના ટામેટા (Tomato) ખરીદવા ગયો પણ હાલ ટમેટા મોંઘા હોવાથી મહિલાએ 10 રૂપિયાના ટમેટા આપવાનો ઈનકાર કરતા શખ્સે ઝઘડો કર્યો અને હાથાપાઈની સ્થિતિ થતાં મહિલાના સસરા અને પુત્ર મહિલાને બચાવવા આવ્યા હતા તો બીજી તરફ આરોપીએ અન્ય યુવકોને બોલાવી તેમને માર મારી ઇજા પહોંચાડી હતી અને દુકાનમાંથી ચાર કિલો ટામેટાં પણ લઈ ગયા (Tomato Robbery) હતા.

10 રૂપિયાના ટમેટા આપવાનો ઈનકાર

ઝુંસી પોલીસ સ્ટેશનના કુસુમીપુર ગામમાં સંતોષ દેવી નામની એક મહિલાની ટામેટાની (Tomato) દુકાનમાં તેમના જ ગામના પંકજ યાદવે આવીને દસ રૂપિયામાં ટામેટાં માંગ્યા. ટમેટા મોંઘા હોવાથી સંતોષ દેવીએ દસ રૂપિયાના ટમેટા આપવાનો ઇનકાર કર્યો હતો. જેના પર પંકજ ઉશ્કેરાઈ ગયો અને ઝઘડો થયો. પંકજે તેના અન્ય સાથીઓને પણ બોલાવી ઝઘડો કર્યો.

Advertisement

4 કિલો ટમેટા લઈ આરોપી ફરાર

પંકજ અને અન્ય યુવકોએ સાથે મળીને મહિલાના સસરા અને પુત્ર સાથે મારામારી કરી ઈજાગ્રસ્ત કરી દીધા. સાથે જ આ લોકોએ દુકાનમાંથી 4 કિલો ટમેટા લઈ ગયા. મહિલાના નિવેદનના આધારે પોલીસે (Police) પંકજ યાદવ, પૃથ્વીરાજ અને જસવીર નામના શખ્સો વિરૂદ્ધ ફરિયાદો નોંધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીઓ ફરાર થઈ ચુક્યા હતા જેને ઝડપવા પોલીસ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

Advertisement

આરોપી ઝડપાયા

મળતી માહિતી અનુસાર ધોળા દિવસે મારામારી અને ટમેટાની લૂંટની (Tomato Robbery) ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કરતા આરોપી ઝડપાયો હતો છે. ધરપકડ કર્યાં બાદ પોલીસ (Police) દ્વારા આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ટમેટાની લૂંટની ઘટના ચર્ચાના ચકડોળે ચડી છે.

આ પણ વાંચો : BUSINESS NEWS: ટામેટા બાદ હવે ચોખા પણ મોંઘા, 11 વર્ષની ટોચે પહોંચ્યા ભાવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×