Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhattisgarh: રાયપુરમાં કરૂણ માર્ગ અકસ્માત, ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13ના મોત, 12 ઘાયલ

છઠ્ઠી કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા લોકોનું ટ્રેલર રાયપુર-બાલોદાબજાર રોડ પર એક ટ્રક સાથે અથડાયું હતું. આ ભયાનક અથડામણમાં 13 લોકોના મોતના સમાચાર છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.
chhattisgarh  રાયપુરમાં કરૂણ માર્ગ અકસ્માત  ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13ના મોત  12 ઘાયલ
Advertisement
  • રાયપુરમાં કરૂણ માર્ગ અકસ્માત, 13ના મોત, 12 ઘાયલ
  • ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
  • રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે આ માહિતી આપી

Raipur Road Accident: છત્તીસગઢના રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક નાની ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના દુઃખદ મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ લોકો બાના બનારસીથી એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે આ માહિતી આપી છે.

રાયપુર-બાલોદાબજાર રોડ પાસે અકસ્માત

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 13 લોકોમાં 9 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, "ચતૌડ ગામના કેટલાક લોકો છઠી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંસરી ગામમાં ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ પાસે અકસ્માત થયો. કુલ 13 લોકોના મોત થયા છે. 12 અન્ય ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."

Advertisement

Advertisement

આ પણ વાંચો :  દેશની સરહદે જોવા મળી શાંતિ, કોઈપણ જગ્યાએ નથી થયો અટકચાળો : સૂત્ર

અકસ્માત કેવી રીતે થયો?

રાયપુર પોલીસને મળેલી માહિતી મુજબ, ચતૌડ ગામનો એક પરિવાર એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંસરી ગામમાં આવ્યો હતો. પરત ફરતી વખતે, ખારોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારાગાંવ નજીક તેમનું ટ્રેલર એક ટ્રક સાથે અથડાયું. આ અકસ્માતમાં ચાર બાળકો અને નવ મહિલાઓ સામેલ છે.

રાયપુરના કલેક્ટર ગૌરવ કુમાર સિંહે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ 12.00 વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી. ધારાસભ્યએ આ માહિતી આપી હતી. આ પછી, વહીવટી ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 13 લોકોના મોત થયા છે. 11 થી 12 લોકો ઘાયલ થયા છે. જો તેમને કોઈ મદદની જરૂર પડશે, તો તે તાત્કાલિક પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો : India Pak War : ભારતનો પાકિસ્તાન પર જોરદાર પ્રહાર, જાણો કયા કારણે આતંકીસ્તાન ઘૂંટણિયે આવ્યું

Tags :
Advertisement

.

×