જમ્મુ-કશ્મીરના MP એન્જિનિયર રશીદ પર તિહાજ જેલમાં કિન્નરો કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો
- જમ્મુ કાશ્મીરના સાંસદ એન્જિનિયર રશીદ પર કિન્નરોનો હુમલો (transgender attack on mp)
- તિહાડ જેલમાં કિન્નરોએ સાંસદ પર હુમલો કર્યાનો આરોપ
- હુમલામાં સાંસદને નાની-મોટી ઈજાઓ થઈ હોવાની જાણકારી
- 2019થી તિહાડ જેલમાં એન્જિનિયર રશિદ છે બંધ
transgender attack on mp : તિહાડ જેલમાં આતંકવાદ માટે ફંડિંગના કેસમાં બંધ જમ્મુ-કાશ્મીરના સાંસદ ઈજનેર રશીદ પર હુમલો થયો હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ઈજનેર રશીદનો દાવો છે કે જેલની અંદર ટ્રાન્સજેન્ડર્સના એક જૂથે તેમના પર જીવલેણ હુમલો કર્યો.
જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદને નાની-મોટી ઈજાઓ જ થઈ છે. બારામુલાના સાંસદ ઈજનેર રશીદ વર્ષ 2019થી જ તિહાડ જેલમાં બંધ છે, અને આ મામલે તિહાડ જેલ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ઇજનેર રશીદની પાર્ટી, અવામી ઇત્તેહાદ પાર્ટી (AIP),એ આ હુમલાને લઈને ગંભીર ચિંતા અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પાર્ટીના કહેવા મુજબ, ઈજનેર રશીદે તેમના વકીલ જાવેદ હૂબ્બી સાથે મુલાકાત દરમિયાન આ હુમલા વિશે વાત કરી હતી.
તિહાડ જેલ પર લગાવ્યો આરોપ
વકીલના જણાવ્યા મુજબ, રશીદે આરોપ લગાવ્યો છે કે તિહાડ જેલ પ્રશાસન કાશ્મીરી કેદીઓને હેરાન કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, જેલ પ્રશાસન જાણીજોઈને ટ્રાન્સજેન્ડર કેદીઓને કાશ્મીરી કેદીઓ સાથે બંધ કરે છે અને તેમને હુમલો કરવા માટે ઉશ્કેરે છે.
માંડ-માંડ જીવ બચ્યાનો દાવો
વકીલે રશીદના હવાલાથી વધુમાં જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર્સના એક જૂથે કરેલા હુમલામાં રશીદનો જીવ માંડ માંડ બચ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે આ જૂથે રશીદને ધક્કો માર્યો અને એક લોખંડનો દરવાજો તેમના પર ફેંક્યો. વકીલે આ ઘટનાને ચમત્કારિક બચાવ ગણાવતા કહ્યું કે જો આ દરવાજો સીધો રશીદને વાગ્યો હોત તો જીવલેણ સાબિત થઈ શક્યો હોત.
માનસિક ત્રાસનો પણ લગાવ્યો આરોપ (transgender attack on mp)
ઈજનેર રશીદે એવો પણ આરોપ મૂક્યો છે કે આ પહેલાં અયુબ પઠાણ, બિલાલ મીર અને અમીર ગોજરી જેવા અન્ય કાશ્મીરી કેદીઓ પર પણ ટ્રાન્સજેન્ડર્સે હુમલો કર્યો છે. રશીદનું કહેવું છે કે આ ટ્રાન્સજેન્ડર્સ એચઆઈવી પોઝિટિવ જાહેર થયેલા છે અને જાણીજોઈને તેમને કાશ્મીરી કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે, જેથી તેમના પર માનસિક ત્રાસ ગુજારી શકાય.
આતંકવાદીઓ માટે નાણા ભેગા કરવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે ગયા લોકસભા ચૂંટણી દરમિયાન ઇજનેર રશીદે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને સજ્જાદ ગની લોનને બારામુલા બેઠક પર હરાવ્યા હતા. 2 લાખથી વધુ મતોના તફાવતથી જીત મેળવનાર આ સાંસદને તાજેતરમાં જ સંસદના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે કસ્ટડી પેરોલ પર મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમના પર આતંકવાદીઓ અને અલગતાવાદીઓ માટે નાણાં એકઠા કરવાનો આરોપ છે. આ ઘટનાએ જેલમાં કેદીઓની સુરક્ષા અને જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે
આ પણ વાંચો : કોણ છે IPS Anjana Krishna? જેની અજીત પવાર સાથે થઈ હતી બોલાચાલી, હવે મામલો પહોંચ્યો UPSC સુધી